Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > નવસારીમાં બસ કંડક્ટરે માત્ર 9 રૂપિયાની લાલચમાં ગુમાવ્યા 15 લાખ રૂપિયા,ફટકારવામાં આવી સજા

નવસારીમાં બસ કંડક્ટરે માત્ર 9 રૂપિયાની લાલચમાં ગુમાવ્યા 15 લાખ રૂપિયા,ફટકારવામાં આવી સજા

0
1626

હંમેશા સાંભળવામાં આવે છે કે ખોટા કામનું પરિણામ હંમેશા ખોટુ જ આવે છે. આવો જ એક કિસ્સો રાજ્યમાં સામે આવ્યો છે. જીએસઆરટીસી (GSRTC)માં કંડકટર તરીકે ફરજ બજાવતા કર્મચારીને લાલચ મોંઘી પડી હતી.એક મુસાફરને ટિકિટ ના આપીને માત્ર 9 રૂપિયા ખોટી રીતે કમાવવાના કારણે કંડક્ટરને પોતાની સેલેરીમાં લગભગ 15 લાખ રૂપિયાનો ઝાટકો લાગ્યો છે.

કંડક્ટર ચંદ્રકાંત પટેલ વિરુદ્ધ જીએસઆરટીસી (GSRTC)ને ફરિયાદ મળી હતી અને તપાસમાં તેમના ઉપરના આરોપો સાચા સાબિત થયા પછી તેમને આ સજા થઈ છે. ઉલ્લેખનિય છે કે આ મામલો 2003માં ત્યારે સામે આવ્યો જ્યારે 5 જૂલાઈએ અચાનકથી નિરિક્ષણ દરમિયાન ચંદ્રકાંત પટેલ ફરજ બજાવતા હતા. આ જીએસઆરટીસીની બસમાં એક મુસાફર ટિકિટ વગર પકડાયો હતો. મુસાફરે અધિકારીને કહ્યુ કે, તેમણે કંડક્ટરને 9 રૂપિયા આપ્યા હતા, પરંતુ તેમણે ટિકિટ આપી ન હતી. તે પછી કંડક્ટર પટેલ વિરુદ્ધ તપાસ કરવામાં આવી હતી. તપાસમાં ચંદ્રકાંતના આરોપો સિદ્ધ થયા હતા.

તે પછી કોર્પોરેશને પટેલને સજા આપતા તેમની સેલરીના બે સ્ટેજ ઘટાડમાં આવ્યા છે. આમ તેમનુ પે-સ્કેલ હવે ખુબ જ નીચે જતુ રહ્યુ છે. એટલુ જ નહી કોર્પોરેશને કહ્યુ કે, હવે સ્થાયી આધારે એક નિર્ધારિત વેતન ઉપર પોતાની બાકી રહેલી સર્વીસ પૂરી કરશે.

આ નિર્ણય વિરુદ્ધ ચંદ્રકાંત પટેલે નવસારીમાં ઔધોગિક અદાલતમાં અપિલ કરી અને તે પછી ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી. ગુજરાત હાઈકોર્ટમાં તેમના વકીલે કહ્યુ કે આ સજા એક નાની ગુના માટે મોટી સજા છે. હાલ પટેલની પાસે 37 વર્ષની સેવા બાકી છે અને તેમની સેલરીને ઓછી કરી દીધી છે. તેનાથી તેમને 15 લાખનું નુકશાન થશે.

ખેડૂતોના ‘મસીહા’, સૌરાષ્ટ્રના ‘છોટે સરદાર’ હતા વિઠ્ઠલ રાદડિયા, અંતિમ શ્વાસ સુધી કરતા રહ્યાં સેવા