Gujarat Exclusive > દેશ-વિદેશ > નટવરસિંહની ચેતવણી: નૉન ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બનશે તો પાર્ટીના થઈ જશે ટૂકડા

નટવરસિંહની ચેતવણી: નૉન ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બનશે તો પાર્ટીના થઈ જશે ટૂકડા

0
251

કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાહુલ ગાંધીના રાજીનામાં બાદ પાર્ટી નેતૃત્વના સંકટનો સામનો કરી રહી છે. એક રિપોર્ટ અનુસાર પાર્ટીના સીનિયર નેતા અને પૂર્વ વિદેશ મંત્રી નટવર સિંહે રવિવારે (21 જુલાઈ) પાર્ટીની કમાન પ્રિયંકા ગાંધીને સોપવાની વકાલત કરી હતી. સોનભદ્ર નરસંહાર પીડિતાઓને મળવા ગયેલી પ્રિયંકા ગાંધી દ્વારા કરવામાં આવેલા ધરણા પ્રદર્શનના વખાણ કરતા નટવર સિંહે કર્યું કે,’પ્રિયંકા આ રીતે મેદાનમાં ઉતરવુ એ સારો નિર્ણય હતો પ્રિયંકાએ ત્યા રોકાઈને પોતાના ઉદ્દેશને પૂરો કર્યો હતો.’

નટવર સિંહે કહ્યું કે, રાહુલ ગાંધીએ કહ્યું છે કે, ગાંધી પરિવારમાંથી કોઈ કોંગ્રેસ અધ્યક્ષ નહી બને. પરંતુ પરિવારે આ નિર્ણયથી પરત ફરવુ જોઈએ. કોઈ પણ નોન ગાંધી ( ગાંધી પરિવાર બહારનો સભ્ય) કોંગ્રેસ અધ્યક્ષ બનાવવા પર પાર્ટી 24 કલાકની અંદરમાં ટુકડાઓમાં વેચાઈ જશે.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર અને કોંગ્રેસ સાંસદ અભિજીત મુખર્જીએ પ્રિયંતા ગાંધીને અધ્યક્ષ બનાવવા ખુલ્લી અપીલ કરી છે. તે પહેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી અનિલ શાસ્ત્રી પણ પ્રિયંકાને પાર્ટીમાં સૌથી મજબૂત દાવેદાર ગણવી ચુક્યા હતા.એવામાં નટવર સિંહનું નિવેદન સામે આવ્યું છે. સિંહે કહ્યું કે,’ આ કમનસીબી છે કે 134 વર્ષ જૂની પાર્ટી અધ્યક્ષ વીના ચાલી રહી છે. મને નથી લાગતું કે ગાંધી પરિવારની બહાર કોઈ નેતાના પાર્ટીના અધ્યક્ષ બનાવવા જોઈએ,’

જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસની ખરાબ હાર બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ તેમને મનાવવાનો ઘણા પ્રયત્નો કરવા છતા તે માન્યા ન હતા. રાહુલ ગાંધી આ વખતે પોતાની પારંપરિક સીટ અમેઠીની સીટ પરથી હાર મળી હતી.

શું કોંગ્રેસ માટે વરદાન સાબિત થશે રાહુલ ગાંધીનું રાજીનામું?