Gujarat Exclusive > યુથ > લાઈફ સ્ટાઇલ > શું તમે ગર્ભવતી છો અને ‘આ’ દિવસે બહાર નિકળો છો? તો ચેતી જાજો નહિં તો થશે…

શું તમે ગર્ભવતી છો અને ‘આ’ દિવસે બહાર નિકળો છો? તો ચેતી જાજો નહિં તો થશે…

0
471

ચંદ્ર અને સૂર્ય ગ્રહણ એક કુદરતી ઘટના છે. આ એક એવા જ પ્રકારની ઘટના છે જેમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત થાય છે. ગ્રહણ ત્યારે થાય જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્રમા એક જ રેખામાં હોય. એટલે કે જ્યારે ચંદ્રમાં અને સૂર્યની વચ્ચે પૃથ્વી આવે છે. ત્યારે આ ગ્રહણને ચંદ્ર ગ્રહણ (Lunar Eclipse) કહેવાય છે અને જ્યારે ચંદ્રમાં પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે ત્યારે તેને સૂર્ય ગ્રહણ કહેવાય છે. નાસા (National Aeronautics and Space Administration) અનુસાર આ એક કુદરતી ઘટના છે.

શું ચંદ્ર ગ્રહણ તમારા ગર્ભમાં રહેલા બાળકને નુકસાન પહોંચાડે છે? (National Aeronautics and Space Administration)

ઘણા લોકો માને છે કે, ગર્ભાવસ્થા પર ગ્રહણનો પ્રભાવ પડે છે જેને કારણે આ દિવસે ગર્ભવતી સ્ત્રી અનેક બાબતોનુ ધ્યાન રાખીને સચેત રહેતી હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન ગ્રહણને એક ખરાબ શકન તરીકે માનવામાં આવે છે. જો કે આ વાતને વૈજ્ઞાનિકો સમર્થન આપતા નથી. ભારતીય સમાજમાં મોટાભાગના લોકો ગ્રહણને લઇને અનેક માન્યતાઓ સાથે જીવતા હોય છે. આ સાથે જો ડોક્ટર્સની વાત કરીએ તો તેમની પાસે પણ એવી કોઇ સાબિત નથી કે, ગ્રહણ તેમજ બીજી આ પ્રકારની કુદરતી ઘટનાઓને કારણે ગર્ભમાં રહેલા બાળક માટે ખરાબ સાબિત થતુ હોય. ગ્રહણને લઇને અનેક પ્રકારનો ડર ઘણા પરિવાર અને સંસ્કૃતિ માટે ખરાબ માનવામાં આવે છે. ગ્રહણને ખરાબ શકન તરીકે ગણવાને કારણે ઘરના વડીલો આ સમયે ગર્ભવતી સ્ત્રીને ઘરમાંથી બહાર નિકળવા દેતા હોતા નથી.

આમ ગર્ભવતી મહિલાઓને લઇને આ વિશે માન્યતા છે કે, જો કોઇ મહિલા ગ્રહણના સમયે ઘરની બહાર જાય છે તો તેની અસર તેના આવનાર બાળક પર થાય છે અને તે ખામીવાળુ જન્મી શકે છે. જો કે આવુ કંઇ છે નહિં. ગ્રહણમાં ગર્ભવતી મહિલાઓના ઘરમાંથી બહાર નિકળવા પર કંઇ ખરાબ થતુ નથી. આ સાથે જ ગર્ભમાં રહેલા બાળક પર પણ તેની કોઇ ખરાબ અસર પડતી નથી અને બાળક સ્વસ્થ જ જન્મે છે.

જાણો આ વિશે શું કહેવુ છે એક્સપર્ટનુ

શારદા હોસ્પિટલના ગાયનેકોલિજસ્ટ તેમજ ગાયની સોસાયટીના સેક્રેટરી ડોક્ટર રુચિ શ્રીવાસ્તવ આ વિશે જણાવે છે કે, “મેડિકલ સાયન્સની ચોપડીઓમાં એવો ક્યાંય પણ ઉલ્લેખ થયો નથી કે સૂર્ય તેમજ ચંદ્રગ્રહણ ગર્ભવતી મહિલાઓ માટે હાનિકારક છે. આ સાથે જ તેમને વધુમાં જણાવ્યુ હતુ કે, આ વિશે કોઇ એવી શોધ પણ નથી થઇ કે ગ્રહણથી આવનાર બાળકનુ સ્વાસ્થ્ય સારુ રહેતુ નથી. જો કે પહેલાના સમયમાં આપણા બા, નાની તેમજ ઘરના વડીલો ગ્રહણ સાથે જોડાયેલી માન્યતાઓ સાથે હાલમાં પણ ચાલે છે અને આ તેમના માટે સાચુ હોઇ શકે પરંતુ એક ડોક્ટરના વિચારોથી આ વાત તદ્ન ખોટી છે.”

ગ્રહણ દરમિયાન ભોજન પણ ના કરવુ જોઇએ

ગર્ભાવસ્થા સિવાય લોકો એમ પણ માને છે કે ગ્રહણ દરમિયાન ભોજન ના કરવુ જોઇએ. જૂની માન્યતાઓ અનુસાર આજે પણ અનેક લોકો ગ્રહણ દરમિયાન ભોજન કરવાનુ ટાળતા હોય છે જ્યારે કેટલાક લોકો વધેલી રસોઇને ગ્રહણ પછી ખાતા હોતા નથી. આ વિશે એમ માનવામાં આવે છે કે, ભોજનમાં ગ્રહણ લાગી જાય છે જે કારણોસર તે ખવાય નહિં. જો કે આ વાતને પણ વૈજ્ઞાનિકો સમર્થન આપતા નથી. જે લોકો આ માન્યતાથી દૂર છે તેઓ ગ્રહણ દરમિયાન બ્રેકફાસ્ટ, લંચ તેમજ ડિનર કરે છે અને તેમની પર ગ્રહણની કોઇ અસર પડતી હોતી નથી. ભોજનને લઇને અમુક લોકોની માન્યતા એવી હોય છે કે, ગ્રહણ દરમિયાન કાચા ફળો અને શાકભાજીમાં કોઈ ફેરફાર થતો નથી, પણ જ્યારે તેને રાંધવામાં આવે ત્યારે પહેલા અને પછી ફેરફાર થાય છે. જો કે આ બાબતે એક સવાલ ચોક્કસપણે થાય કે એ ક્યું તત્વ છે જે પૌષ્ટિક ખોરાકને ઝડપથી ખરાબ કરી ઝેરમાં પરીવર્તિત કરી દે છે.

ભૂલથી પણ ના ખાતા પીરિયડ્સ દરમિયાન આ ખાદ્ય ચીજો, નહિં તો થશે જોરદાર દુખાવો