Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > નર્મદા: એક શિક્ષક અને બે વિદ્યાર્થીનીઓનો આ પ્રોજેકટ વિશ્વના નકશામાં સ્થાન પામશે

નર્મદા: એક શિક્ષક અને બે વિદ્યાર્થીનીઓનો આ પ્રોજેકટ વિશ્વના નકશામાં સ્થાન પામશે

0
148
  • પ્રવાસીઓ આનંદ ઉઠાવી શકે એ માટે અન્ય પ્રોજેક્ટો પણ બનાવવાની સરકારની વિચારણા
  • રોપ-વે મારફતે નર્મદા ડેમ-સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચેના વીંધ્યાચળના પર્વતોને પણ નિહાળી શકાશે
  • રોપ-વે પ્રોજેકટ નર્મદા જિલ્લાના એક શિક્ષક અને 2 વિદ્યાર્થીઓને આભારી

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થયું એ બાદ ત્યાં રોજના 15થી 20 હજારની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા હતાં. ત્યારે તાજેતરમાં જ હાલમાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક 2 પર્વતોની વચ્ચે 60 કરોડના ખર્ચે રોપ-વે પ્રોજેકટ (Narmada statue of unity Ropeway project) બનાવવા ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરી છે. તો આગામી દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ એ રોપ-વે પ્રોજેકટ પણ વિશ્વના નકશામાં સ્થાન પામશે.

હવે સરકારે પ્રવાસન ઉદ્યોગને વેગ મળે અને સાથે સાથે પ્રવાસીઓ આખો દિવસ આનંદ ઉઠાવી શકે એ માટે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સિવાય અન્ય પ્રોજેક્ટો પણ બનાવવા વિચાર્યું. જેથી જંગલ સફારી, ઝરવાણી વિસ્તારમાં બોટિંગ, ક્રેકટર્સ ગાર્ડન સહિત અનેક પ્રોજેકટનું નિર્માણ કાર્ય ચાલુ કર્યું.

જો કે સરકારનો આ રોપ-વે પ્રોજેકટ નર્મદા જિલ્લાના એક શિક્ષક અને 2 વિદ્યાર્થીઓને આભારી છે એમ કહી શકાય. વર્ષ 2014માં નાંદોદ તાલુકાના બોરીદ્રા ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અનિલ મકવાણાએ પોતાની 2 વિદ્યાર્થીનીઓ ભૂમિકા વસાવા અને ઇકિત્સા વસાવાને સમજાવી એક પ્રોજેકટ તૈયાર કર્યો. એ પ્રોજેકટ તાલુકા અને જિલ્લા કક્ષાએ પ્રથમ આવ્યો. રાજ્ય કક્ષાએથી એ પ્રોજેકટ પહોંચ્યો સીધો રાષ્ટ્રીય કક્ષાએ, એ પ્રોજેકટ હતો સરદાર સરોવર નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે સોલાર રોપ-વે પ્રોજેકટ (Narmada statue of unity Ropeway project) . આ પ્રોજેકટનો મુખ્ય હેતુ એ શિક્ષકનો એ હતો કે લોકો રોપ-વે મારફતે નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચેના વીંધ્યાચળના પર્વતોને પણ નિહાળી શકે.

ropeway project statue of unity

આ પણ વાંચોઃ “વિશ્વ આદિવાસી અધિકાર” દિવસે જ આદિવાસીઓ દ્વારા રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ

શિક્ષક અનિલ મકવાણા અને બે વિદ્યાર્થીનીઓના આ પ્રોજેકટથી પ્રભાવિત થઈ રોપ-વેથી પ્રવાસીઓ નર્મદા બંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે સાતપુડા ડુંગરથી વિંધ્યાચળ પર આકાશી નજારો જોઈ શકે એ માટે અંદાજીત 60 કરોડનો પ્રોજેકટ હાલ રાજ્ય સરકાર કરવા જઈ રહી છે. આ બાબતનો એક સર્વે થયા બાદ આ પ્રોજેકટને લીલી ઝંડી મળી ગઇ છે અને આગામી દિવસોમાં કામગીરી શરૂ થાય તો એક વર્ષ પછી પ્રવાસીઓને આ રોપ-વેમાં બેસવા મળશે. પરંતુ આ પ્રોજેકટ કેટલો જલ્દી શરૂ થાય એ જોવું રહ્યું.

નાંદોદ બોરીદ્રાના શિક્ષક અનિલ મકવાણાએ જણાવ્યું હતું કે,

“મારી જાણમાં આવ્યું છે કે નર્મદા બંધ અને સ્ટેચ્યુ પાસેની બે ગિરિમાળા વચ્ચે રોપ-વે બને છે. ખરેખર આ સુંદર પ્રોજેક્ટ છે. પ્રવાસીઓનું એક આકર્ષણ બનશે ઉપરથી નજારો જોવાનો પ્રવાસીઓને ગમશે. સરકાર આ પ્રોજેકટ કરવા જઈ રહી છે એ પ્રોજેકટ અમે 2014માં રજૂ કર્યો હતો. હવે એ જ પ્રોજેકટ ખરેખર બનશે તો મને એમ થશે કે અમારું સ્વપ્ન સાકાર થયું. જાહેર જનતા વતી આ પ્રોજેકટ માટે હું સ્થાનિક અધિકારીઓ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર તમામને શુભેચ્છા આપું છું.”

આ પણ વાંચોઃ સોલાના ગોતા હાઉસિંગમાંથી સાત વર્ષની બાળકી ગુમ: પોલીસની સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ