Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > ગુજરાતના 12 મંદિરમાં ચોરીનો ભેદ ઉકેલાયો, નર્મદા પોલીસને મળી મોટી સફળતા

ગુજરાતના 12 મંદિરમાં ચોરીનો ભેદ ઉકેલાયો, નર્મદા પોલીસને મળી મોટી સફળતા

0
1104

રાજપીપળા: ગુજરાતના અલગ અલગ અંતરિયાળ વિસ્તારમાં ઘણા મંદિરો આવેલા છે. તો અંતરિયાળ વિસ્તારમા આવેલા મંદિરોમાં ચોરી કરવી તસ્કરો માટે સહેલું કામ થઈ પડ્યું છે. છેલ્લા ઘણા વર્ષોમાં ગુજરાતભરના કેટલાયે મંદિરોમાં તસ્કરો હાથફેરો કરી ગયા હોવાના પોલીસ ચોપડે ગુના નોંધાયા હતો. વિવિધ 12 જેટલા મંદિરોમાં ચોરીનો ભેદ ઉકેલવામાં પોલિસને મોટી સફળતા મળી છે. અંતરિયાળ વિસ્તારોના મંદિરોમાં જ ચોરી કરવાની તસ્કરની મોડેસ ઓપરેન્ડી હતી.

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના તિલકેશ્વર મહાદેવ મંદિરમાં વર્ષ 2002માં ચોરી થઈ હતી. એ મામલે નર્મદા પોલીસ તપાસ કરી રહી હતી દરમિયાન આ ગુનો બનાસકાંઠાના દાંતા તાલુકાના એક શખ્સે કરી હોવાની બાતમી મળી હતી. નર્મદા LCB PSI સી.એમ. ગામીત અન્ય પોલીસ ટીમના સભ્યો સાથે બાતમી વાળી જગ્યાએ રેડ પાડતા દાંતા તાલુકાના હલાડ ગામેથી યુનુસ સુલેમાન મન્સૂરીને મોબાઈલ લોકેશનને આધારે ઝડપી પાડ્યો હતો. એની પૂછપરછ કરતા એણે મોરબી તાલુકાના માળીયા, હળવદ, લખતર, જોરાવરનગર, વગદોળ, ધ્રાગદ્રા, વિઠ્ઠલપુર સહિત અન્ય 12 જેટલા મંદિરોમાં ચોરી કરી હોવાનું એણે કબુલ્યું હતું.

આ મામલે નર્મદા LCB PSI સી.એમ.ગામીતે જણાવ્યું હતું કે આની સાથે અન્ય કોણ સામેલ છે એ મામલે પૂછપરછ ચાલુ છે. યુનુસ સુલેમાન મન્સૂરી પોતાની ગેંગ સાથે મંદિરોમાં ચોરી કરી દાંતા તાલુકાના જ ચંપકભાઈ સોનીને વેચતો હતો,એ સોની મોટેભાગે મંદિરોમાંથી ચોરી કરેલા ઘરેણા જ ખરીદતો હતો અને આ ધરપકડ મામલે ખબર જાણ થતા પોતાની દુકાન બંધ કરી ભાગી ગયો છે.

ગુજરાત ATSને મોટી સફળતા હાથ લાગી, અક્ષરધામ હુમલાના આતંકવાદીની ધરપકડ