Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > નર્મદા જિલ્લાના 4 યુવાનોને યુપીના મેનપુરીમાં માર્કેટિંગની તાલીમના નામે ગોંધી રખાયા,4 દિવસે છુટકારો

નર્મદા જિલ્લાના 4 યુવાનોને યુપીના મેનપુરીમાં માર્કેટિંગની તાલીમના નામે ગોંધી રખાયા,4 દિવસે છુટકારો

0
1390

ગુજરાતના નર્મદા જિલ્લાના શિક્ષત બેરોજગારો રોજગારી મેળવવાના ચક્કરમાં લૂંટારુ ગેંગે ઉત્તર પ્રદેશના મેનપુરીમાં ગોંધી રાખ્યા હતા.આ તમામ યુવાનો પાસે લૂંટારું ગેંગે 22 હજાર રૂપિયા ભરાવ્યા હતા,પણ 4 દિવસ બાદ ગરુડેશ્વરના યુવાને પરિવારનો કોન્ટેક્ટ કરતા આ મામલો બહાર આવ્યો હતો.આ યુવાનોના પરિવાર ચિંતામાં મુકાઈ ગયા, જોકે ગરુડેશ્વર સરપંચ બાબુભાઇ વસાવાએ સ્થાનિક પોલીસ સ્ટેશન અને યુપીની મેનપુરીના કોટવાલી પોલીસનો સંપર્ક કરી સમગ્ર હકીકતની જાણ કરી હતી.દરમિયાન યુપીની મેનપુરી પોલીસે આ યુવાનોને છોડાવી સહી સલામત ઘરે મોકલવાની વાત કરી હતી.દરમિયાન ત્યાંની પોલીસે રેડ કરી નર્મદા જિલ્લાના 4 સહિત અન્ય 25 જેટલા યુવાનોને છોડાવ્યા હતા.જેમાં ગુજરાતના જ 8 યુવાનો હોવાની માહિતી પ્રાપ્ત થાય છે.


પ્રાપ્ત માહિતી અનુસાર કેટલાક ભેજાબાજો દ્વારા નોકરી અંગેની લોભામણી જાહેરાતો કરવામાં આવે છે.જેમાં શિક્ષિત બેરોજગાર યુવાનો આવી જાહેરાતો દ્વારા સંપર્કમાં આવે છે.આવી જ કોઈક લોભામણી જાહેરાતમાં આવી જઈ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના છતરપુર ગામના પરેશ હિરેન રાજુભાઈ વસાવા, તેજસ કિશોર વસાવાએ ફોર્મ ભર્યું હતું અને એમનું સિલેક્શન પણ થઈ ગયું.એ યુવાનોને ઉંચી બ્રાન્ડેડ કંપની ટાટા મોટરનું નામ લઈને 30 હજાર પગારની લાલચ આપી ઉત્તર પ્રદેશના મેનપુરી ખાતે બોલાવવામાં આવ્યા હતા.જ્યાં પહેલા મોટી મોટી વાતો કરી રજીસ્ટ્રેશન માટે 22 હજાર ભરાવ્યા અને પછી એક રૂમમાં ગોંધી રાખી માર્કેટિંગની તાલીમ આપવાના નામે એમના પર વોચ ગોઠવી કોઈની સાથે બોલવું નહી,બહારના કોઈ પણ વ્યક્તિ જોડે વાત કરવી નહી,ઘરે વાત કરવી નહી સહિતની પાબંદી લગાડાઈ હતી.તેઓ બાથરૂમ જાય તો પણ સિક્યુરિટી સાથે આવે અને ટોર્ચર કરવામાં આવતા હતા.


નર્મદા જિલ્લાના યુવાનો સાથે નવસારીનો ટંડેલ મોન્ટિક ચીમનભાઈ પટેલ, કેવિન નરેશભાઈ ટંડેલ, રોનક ચંપકભાઈ તો એક મહિનાથી ત્યાં હતા.

હવે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વરના યુવાને હિંમત કરી બહારના વ્યક્તિનો સંપર્ક કર્યો અને ગરુડેશ્વર તેમના પરિવારનો કોન્ટેક્ટ કર્યો ત્યારે વાત બહાર આવી હતી. હાલ પરિવાર સાથે ગરુડેશ્વર સરપંચ બાબુભાઇ વસાવાએ રજૂઆતો કરતા હાલ યુપીની મેનપુરી પોલીસ દ્વારા એ તમામ છોકરાનું ચેકઅપ ચાલી રહ્યું છે.આ ઘટના સામે આવતા આ એક મોટું રેકેટ ચાલી રહ્યું હોય ગુજરાત પોલીસે તપાસ કરી બંધ કરાવવું જોઈએ એવી લાગણી પરિવારજનોએ વ્યક્ત કરી છે.

આ બાબતે ગરૂડેશ્વર સરપંચ બાબુભાઇ વસાવાએ જણાવ્યું હતું કે આ ઘટના નર્મદાના બે ત્રણ છોકરાઓ સહિત ગુજરાત રાજ્યના 8 છોકરાઓ સાથે બની હતી હાલ તો એમનો છુટકારો થયો છે.મને જાણ મળ્યા મુજબ આવા વિવિધ રાજ્યોના 25 જેટલા છોકરાઓ હતા.આવી એક ચોક્કસ ગેંગ લોભામણી જાહેરાતો દ્વારા શિક્ષિત બેરોજગારોને ખોટી તાલીમો આપી ખોટા માર્ગે વાળે છે એવું આ ઘટના પરથી પુરવાર થાય છે.હાલ અમારા છોકરાઓનું પોલીસ યુપીના મેનપુરી શહેરમાં મેડિકલ ટેસ્ટિંગ કરાવે છે.પોલીસ એમને હેમખેમ તેમના વતન મોકલે એવી અમારી માંગ છે.

મોદીની મોર્ફ્ડ તસવીર FB પર શેર કરનારની 5 વર્ષ પછી ધરપકડ, રાજદ્રોહનો આરોપ લગાવ્યો