Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > નર્મદામાં આરોગ્ય સુવિધાના નામે મીંડું: વકીલે લખ્યો CM રૂપાણીને સનસનીખેજ પત્ર

નર્મદામાં આરોગ્ય સુવિધાના નામે મીંડું: વકીલે લખ્યો CM રૂપાણીને સનસનીખેજ પત્ર

0
201
  • નર્મદા જિલ્લામાં આરોગ્ય સુવિધાઓની પોલ ખોલતો એક પત્ર
  • નર્મદા જિલ્લાના ડેડીયાપાડાની સગર્ભા મહિલાઓ કુપોષણનો ભોગ બની રહી છે
  • ડેડીયાપાડાના સિવિલ સુપ્રીટેન્ડન્ટ રામ ભરોસે હોસ્પિટલ મૂકી હેડક્વાર્ટર પર ગેરહાજર

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: ગુજરાતના ખૂણા ખૂણામાં આરોગ્ય, શિક્ષણ, પાણી, વીજળી સહિત અન્ય તમામ પ્રાથમિક સુવિધાઓ (Narmada health facilities news) પહોંચી હોવાના બણગા ગુજરાતની ભાજપ સરકાર ફૂંકી રહી છે. ત્યારે ડેડીયાપાડાના વકીલે CM વિજય રૂપાણીને લખેલો. નર્મદા જિલ્લામાં આરોગ્ય સુવિધાઓની પોલ ખોલતો એક પત્ર નર્મદા જિલ્લામાં આરોગ્ય સુવિધાઓના નામે મીંડું હોવાનું સાબિત કરે છે.

અગાઉ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં પણ સુવિધાઓ (Narmada health facilities news) ના અભાવે દર્દીઓનું મૃત્યુ થતું હોવાની રજૂઆત CM રૂપાણીને ગુજરાત સરપંચ પરિષદના નર્મદા ઝોન પ્રમુખ નિરંજન વસાવાએ કરી હતી. આ બન્નેવ કિસ્સાઓ એ સાબિત કરે છે કે હજુ પણ આદિવાસી વિસ્તારોના લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે.

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના વકીલ હિતેશ દરજીએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને સનસનીખેજ પત્ર લખ્યો છે. એ મુજબ નર્મદા જિલ્લાના ડેડીયાપાડાની સગર્ભા મહિલાઓ કુપોષણનો ભોગ બની રહી છે, આ વિસ્તારમાં સ્ત્રી રોગ નિષ્ણાંત તબીબની નિમણૂંક થઈ નથી. અહીંના પુરુષો રોજગારી માટે અન્ય શહેરોમાં જાય છે તો જ્યારે અચાનક ડિલિવરીનો સમય આવે ત્યારે સગર્ભા મહિલાઓને અન્ય શહેરમાં લઈ જતી વખતે રોડ-રસ્તા ખરાબ હોવાથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચોઃ ભાવનગરમાં બનશે વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ, વિશ્વ ફલક પર ગુજરાતનું નામ ઝળહળશે

સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.વી.એમ.કંથારિયાની જવાબદારી હેઠળ રામ ભરોસે હોસ્પિટલ

ડેડીયાપાડાના સિવિલ સુપ્રીટેન્ડન્ટ તરીકે ડૉ.વી.એમ.કંથારિયાની (MD, એનેસ્થેટિક) નિમણૂંક થઈ છે. કોઈ પણ સારવાર હોય એમની હાજરી અનિવાર્ય છે. તેમ છતાં તેઓ પોતાની અનુકૂળતાએ 24-24 કલાક નોકરી કરી હેડક્વાર્ટર પર રહેવાની જગ્યાએ દાહોદ કે વડોદરા જતા રહે છે. પોતે હોસ્પિટલના વડા હોવા છતાં રામ ભરોસે હોસ્પિટલ મૂકી જતા રહે છે તો બીજી બાજુ પોતાના સ્ટાફ પાસે કામગીરી લેવામાં પણ ચોકસાઈ દાખવતા નથી.

ડેડીયાપાડા સરકારી દવાખાનામાં બ્લડ સ્ટોરેજ કરવા સરકારે ઉપલબ્ધ કરાવેલા લાખો રૂપિયાના સાધનો ધૂળ ખાય છે તો યોગ્ય સ્ટાફનો પણ અભાવ છે. ડેડીયાપાડા સરકારી દવાખાનામાં એક જ સેમ્પલથી તમામ ટેસ્ટ પરિણામ મળી રહે એ માટે ઓટો સેલ્ફ ટેસ્ટ કીટની શરૂઆત કરવાની જરૂરિયાત છે. ડેડીયાપાડા સિવિલ સબ સેન્ટરમાં તાત્કાલિક સ્ત્રી રોગ નિષ્ણાંતની નિમણૂંક કરી ડેડીયાપાડા સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ હેડ ક્વાર્ટર પર હાજર રહે એવી તાકીદ કરવા પણ રજૂઆત કરી હતી.

આ પણ વાંચોઃ ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 49 લાખની પાર, કુલ 80 હજારથી વધુના મોત