Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > નર્મદા: સરીસૃપોની તસ્કરીનો વન વિભાગ અને VHP એ કર્યો પર્દાફાશ

નર્મદા: સરીસૃપોની તસ્કરીનો વન વિભાગ અને VHP એ કર્યો પર્દાફાશ

0
89
  • 15 આંધળી ચાકણ સાથે 3 તસ્કરોની ધરપકડ 
  • તાંત્રિક વિધિ અને અંધશ્રદ્ધા માટે થતી તસ્કરી

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: નર્મદા જિલ્લા (Narmada district)માં વન વિભાગ (Forest department) અને વિહિપ(VHP) કાર્યકરોએ સરીસૃપો (Reptiles-પેટે ચાલનારા પ્રાણી)ની તસ્કરી (smuggling)નો પર્દાફાશ કરી  15 ઝેર વિનાના સાપ સાથે 3 તસ્કરોની ધરપકડ કરી છે. નર્મદા 43% વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે. વન વિસ્તારમાં ઘણા વન્ય પ્રાણીઓ જેમાં મુખ્યત્વે દીપડાના મૃતદેહો મળ્યા હોવાના ઘણા બનાવો બનતા રહે છે.

બીજી બાજુ વન વિસ્તારમાં રહેતા વિવિધ પ્રકારના સરીસૃપો (ની પણ તસ્કરી કરાતી હોવાની ફરિયાદો પણ ઉઠી હતી. વિવિધ પ્રકારના સરીસૃપોની દાણચોરી મુખ્યત્વે તાંત્રિક વિધિ સહિત અને અંધશ્રદ્ધાના કાર્યો માટે થતી હોય છે. અગાઉ ગરુડેશ્વર વિસ્તારમાંથી પોલીસે એકના ડબલ કરવાના ઈરાદાથી જઈ રહેલા 3 ઇસમોને લાખો રૂપિયાની ભારતીય ચલણી નોટો સાથે ઝડપી પાડયા હતા.

આ પણ વાંચોઃ અમદાવાદ લુખ્ખા તત્વોના હવાલેઃ ગેરકાનૂની કૃત્યમાં સાથ ન આપનારા પર ઘાતક હુમલો

હાલમાં જ નર્મદાના ડેડિયાપાડામાં 3 તસ્કરોને 15 આંધળી ચાકણ (જેમાં કોઈ ઝેર હોતું નથી, આ સરીસૃપના બે મોંઢા હોય છે) સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.

માહિતી મુજબ આ આંધળી ચાકણ નામના સરીસૃપનો ઉપયોગ મુખ્યત્વે તાંત્રિક વિધિ અને અંધશ્રદ્ધાના માટે કરવામાં આવે છે

આંધળી ચાકણનો ગેરકાયદે વેપાર

નર્મદા જિલ્લાના ડેડિયાપાડા રેન્જ ફોરેસ્ટ અને એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા, વડોદરા S.P.C.A તથા વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા વિભાગના જતીન વ્યાસ, દિપેનસિંહ પરમાર, અંકુર પટેલ, વિશાલ મરાઠી, જૈમિન ભાઈ રાવલ અને ગુજરાત રાજ્ય વન વિભાગના ડેડીયાપાડા રેન્જ ફોરેસ્ટના DCF નીરજ કુમાર દ્વારા 15 જેટલી આંધળી ચાકણનો ગેરકાયદેસર વેપાર કરતાં પકડી પડાયા છે.

3-4 દિવસથી વોચ ગોઠવી હતી

ડેડિયાપાડા રેન્જ ફોરેસ્ટ અને વડોદરા S.P.C.A વિશ્વ હિન્દુ પરિષદ વડોદરાની ટીમે સંયુક્ત રીતે છેલ્લા ત્રણ-ચાર દિવસથી વન્યજીવનું ગેરકાયદેસર વેચાણ કરનાર લોકોની વોચમાં હતા. નર્મદા જિલ્લામાં વન્યજીવોનું રાજ્યવ્યાપી અને આંતરરાજ્ય ગેરકાયદેસર તસ્કરી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ વાહ! સુરત પોલીસઃ 20 કલાકની અંદર રું.150નું પોતું ચોરનારા 3ની ધરપકડ

વન વિભાગ તરફથી ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો આંતર રાજ્ય લેવલે રાજ્યવ્યાપી ખૂબ જ મોટા કૌભાંડનો પર્દાફાશ થઇ શકે એમ છે.જોકે હાલ વનવિભાગ દ્વારા અન્ય આવા કેટલા વન્ય પ્રાણીઓને જંગલો માંથી પકડી ક્યાં ક્યાં વેચવામાં આવ્યા છે એ બાબતે 3 ઈસમોની પૂછ તાછ હાથ ધરી છે.