Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > ગુજરાત સરકારના વેસ્ટ વિયર આયોજનથી આદિવાસીઓ ખફા, ભાજપ સાંસદે મૂકી આ માંગ

ગુજરાત સરકારના વેસ્ટ વિયર આયોજનથી આદિવાસીઓ ખફા, ભાજપ સાંસદે મૂકી આ માંગ

0
85

સિંચાઇ માટેની સમસ્યા કાયમને માટે માટીનો બંધ કે વેસ્ટ વિયરના સ્થાને મધ્યમ કક્ષાનો પાકો ડેમ બાંધવાની જરૂર: ખેડુતોનો મત

વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં સિંચાઈ માટે ઘણી બધી સમસ્યાઓ હોવાની બુમો ઊઠી છે. એ વિસ્તારના ખેડૂતો આ મામલે સરકારમાં અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરતા જ હોય છે. સરકાર હવે યોગ્ય ઉકેલ લાવે એવી માંગ ઉઠી છે. તો નર્મદા જિલ્લા (Narmada District)ના ડેડીયાપાડા તાલુકામાં ગંગાપુર ગામ પાસે કરજણ નદીને મળતી પ્રશાખા લોકલ ખાડી (નાની નદી) પર ફિલ્ડ પ્રકારનો માટીનો બંધ તથા ઓગી પ્રકારનો વેસ્ટ વિયર બાંધવાનું સરકારે આયોજન કર્યું છે. પણ સરકારના આ આયોજન સામે સ્થાનિક લોકોને અસંતોષ પેદા થયો છે. ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા સ્થાનિકો પાસે પહોંચ્યા ત્યારે એમણે મનસુખભાઈ વસાવાને રજૂઆતો કરી હતી.

આ પણ વાંચો: રેલ્વેના આસી. પાયલોટને છરી બતાવી લૂંટ્યા, મહિલા ના.મામલતદારનું પર્સ ચોરી બે મહિલા ફરાર

ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ડેડીયાપાડા તાલુકાના ગંગાપુર વિસ્તારના ખેડૂતોને સંતોષ નથી, આ વિસ્તારના ખેડૂતોની માંગણી છે કે ખાડી (નાની નદી) નો પાણીનો પ્રવાહ જોતા માટીનો બંધ કે વેસ્ટ વિયરના સ્થાને મધ્યમ કક્ષાનો પાકો ડેમ બાંધવો જોઈએ. સરકારની આ સૂચિત યોજના ખુબ જ નાની છે. 1988થી ગંગાપુર ડેમ મોટો બને તેવી માંગણી થતી આવી છે. ગંગાપુર ગામે મળેલી મિટિંગમાં ખેડૂતોની માંગણી ડેમ મધ્યમ કક્ષાનો બને તથા તેમાં નર્મદાના ડેમ (Narmada Dam)નું પાણી નાખવામાં આવે, નર્મદા નદીનું પાણી કણજી, વાંદરી, માથાસરની આસપાસથી લિફ્ટ કરી અથવા પર્વતમાં બોગદુ પાડીને પીપલોદની ખાડીમાંથી કરજણ નદીમાં નાખી શકાય તેમ છે. આ નર્મદા ડેમ (Narmada Dam)નું પાણી કરજણ ડેમ તથા ગંગાપુર ડેમમાં નાખવામાં આવે તો ડેડીયાપાડા તાલુકાની ખેડૂતોના સિંચાઇ માટેની સમસ્યા કાયમને માટે ઉકેલાઈ તેવું ખેડૂતોનું માનવું છે. તેથી આ સૂચિત ગંગાપુર ગામ પાસેનો ડેમ વધુ પાણીનો સંગ્રહ થાય તેવો મોટો બનાવવાની માંગણી કરવામાં આવી.

આ પણ વાંચો: ગુજરાતને ફાળે વધુ એક સિદ્ધિ, નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં રાજ્ય પ્રથમ ક્રમાંકે

ગંગાપુર, જામની, કેવડી, કાકરપાડા, કણબીપીઠા, આંબાવાડી, ડાભણ, ખોડાઆંબા, હરીપુરા ગામના ખેડૂતો તથા ડેડીયાપાડા તાલુકાના આગેવાનોએ ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાને એવી પણ રજૂઆતો કરી હતી કે અંતરિયાળ વિસ્તારમાં સિંચાઈ માટે પડતી મુશ્કેલીઓનું સરકાર વહેલી તકે નિરાકરણ લાવે. અત્રે એ ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લા (Narmada District)ના કેવડિયામાં જ એશિયાનો સૌથી મોટો નર્મદા ડેમ (Narmada Dam) આવેલો છે તે છતાં નજીકના ગામના લોકો જ સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા છે. તો બીજી બાજુ અમુક ગામોમાં તો કેનાલો પણ સૂકી પડેલી છે તો આ જોતા નર્મદા ડેમનો લાભ સ્થાનિકોને પણ મળે એ જરૂરી બન્યું છે.