Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > દેશના વિકાસમાં ભાગીદાર બનવા સરકાર અમને મદદ કરે, ફરાસખાના એસોસીએશનની માંગ

દેશના વિકાસમાં ભાગીદાર બનવા સરકાર અમને મદદ કરે, ફરાસખાના એસોસીએશનની માંગ

0
68
  • અનલોક-4 માં ફરાસખાના મંડપ સર્વિસ બંધ હોવાથી સરકારને ઈન્કમટેક્ષ, GST જેવી આવક ગુમાવવાનો વારો

  • ફરાસખાના મંડપ સર્વિસ સાથે જોડાયેલા લોકોનું વીજ કંપનીનું લાઈટ બિલ પણ ચૂકવાતું નથી, ધંધાર્થીઓ મુકાયા મુશ્કેલીમા

વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: કોરોના મહામારી વચ્ચે કેન્દ્ર સરકારે અનલોક-4 ની ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં ફરાસખાના મંડપ સર્વિસ વ્યવસાયને છૂટ ન આપતા ધંધાર્થીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. નર્મદા જિલ્લા (Narmada District)મંડપ હાયર્સ એસોસિએશને સરકાર પાસે પોતાની વિવિધ માંગો મૂકી ફરાસખાના મંડપ સર્વિસ વ્યવસાયને છૂટ છાટ આપવા રજુઆત કરી છે. સરકાર જો છૂટ આપશે તો અમે સરકારના તમામ નિયમોનું પાલન કરીશું એવી ફરાસખાના મંડપ સર્વિસ સાથે સંકળાયેલા વ્યવસાયકારોએ બાંહેધરી પણ આપી છે.

નર્મદા જિલ્લા (Narmada District) કલેકટરને કરેલી રજુઆતમાં એમણે જણાવ્યું છે કે અનલોક-4 માં સરકારે 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી સામાજીક કે અન્ય જાહેર કાર્યક્રમોના આયોજન પર પ્રતિબંધ મૂક્યો છે.

જેથી ફરાસખાના મંડપ સર્વિસ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો કપરી પરિસ્થિતિમાં જીવન ગુજારી રહ્યા છે.

કારીગરોને-મજૂરોને પગાર, પાર્ટી પ્લોટનું ભાડુ, વીજ કંપનીનું લાઈટ બિલ, ધંધો ચલાવવા લીધેલી લોનના હપ્તા ભરવામાં મુશ્કેલી પડી રહી છે.

આ પણ વાંચો: ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનો બીજો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ

આગામી સમયમાં આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ભારે ખોટનો સામનો કરવો પડશે.

હાલ સારા-નરસા પ્રસંગો બંધ છે જેથી બજારમાં ઘરાકી ન હોવાને લીધે સરકારને ઈન્કમટેક્ષ, GST જેવી આવક ગુમાવવાનો વારો આવ્યો છે.

ફરાસખાના મંડપ સર્વિસને લીધે અનેક લોકોને રોજી રોટી મળે છે.

જ્યાં સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન થતું નથી સરકારે એ વ્યવસાયને છૂટ આપી છે તો અમારા વ્યવસાયને પણ સંપૂર્ણ છૂટ આપો એવી અમારી માંગ છે.

દેશના વિકાસમાં ભાગીદાર બનવા સરકાર અમારા વ્યવસાયને પણ છૂટ આપશે તો દેશ પ્રગતિના વધુ શિખરો સર કરશે એવું અમારું માનવું છે.