Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > નર્મદા ડેમનું પાણી 700 કિમી સુધી પહોંચાડી જનતાને તૃપ્ત કરી: CM રૂપાણી

નર્મદા ડેમનું પાણી 700 કિમી સુધી પહોંચાડી જનતાને તૃપ્ત કરી: CM રૂપાણી

0
109
  • PM મોદીને 70માં જન્મદિવસે રાજ્ય સરકારે નર્મદા ડેમને સંપૂર્ણ ભરી જન્મદિવસની અનોખી ભેટ આપી
  • નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશ પટેલ અને રદાર સરોવર નર્મદા નિગમના MD રાજીવ ગુપ્તાએ પૂજા વિધિ કરી
  • PM મોદીએ સંઘર્ષ કરી નર્મદા ડેમનું લોકાર્પણ કર્યું, દેશનાં વિકાસને આગળ વધાર્યો: CM રૂપાણી

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: સરદાર સરોવર નર્મદા ડેમ 17મી સપ્ટેમ્બર 2020ના રોજ 138.68 મીટર પોતાની પૂર્ણ સપાટી (Narmada Dam Water Level) એ પહોંચ્યો હતો. 17મી સપ્ટેમ્બર 2020નાં રોજ પીએમ મોદીને 70માં જન્મદિવસે ગુજરાત સરકારે નર્મદા ડેમને સંપૂર્ણ ભરી જન્મદિવસની અનોખી ભેટ આપી હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતેથી નર્મદા નીરના ઈ-વધામણા કર્યાં હતાં. જ્યારે ગુજરાત સરકાર નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશ પટેલ, સરદાર સરોવર નર્મદા નિગમના MD રાજીવ ગુપ્તાએ નર્મદા ડેમ ખાતેથી પૂજા વિધિ કરીને નર્મદા નિરના વધામણાં કર્યા હતાં.

narmada dam water level

ગાંધીનગર ખાતેથી નર્મદા નિરના ઈ-વધામણા કર્યાં બાદ CM રૂપાણીએ જણાવ્યું હતું કે,

“પીએમ મોદીના જન્મ દિવસના સમયગાળામાં જ નર્મદા ડેમમાં વધુ પાણી (Narmada Dam Water Level) આવતું હોય છે. ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ સપનું જોયું હતું કે નર્મદા નદી પર એક ડેમ બને અને ગુજરાતના ખેડૂતોને સિંચાઈના પાણીની અને અન્ય વિસ્તારમાં પીવાના પાણીની કિલ્લત ન પડે એ સપનું સાકાર થયું છે. કમનસીબે ભૂતકાળમાં UPA સરકારે 7 વર્ષ સુધી નર્મદા ડેમમાં ગેટ લગાડવાની મંજૂરી આપી ન હોતી. પરંતુ પીએમ મોદીએ ઉપવાસ આંદોલન કરી સંઘર્ષ કરી નર્મદા ડેમના દરવાજા લગાડવાની મંજૂરી અપાવી અને ડેમનું લોકાર્પણ કર્યું હતું. નર્મદા ડેમનું પાણી ગુજરાતના 750 કિમી સુધી પહોંચાડી રાજ્યની જનતાને તૃપ્ત કરી છે.”

આ પણ વાંચોઃ Narendra Modi Birthday : 70માં જન્મદિને રાહુલ ગાંધી, રામનાથ કોવિંદ સહિતના દિગ્ગજોએ શુભેચ્છા પાઠવી

નર્મદે સર્વ દે હવે ખરા અર્થમાં સાબિત થશે. નર્મદા ડેમનું લોકાર્પણ થયા બાદ બીજી વખત ડેમ સંપૂર્ણ ભરાયો (Narmada Dam Water Level) છે જે ખરેખર ગૌરવની વાત કહેવાય. હવે આગામી 2 વર્ષ સુધી ખેડૂતોને સિંચાઈ માટે અને જનતાને પીવાના પાણીની તકલીફ નહીં પડે. પાણી વગર વિકાસ શક્ય નથી. પાણી છે તો જ વિકાસ શક્ય બન્યો છે. આગામી સમયમાં નર્મદા ડેમના પાણીથી ગુજરાત અને દેશના વિકાસને તાકાત મળશે અને ભારત માતાના તમામ ક્ષેત્રમાં વિજય પતાકા લહેરાતા રહેશે. હાલ પીએમ મોદીની આગેવાનીમાં ભારત મહાસતા તરફ આગળ વધશે એવો મને અને દેશની જનતાને વિશ્વાસ છે.

આ વર્ષે પાણીનો આવરો અડધો રહ્યો છતાં ડેમ સંપૂર્ણ ભરાયો: રાજીવ ગુપ્તા, સરદાર સરોવર નર્મદા નિગમ MD (Narmada Dam Water Level)

સરદાર સરોવર નર્મદા નિગમના MD રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “આ વર્ષે નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ઓછો વરસાદ પડ્યો છે. ગત વર્ષે 34000 MCM પાણીની જગ્યાએ આ વર્ષે 17000 MCM પાણી (Narmada Dam Water Level) નો આવરો છે. તેમ છતાં સીએમ રૂપાણીની ખેડૂતોની ચિંતાને લીધે આ વર્ષે ડેમને સંપૂર્ણ ભરાયો છે. હાલમાં નર્મદા ડેમમાં 587 કરોડો ઘન મિટર પાણી છે. જે પાણી આગામી 2 વર્ષ સુધી 14 લાખ હેકટર જમીનમાં 10 લાખ ખેડૂતોને સિંચાઈ માટે મદદ કરશે. 7 મહાનગર પાલિકા, 165 શહેરો, 9000 ગામોમાં રહેતી જનતાને પીવાનું પાણી પહોંચશે. હાલ નર્મદા ડેમના દરેક પાણીના ટીપામાંથી 3.25 કરોડ મિલીયન યુનિટીનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે જેની કિંમત 13.25 કરોડ રૂપિયા થાય છે.”

આ પણ વાંચોઃ Narmada Damની જળ સપાટી 138.68 મીટર, CM રૂપાણીએ કર્યાં નીરના ઈ-વધામણાં