Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > Narmada Damની જળ સપાટી 138.58 મીટરે પહોંચી, બંધ થયો છલોછલ

Narmada Damની જળ સપાટી 138.58 મીટરે પહોંચી, બંધ થયો છલોછલ

0
205
  • Narmada Damને રેવાના નીરથી છલોછલ ભરી PM  મોદીને જન્મદિવસની ભેટ અપાશે
  • આવનારા બે વર્ષ માટે પાણીના જથ્થાનો ખૂટે નહીં એટલો સંગ્રહ

વિશાલ મિસ્ત્રી રાજપીપળા : ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર (Narmada Dam) છલોછલ ભરાઈ ગયો.આ સિઝનમાં પ્રથમવાર ડેમ સંપૂર્ણ ભરાયો છે.હાલ નર્મદા ડેમની જળ સપાટી 138.58 મીટરે પહોંચી છે અને ગણતરીના કલાકમાં મહત્તમ 138.68 મીટરે પહોંચશે.

વિશાળ Narmada Dam છલોછલ ભરાઈ જતા નર્મદા નિગમના તમામ અધિકારીઓ સ્ટેન્ડ બાઈ નર્મદા ડેમ પર ગોઠવાઈ ગયા છે.આ સીઝનમાં પ્રથમવાર નર્મદા બંધમહત્તમ સપાટી પર પહોંચ્યો છે. ત્યારે ઉપરવાસમાંથી આવનારી પાણીની આવક પર તંત્ર વોચ રાખી રહ્યું છે.

આ પણ વાંચોઃ રાજપીપળા પાલિકા ચૂંટણી પહેલાં સોશિયલ મીડિયા વોર, “આયાતી” ઉમેદવાર સામે ખતરો?

ગુજરાતમાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા નહિ રહે

સરદાર સરોવર નર્મદા ડેમ (Narmada Dam)ની પાણીની સપાટી જાળવવા ફરી પાછા ડેમના દરવાજા ખોલાઈ શકે છે.નર્મદા ડેમ છલો છલ ભરાતા ગુજરાતમાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા નહિ રહે.

સરદાર સરોવર ડેમમાં પાણીની આવક 99630 ક્યુસેક છે પાણીની જાવક 3454 ક્યુસેક છે. રિવર બેડ પાવર ના 6 યુનિટ સતત ચાલતા 34,766 ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાઇ રહ્યું છે.

Narmada Damમાં પાણીનો જથ્થો 5534 મિલીયન ક્યુબીક મીટર

મુખ્ય કેનાલમાં 13500 ક્યુસેક પાણી છોડાય રહ્યું છે. હાલ સરદાર સરોવરમાં પાણીનો જીવંત જથ્થો 5534 મિલીયન ક્યુબીક મીટર થયો છે.એટલે આમ ચોક્કસ કહી શકાય કે આવનારા બે વર્ષ માટે આ નર્મદા બંધ માંથી પાણીનો જથ્થો ખૂટે નહીં એટલો સંગ્રહિત જથ્થો

આ પણ વાંંચોઃ BJPના પૂર્વ MP લીલાધર વાઘેલાનું નિધન, પાટણના પીંપળ ગામે થશે અંતિમ સંસ્કાર

છે.નર્મદા બંધને મા રેવાના નીરથી છલોછલ ભરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની ભેટ અપાશે.નર્મદા બંધ હાલમાં 99.99 ટકા ભરાઈ ગયો.

ત્રીજી વખત Narmada Dam સંપૂર્ણ ભરાયો

પીએમ મોદીએ 17 સપ્ટેમ્બર 2017ના રોજ સરદાર સરોવર નર્મદા ડેમ (Narmada Dam)નું લોકાર્પણ કર્યું હતું. ત્યારે ડેમને 138.68 મીટર સુધી સંપૂર્ણ ભરવામાં આવ્યો હતો. પીએમ મોદીના 70 માં જન્મદિવસ 17 મી સપ્ટેમ્બર 2020 ના રોજ ડેમ લોકાર્પણને 3 વર્ષ પૂર્ણ થશે ત્યારે પણ ડેમને 138.68 મીટર સુધી પૂર્ણ ભરવામાં આવશે.

આમ નર્મદા ડેમ લોકાર્પણ થયા બાદ ત્રીજી વખત સંપૂર્ણ ભરાશે.આગામી 17 મી સપ્ટેમ્બર 2020 ના રોજ ડેમને સંપૂર્ણ ભરી પીએમ મોદીને ગુજરાત સરકાર જન્મદિવસની અનોખી ભેટ આપશે. એ દિવસે CM રૂપાણી ગાંધીનગર ખાતે પોતાની ઓફિસ માંથી ઓન લાઈન અન્ય મંત્રીઓની હાજરીમાં નર્મદા નીરના વધામણાં કરી પૂજા અર્ચના કરશે.

બીજી બાજુ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે આવી નર્મદા નિરના વધામણાં કરી પૂજા અર્ચના કરશે એવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે.