Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > નર્મદા ડેમની સપાટીમાં છેલ્લા 24 કલાકમાં ઘટાડો

નર્મદા ડેમની સપાટીમાં છેલ્લા 24 કલાકમાં ઘટાડો

0
581

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં શુક્રવારે સવારથી ઘટાડો નોંધાઈ રહ્યો છે.હાલ નર્મદા ડેમના ઉપરવાસ માંથી પાણીની આવકમાં ઘટાડો થતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.ગુરુવારે નર્મદા ડેમની સપાટી 121.96 મીટર હતી જે શુક્રવારે સવારે 121,88મીટર નોંધાઈ છે.હાલ ઉપરવાસમાંથી માત્ર 2869 ક્યુસેક પાણીની આવક થતા 24 કલાકમાં ડેમની સપાટીમાં 9 સેમીનો ઘટાડો નોંધાયો છે.

હાલ ગુજરાતમાં સિંચાઇ માટે 15109 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.હાલ ડેમમાં 1690 MCM પાણીનો લાઇવ સ્ટોરેજ જથ્થો છે.ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો થવાના કારણે એક વર્ષ બાદ પહેલી વાર વીજ ઉત્પાદ શરૂ કરવામાં આવ્યું છે. ડેમમાં પાણીની આવક વધતા CHPHના ત્રણ ટર્બાઇન શરૂ કરાયા છે.પરંતુ આજથી ફરી ડેમની સપાટીમાં ઘટાડો થતા આવનારા દિવસોમાં જો આમને આમ ઘટાડો રહશે તો ફરી CHPH ના પાવર હાઉસ બંધ કરવાનો વારો આવશે.

હિમોફિલિયાના દર્દીએ પોતાના પ્રયાસોથી ગુજરાતની સિવિલ હોસ્પિટલોમાં હિમોફિલિયાની સારવાર શરૂ કરાવી