Gujarat Exclusive > The Exclusive > 80000 લાકડાના ટુકડાઓથી બન્યું નરેન્દ્ર મોદી અને હીરાબાનું ચિત્ર

80000 લાકડાના ટુકડાઓથી બન્યું નરેન્દ્ર મોદી અને હીરાબાનું ચિત્ર

0
115

અમદાવાદઃ આર. એસ. એસ.ના સામાન્ય કાર્યકરથી માંડી દેશના સફળ પ્રધાનમંત્રી સુધી પહોંચનારા ગુજરાતના એક સમયના સીએમ અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (narendra modi birthday) આજે 70મો જન્મદિવસ છે. તેમના જન્મદિવસે (narendra modi birthday) આમ તો તેઓ કોઈ ભેટ સોગાદ લેતા નથી, જોકે તેમને ચાહનારા જરૂરથી એ કોશિશ કરે છે, તેમની ભેટ નરેન્દ્ર મોદી સ્વીકારે.

મોદીના જન્મદિન નિમિત્તે વૂડન આર્ટમાંથી બનાવાયેલું ચિત્ર

સુરતમાં રહેતાં ત્રણ લોકોએ એક વર્ષની મહેનત બાદ એક ખાસ ચિત્ર તૈયાર કર્યું છે, જોકે આ ચિત્રની ખાસિયત એ છે કે તે 80000 લાકડાના ટુકડાઓમાંથી બનાવવામાં આવ્યું છે. આ ચિત્ર બનાવવા પાછળની ઉદ્દેશ મૈસુરના વુડન આર્ટ(wooden art)ને ફરીથી જીવંત કરવાનો છે.

આ પણ વાંચોઃ કમલમ ખાતે PM મોદીના જીવન ઝાંખી કરાવતું પ્રદર્શન ખુલ્લું મુકાયું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો માતૃ પ્રેમ કોઈનાથી છૂપો નથી, જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતાં, ત્યારે પોતાના જન્મદિવસે(narendramodi birthday) તમામ સિક્યુરિટીને કોરાણે મૂકી માતાના આશીર્વાદ લેવા જતાં હતાં, પીએમ બન્યા ત્યારે અને ત્યાર બાદ પણ જ્યારે પણ ગુજરાત તેઓ આવે છે ત્યારે હીરા બાને અચૂક મળવા જાય છે. ત્યારે આજે તેમનો જન્મદિવસ (narendra modi birthday) છે, ત્યારે એક ખાસ ચિત્ર બનાવાયું છે.

ચિત્ર કેટલા સમયગાળામાં બન્યું

દેશના અલગ અલગ 24 કલાકારોએ છેલ્લા 12 મહિનાથી મહેનત કરીને વૂડ ઈન લે આર્ટ (wooden in lay art) તૈયાર કર્યું છે. 5 ફૂટ ઊંચું અને 7 ફૂટ પહોળું આ ચિત્ર બનાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ આ આર્ટને જીવંત રાખવાનો છે.

જાણો ચિત્ર સાથે જોડાયેલાઓને

ભાનુપ્રકાશ(Bhanuprakash), વિશાલ કસુંદરા (Vishal kasundara) અને મેહુલ ભીમાની (Mehul Bhimani)એ સાથે મળીને માતૃપ્રેમ દર્શાવતું આ ચિત્ર તૈયાર કરાવ્યું  છે. આ ચિત્રમાં 10 હજાર પ્રકારના લાકડાના અલગ અલગ પ્રકારના ટુકડાઓ ચોંટાડીને તૈયાર કરવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી (narendramodi birthday) અને તેમના માતા હીરાબાના પ્રેમને આબેહૂબ વ્યક્ત કરતું આ ચિત્ર 80 હજાર અલગ અલગ લાકડાના ટુકડાને જોડવામાં આવ્યાં છે. આ લાકડાના ટુકડા એવી રીતે એક બીજા સાથે જોડવામાં આવ્યા છે કે નરેન્દ્ર મોદીના કપડા અને હીરા બાની સાડી તથા ચહેરાની કરચલીઓ પણ આબેહૂબ દેખાય છે.

કેવી રીતે વિચાર આવ્યો

આ આર્ટ અંગે વિશાલ કાસુંદરાનું કહેવું છે કે એક વર્ષ અગાઉ અમે ત્રણ મિત્રોએ આર્ટને પ્રમોટ કરવા માટે એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. બેંગ્લોરમાં અમે ત્રણેય મળ્યા હતાં, જે અલગ અલગ ફિલ્ડમાં કામ કરતા હતાં.

કેટલા વર્ષ જૂની આર્ટ

લાંબી ચર્ચા બાદ અમે કર્ણાટકના મૈસૂરની ચારસો વર્ષ જૂની વુડન ઇનલે આર્ટ પધ્ધતિને ફરીથી જીવંત કરવાનું નક્કી કર્યું હતું. જેને પ્રોત્સાહન કરવા માટે અમે માતૃપ્રેમ વિષય પર ચિત્ર બનાવવાનું નક્કી કર્યું, જેમાં નરેન્દ્ર મોદી અને તેમના માતાના હીરા બા વચ્ચેના માતૃપ્રેમને દર્શાવતું આ વર્ક તૈયાર કર્યું છે. આ આર્ટને દેશ અને દુનિયામાં સુધી પહોંચાડવાનો આજના દિવસનો અમારો ઉદ્દેશ છે.

આ પણ વાંચોઃ PM મોદી વિષે એક જ લેખકે 9 વર્ષમાં 3 ભાષામાં 29 પુસ્તકોનું કર્યું સર્જન

ભાનુ પ્રકાશે જણાવ્યું હતું કે, મૈસુરના વૂડન આર્ટને વૂડ ઈન લે આર્ટ કહેવામાં આવે છે. હાલ તે ધીમે ધીમે ભુલાઈ રહ્યું છે. 25 આર્ટીસ્ટો દ્વારા કામ કરીને એક વર્ષની મહેનતે નરેન્દ્ર મોદી અને તેમની માતાના પ્રેમને દર્શાવતું મધર આર્ટ તૈયાર કરાયું છે. આ ચિત્ર આવનારા 200 વર્ષ આવું ને આવું જ રહેશે. તેમાં કોઈ ફેરફાર નહી થાય
મયુર ભીમાનીએ જાણવ્યું હતું કે અમારી ઈચ્છા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ચિત્ર સ્વીકારે જેને કારણે મૈસુરની આ પ્રાચીન લુપ્ત થતી કળાને બચાવવામાં પીએમ અમારી મદદ કરી શકે. તેઓ કળાના પારખુ છે, જેથી અમને અને કળા બન્નેને ફાયદો થશે.