Gujarat Exclusive > દેશ-વિદેશ > Narendra Modi Birthday : 70માં જન્મદિને રાહુલ ગાંધી, રામનાથ કોવિંદ સહિતના દિગ્ગજોએ શુભેચ્છા પાઠવી

Narendra Modi Birthday : 70માં જન્મદિને રાહુલ ગાંધી, રામનાથ કોવિંદ સહિતના દિગ્ગજોએ શુભેચ્છા પાઠવી

0
344
  • PM નરેન્દ્ર મોદીનો આજે 70મો જન્મદિવસ
  • PM મોદીના જન્મદિને અનેક નેતાઓએ ટ્વિટ કરી શુભેચ્છા પાઠવી
  • ફિનલેન્ડના વડાપ્રધાન સના મારિને પણ અભિનંદન પાઠવ્યાં

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 70મો જન્મદિન (Narendra Modi Birthday) છે. તેઓને દેશ-વિદેશમાંથી અનેક શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર લોકો તેમની માટે દીર્ઘાયુ થવાની કામના કરે છે. ત્યારે આજે અનેક દેશના નેતાઓ દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. દેશભરમાંથી પણ ભાજપના અનેક કાર્યક્રમોનું આયોજન ચાલી રહ્યું છે. એવામાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના અનેક દિગ્ગજ નેતાઓએ જન્મદિનની શુભકામનાઓ પાઠવી છે.

રાહુલ ગાંધીએ શુભેચ્છા પાઠવી (Narendra Modi Birthday)

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરી વડાપ્રધાન મોદીને શુભેચ્છા (Narendra Modi Birthday) પાઠવતા લખ્યું કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી ને જન્મદિવસની શુભેચ્છા.”

 

અમિત શાહે શુભકામના પાઠવી

અમિત શાહે શુભકામના પાઠવતા લખ્યું કે, “રાષ્ટ્રસેવા અને ગરીબ કલ્યાણ પ્રત્યે સમર્પિત દેશના સર્વપ્રિય નેતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જીને જન્મદિનની શુભકામનાઓ. મોદીજીના રૂપમાં દેશના એક એવું નેતૃત્વ મળ્યું છે કે જેને લોક-કલ્યાણકારી નીતિઓથી વંચિત વર્ગને વિકાસની મુખ્યધારા સાથે જોડી અને એક મજબૂત ભારતની ઇંટ મૂકી.”

 

CRPF એ પણ પીએમ મોદીને જન્મદિનની શુભકામના પાઠવી છે (Narendra Modi Birthday)

‘માનનીય પ્રધાનમંત્રી જી, શ્રી નરેન્દ્ર મોદીને દળ તરફથી જન્મદિવસ (Narendra Modi Birthday) ની હાર્દિક શુભકામના. આપનું માર્ગદર્શન અને પ્રોત્સાહન અમારી રાષ્ટ્ર સેવાની પ્રતિબદ્ધતાને વધુ દ્રઢ કરે છે. રાષ્ટ્ર નિર્માણમાં દરેક સંભવ યોગદાન માટે અમે સંપૂર્ણ રીતે તત્પર અને કટિબદ્ધ છીએ.’

 

આ પણ વાંચોઃ PM મોદી વિષે એક જ લેખકે 9 વર્ષમાં 3 ભાષામાં 29 પુસ્તકોનું કર્યું સર્જન 

રાજનાથ સિંહે પણ શુભકામના પાઠવી

રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભકામના પાઠવતા પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વથી દેશને ઘણો ફાયદો થયો છે. તેઓ સતત ગરીબો માટે કામ કરી રહ્યાં છે. હું તેમના સારા સ્વાસ્થ્યની કામના કરુ છું.”

 

યોગી આદિત્યનાથે પણ શુભકામના પાઠવી

ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ટ્વવિટ કરીને પીએમ મોદીને શુભેચ્છા (Narendra Modi Birthday) પાઠવી છે. યોગી આદિત્યનાથે લખ્યું હતું કે, “અંત્યોદય થી રાષ્ટ્રોદયની સંકલ્પનાને સાકાર કરતા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની શુભકામના.”

 

રામનાથ કોવિંદે પણ શુભેચ્છા પાઠવતા ટ્વિટ કર્યું narendra modi birthday photo

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની હાર્દિક શુભકામના. આપે ભારતના જીવન-મૂલ્યો તેમજ લોકતાંત્રિક પરંપરામાં નિષ્ઠાનું આદર્શ પ્રસ્તુત કર્યું છે. મારી શુભેચ્છા અને પ્રાર્થના છે કે ઇશ્વર તમને સદાય સ્વસ્થ તેમજ ખુશ રાખે તથા રાષ્ટ્રને તમારી અમૂલ્ય સેવા પ્રાપ્ત થતી રહે.”

 

ફિનલેન્ડના વડાપ્રધાન સના મારિને અભિનંદન પાઠવ્યાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા (Narendra Modi Birthday) પાઠવતા ફિનલેન્ડના વડાપ્રધાન સના મારિને જણાવ્યું હતું કે, “બંને દેશોના સંબંધોને આગળ લઇ જવા માટે વધુ સંભાવના ઉપલબ્ધ છે. બંને દેશો નિયમો આધારીત આંતરરાષ્ટ્રીય સરહદનાં મોટા સમર્થક છે. ફિનલેન્ડ યુરોપિયન યુનિયન (ઇયુ) નું સક્રિય સભ્ય છે અને જુલાઈ મહીનામાં ભારત અને યૂરોપિય સંઘના દેશોની સમિટની સફળતામાં ભારત અને યુરોપિય સંઘના સંબંધો વિશ્વસનીય લાગે છે.”

પીએમ મોદીને લખેલા પત્રમાં મારિને જણાવ્યું હતું કે, “બંને દેશો પાસે તેમના સંબંધોને ક્રિયામાં ફેરવવાની તક છે. ફિનલેન્ડ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે આર્થિક, મુક્ત વેપાર અને ટકાઉ વિકાસ સહિતના માનવાધિકાર જેવાં ક્ષેત્રોમાં મજબૂત સહયોગનું સમર્થન કરે છે.”

આ પણ વાંચોઃ 70 વર્ષના થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીઃ એક સામાન્ય કાર્યકરની અસામાન્ય સફર