Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > PM મોદીના જન્મદિવસે 70 વર્ષ પૂર્ણ થતાં હોવાથી 70 આંક મુજબ જ કાર્યક્રમો થશે

PM મોદીના જન્મદિવસે 70 વર્ષ પૂર્ણ થતાં હોવાથી 70 આંક મુજબ જ કાર્યક્રમો થશે

0
125
  • 17 સપ્ટેમ્બર 2020 ના રોજ PM મોદી જીવનના 70 વર્ષ પૂર્ણ કરી 71માં વર્ષમાં પ્રવેશ કરશે
  • જન્મદિનની ઉજવણીના ભાગરૂપે ભાજપ દ્રારા ‘સેવા સપ્તાહ’ કાર્યક્રમ યોજાશે
  • પ્રદેશ યુવા મોરચા દ્વારા 70 સ્થળોએ રક્તદાન શિબિરો યોજવામાં આવશે

અમદાવાદ : આગામી 17 સપ્ટેમ્બર 2020 ના રોજ ગુજરાતના પનોતા પુત્ર, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમના પ્રેરણાદાયી જીવનના 70 વર્ષ (PM modi 70th birthday) પૂર્ણ કરી 71માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે. તેમના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે ભાજપ દ્રારા ‘સેવા સપ્તાહ’ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત તારીખ 14થી 20 સપ્ટેમ્બર સુધી વિવિધ સેવાકીય અને જનજાગૃતિના કાર્યો કરવામાં આવશે. નવાઇની વાત તો એ છે કે નરેન્દ્ર મોદીના જીવનના 70 વર્ષ પૂર્ણ કરતાં હોવાથી 70ના આંક પ્રમાણે જ તમામ કાર્યક્રમો યોજવામાં આવશે.

કોરોના મહામારી ચાલતી હોવાથી ભાજપે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની અલગ રીતે મતલબ કે સેવાકીય કાર્યો કરીને ઉજવણી કરવાનો નિર્ણય કર્યો છે. તે માટેના વિવિધ કાર્યક્રમો ઘડી કાઢ્યાં છે. ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજી તેમજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ ગુજરાતના તમામ જિલ્લા-મહાનગર-મંડલમાં ભાજપા કાર્યકર્તાઓ દ્વારા આ ‘સેવા સપ્તાહ’ કાર્યક્રમ યોજશે.

આ પણ વાંચોઃ શાળાઓ ખોલવા મામલે ગુજરાત સરકારની સ્પષ્ટતા, વાલીઓની ચિંતા હળવી

આ કાર્યક્રમના ભાગરુપે દરેક મંડળમાં ઓછામાં ઓછા 70 દિવ્યાંગોને કૃત્રિમ અંગ અને સાધન સહાય અપાશે. તો 70 ગરીબ ભાઈ-બહેનોને આવશ્યકતા અનુસાર ચશ્માનું વિતરણ કરવામાં આવશે. દરેક જિલ્લા મહાનગરમાં 70 સેવા વસ્તી તેમજ નોન કોવિડ હોસ્પિટલોમાં કોવિડ-19ની માર્ગદર્શિકા અનુસાર ફળ વિતરણ સહિતના સેવાકીય કાર્યો કરવામાં આવશે. આ ઉપરાંત પ્રવર્તમાન કોરોના વાયરસની પરિસ્થિતિને અનુલક્ષીને પ્રભાવિત 70 વ્યક્તિઓને જરૂરિયાત પ્રમાણે હોસ્પિટલનાં માધ્યમથી પ્લાઝમા ડોનેટ કરાવવામાં આવશે તેમજ પ્રદેશ યુવા મોરચા દ્વારા 70 સ્થળોએ રક્તદાન શિબિરો યોજવામાં આવશે.

પર્યાવરણ સંરક્ષણના સંકલ્પ સાથે ભાજપા કાર્યકર્તાઓ દ્વારા પ્રત્યેક બુથમાં વૃક્ષારોપણ કાર્યક્રમ થકી 70 વૃક્ષોનું વાવેતર તેમજ પ્રત્યેક ગ્રામ્ય જિલ્લાનાં 70 ગામોમાં, જિલ્લા કેન્દ્રોમાં અને મહાનગરોમાં 70 જાહેર સ્થળોએ સ્વચ્છતા કાર્ય કરીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્તિ અંગેનો સંકલ્પ લેવડાવાશે. તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાદાયી જીવન ઉપર આધારિત 70 જેટલા વેબિનારનું પણ આયોજન કરવામાં આવશે.

ઓછામાં ઓછાં 70 જેટલા જરૂરીયાતમંદોને સેવા આપવા સૂચના

રાષ્ટ્રીય કક્ષાથી રાજ્ય, જિલ્લા અને મંડળ કક્ષા સુધી સેવા કાર્ય થશે. વડા પ્રધાન મોદીના 70માં જન્મદિવસ નિમિત્તે દરેક વિભાગમાં ઓછામાં ઓછાં 70 જેટલા જરૂરિયાતમંદ લોકોની સેવા કરવાનો નિર્દેશ છે. જુદા જુદા સક્ષમ લોકો માટે શિબિર પણ યોજવામાં આવશે અને તેમને જરૂરી સાધનો આપવામાં આવશે.

આ પણ વાંચોઃ Corona Effect : રાજકોટ, સુરત, ખેડબ્રહ્મા, જુનાગઢમાં સ્વયંભૂ લોકડાઉન

ભાજપે ટ્વિટ કરીને માહિતી આપી છે કે, “ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ઉત્તર પ્રદેશના ગૌતમબુદ્ધ નગરના છપરૌલી ગામથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ (17 સપ્ટેમ્બર) ના શુભ પ્રસંગે 14 સપ્ટેમ્બર 2020નાં રોજ આયોજિત સેવા સપ્તાહ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે.”

17 સપ્ટેમ્બરના રોજ PM મોદીનો જન્મદિવસ

મહત્વનું છે કે, PM મોદીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ છે. દર વર્ષે PM મોદીના જન્મદિવસ નિમિત્તે (PM modi 70th birthday) ભાજપ સેવા સંબંધિત કાર્યોનું સંચાલન કરે છે.

આ પણ વાંચોઃ VIDEO : રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે NCP નેતા રેશમા પટેલની અટકાયત