Gujarat Exclusive > ગુજરાત > નાંદોદ MLA પી.ડી.વસાવાએ નુકસાનીનો સરવે કરી CM પાસે કરી વળતરની માંગ

નાંદોદ MLA પી.ડી.વસાવાએ નુકસાનીનો સરવે કરી CM પાસે કરી વળતરની માંગ

0
114
  • કરજણ-નર્મદા ડેમનું પાણી ભરાઈ જતા ઊભા પાકમાં નુકશાન, ખેડૂતો પાયમાલ
  • ખેડૂતોને પાક લોનનું વ્યાજ માફ કરી તાત્કાલિક વળતર ચૂકવોઃ કોંગ્રેસ

વિશાલ મિસ્ત્રી,રાજપીપળા: ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં મૂશળાધાર વરસાદને પગલે હતો લીલો દુકાળ પડ્યો છે, જેને કારણે ખેડૂતોની ખેતીનો અમુક પાક નિષ્ફળ ગયો હતો.અગાઉ લોકડાઉનને કારણે ખેડૂતો(Farmer)નો પાક ખેતરમાં પડ્યો પડ્યો સડી જતા એમને મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.

ખેડૂતોના ઊભા પાક પર નર્મદાનું પાણી ફરી વળ્યુ

હવે સરદાર સરોવર નર્મદા ડેમ (Sardar sarovar dam)ના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં વિપુલ માત્રામાં પાણી નર્મદા (Narmada)ડેમનું રૂલ લેવલ જાળવવા માટે નર્મદા નદીમાં રોજનુ લાખો ક્યુસેક પાણી છોડાયુ હતું, એનું પરિણામ એ આવ્યું કે નર્મદા નદીનું પાણી લોકોના ખેતરમાં ઘુસી ગયું, 4-5 દિવસ એ પાણી ખેતરમાં રહેતા કેળા, કપાસ, સહિત અનેક રોકડીયા પાકને મોટુ નુકશાન ગયું હતું.નર્મદા જિલ્લા સહિત અન્ય જિલ્લાના ખેડૂતોએ સરકાર સક્ષમ વળતરની માંગ કરી હતી.

આ પણ વાંચોઃ ખેડૂતોના 25,000 કરોડ ખંખેરવામાં BJP-વીમા કંપનીઓની મિલીભગત: ધાનાણી

કુલ 71 ગામોના સરવેનો રિપોર્ટ રૂપાણીને મોકલાયો

નર્મદા જિલ્લામાં પણ ખાસુ એવું નુકશાન થયું હતું.જેથી નાંદોદ MLA પી.ડી.વસાવા, નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેન્દ્ર વાળંદ સહિત અન્ય કાર્યકરોએ સર્વે હાથ ધર્યો હતો.એમણે નાંદોદ તાલુકાના 45, ગરુડેશ્વર તાલુકાના 8 અને તિલકવાડા તાલુકાના 18 ગામોમાં નુકશાનીનો સર્વે કરી રિપોર્ટ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને મોકલ્યો છે.

કુલ 3,103 હેક્ટર વિસ્તારમાં પાકને નુકસાન

નાંદોદ MLA પી.ડી.વસાવાએ જણાવ્યું હતું કે નાંદોદ તાલુકાના 45 ગામોમાં 2325 હેકટર, ગરુડેશ્વર તાલુકાના 8 ગામોમાં 277 હેકટર અને તિલકવાડા તાલુકાના 18 ગામોમાં 501 હેકટર મળી કુલ 3103 હેકટર વિસ્તારમાં કરજણ અને નર્મદા ડેમ માંથી છોડાયેલું પાણી ઘુસી જતા શેરડી, કેળા, કપાસ, દિવેલા, બાજરી, જુવાર, તુવેર, પપૈયા જેવા અનેક પાકોમાં પુષ્કળ નુકશાન થયું છે.

આ પણ વાંચોઃ નર્મદા: કોરોનાના કારણે સાઉન્ડ સિસ્ટમવાળા બેકાર, મદદ કરવા સરકારને અપીલ

આ ગામોના લોકોનું જીવન ખેતી પર નિર્ભર છે અન્ય કોઈ ધંધો નથી.ખેડૂતોને કફોડી હાલત માંથી ઉગારવા સરકારે નુક્શાનીનું સર્વે હાથ ધરી વહેલી તકે વળતર આપવા અને પાક ધિરાણ પર વ્યાજ માફ કરવા મેં ગુજરાતના મુખ્યમંત્રીને રજુઆત કરી છે, જગતનો તાત હાલ મુશ્કેલીમાં છે ત્યારે એની મદદે સરકારે આવવું જોઈએ.