Gujarat Exclusive > દેશ-વિદેશ > જેલમાંથી બહાર આવી રાજીવ ગાંધીની હત્યાની દોષી નલિની, દીકરીના લગ્ન માટે મળ્યા જામીન

જેલમાંથી બહાર આવી રાજીવ ગાંધીની હત્યાની દોષી નલિની, દીકરીના લગ્ન માટે મળ્યા જામીન

0
787

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા મામલે દોષી નલિની શ્રીહરન જેલમાંથી બહાર આવી ગઇ છે, તેને મદ્રાસ હાઇકોર્ટે 30 દિવસના જામીન આપ્યા છે. નલિનીએ પોતાની દીકરીના લગ્નની તૈયારી માટે મદ્રાસ હાઇકોર્ટ પાસે 6 મહિનાના જામીન માંગ્યા હતા.

રાજીવ ગાંધી હત્યાકાંડની દોષી નિલીની આજીવન કેદની સજા ભોગવી રહી છે અને ઘણા લાંબા સમયથી જેલમાં બંધ છે. દીકરીના લગ્ન માટે તેને જામીન માંગ્યા હતા. કોર્ટે તેના જામીનની માંગ 5 જુલાઇએ સ્વીકાર કરી લીધી હતી.જોકે તેને માત્ર 30 દિવસના જ જામીન મળ્યા છે. નલિનીની દીકરી લંડનમાં રહે છે. નલિનીએ પોતાની દલીલમાં કહ્યું હતું કે દરેક દોષી 2 વર્ષની જેલની સજા બાદ એક મહિનાની સાધારણ રજાનો હકદાર હોય છે અને તેને છેલ્લા 27 વર્ષમાં એક પણ વખત રજા લીધી નથી.

આ પહેલા મદ્રાસ હાઇકોર્ટ નલિની શ્રીહરનની એક અરજી નકારી ચુક્યુ છે, નલિનીએ એક અરજીમાં તમિલનાડુ રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતને દોષીઓને છોડવાના આદેશ આપવાની માંગ કરી હતી. શ્રીહરને તમિલનાડુ સરકારના 2018ના નિર્ણયના આધાર પર તમામ દોષીઓને છોડવાની માંગ કરી હતી. બીજી તરફ હાઇકોર્ટે શ્રીહરનની અરજી નકારતા કહ્યું કે તે રાજ્યપાલને કાર્યવાહી કરવાનો આદેશ આપી શકતા નથી.

1991થી જેલમાં બંધ છે નલિની

મહત્વપૂર્ણ છે કે ચેન્નાઇ પાસે એક ચૂંટણી રેલીમાં રાજીવ ગાંધીને મળવા દરમિયાન લિટ્ટા સંગઠનની આત્મઘાતી હુમલાખોર મહિલાએ ખુદને ઉડાવી દીધી હતી. તે બાદ તમામ સાત દોષી 1991થી જેલમાં બંધ છે. રાજીવ ગાંધી હત્યાકાંડ મામલે આજીવન કેદની સજા કાપી રહેલા સાત દોષીઓમાં પેરારીવલન,મુરૂગન, નલિની, શાંતન, રવિચંદ્રન, જયકુમાર અને રોબર્ટ પાયસ સામેલ છે. આ તમામ 21 મે, 1991થી પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા મામલે જેલમાં બંધ છે.

બીજી તરફ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા મામલે તમિલનાડુ સરકારે આજીવન કેદની સજા કાપી રહેલા 7 દોષીઓને છોડવા માટે મદ્રાસ હાઇકોર્ટને આશ્વાસન આપ્યુ હતું. ડીએમકે અધ્યક્ષ એમકે સ્ટાલિને કહ્યું હતું કે બંધારણની કલમ 161 હેઠળ સાતેયને છોડવાનો આગ્રહ કરવામાં આવી ચુક્યો છે.

ડેટા લીક યૂજર્સ સામે ખોટુ બોલાવાના આરોપમાં FB પર 5 અરબ ડોલરનો દંડ