Gujarat Exclusive > રાજનીતિ > મુસ્લિમોને પાકિસ્તાન નહી જવાની સજા મળી રહી છે: આજમ ખાન

મુસ્લિમોને પાકિસ્તાન નહી જવાની સજા મળી રહી છે: આજમ ખાન

0
378

સમાજવાદી પાર્ટીના (Samajwadi Party) નેતા આજમ ખાનને (Azam Khan) ફરી એક વખત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જેના કારણે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આજમ ખાને મૉબ લિંચિંગની (Mob Lynching) ઘટનાઓને લઈને પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, 1947 બાદ મુસ્લિમોને સજા મળી રહી છે. કશું પણ હોય, મુસ્લિમોને શિકાર બનવું પડ્યું છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે, આપણા પૂર્વજ પાકિસ્તાન કેમ ના ગયા?

આજમ ખાને સ્વતંત્રતા સમયનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, અમારા પૂર્વજો મૌલાના આઝાદ, જવાહરલાલ નહેરૂ, સરદાર પટેલ અને ગાંધીજીએ વાયદો કર્યો હતો. આથી જ તેઓ પાકિસ્તાન નહતા ગયા. આથી આ પ્રશ્ન તેમને જ પૂછવો જોઈએ.

આજમ ખાને મૉબ લિંચિંગની ઘટનાઓ પર દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું કે, આવી ઘટનાઓ અટકવી જોઈએ. સમગ્ર દેશમાં મુસ્લિમો સાથે આવી ઘટનાઓ ઘટી રહી છે. જણાવી દઈએ કે, બિહારના સારણમાં બેકાબૂ ભીડ દ્વારા ત્રણ લોકોની ઢોરમાર મારીને હત્યા કરવામાં આવી હતી. બેકાબૂ ભીડે ઢોર ચોરી કરવા આવ્યા હોવાની શંકાના આધારે તેમને બેરહેમીથી ફટકારતા ત્રણે જણના ત્યાંજ મોત નિપજ્યા હતા. જે બાદ દેશભરના અનેક લોકોએ આ ઘટનાને વખોડી હતી.

આજમ ખાન હાલ જમીન વિવાદમાં ફસાયા છે. યોગી સરકાર સતત તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરી રહી છે. તેમની પર ખેડૂતોની જમીન પચાવી પાડવાનો આરોપ છે. આજમ ખાન વિરૂદ્ધ અનેક ફરિયાદો દાખલ થઈ છે. હવે તેમની ધરપકડ થવાના ભણકારા વાગી રહ્યા છે.

પાર્ટીનો ટેકો મળ્યો
એક તરફ આજમ ખાન વિરૂદ્ધ તપાસ ચાલી રહી છે અને તેમની ધરપકડની તલવાર લટકી રહી છે, ત્યારે તેમની પાર્ટી તેમના સમર્થન માટે સામે આવી છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પાર્ટીના ધારાસભ્યો અને વિધાન પરિષદના સભ્યોની એક તપાસ કમિટી રચી છે, જે રામપુરના સાંસદ વિરૂદ્ધના આરોપોની તપાસ કરશે. આ તમામ આરોપેને પાર્ટીના પ્રવક્તાએ ફગાવ્યા છે.

સોનભદ્ર હત્યાકાંડ: પ્રિયંકા ગાંધીની પીડિતોને મળવાની જીદ, કહ્યું- ‘જેલ જવા તૈયાર’