Gujarat Exclusive > ગુજરાત > બોલેરો જીપચાલકે નુકસાનના પૈસા માંગ્યાં તો ટ્રક ડ્રાઇવરે ટ્રક નીચે કચડી હત્યા કરી

બોલેરો જીપચાલકે નુકસાનના પૈસા માંગ્યાં તો ટ્રક ડ્રાઇવરે ટ્રક નીચે કચડી હત્યા કરી

0
171
  • રિંગરોડ ટોલટેક્સ પાસે ચાર દિવસ અગાઉ બન્યો હત્યાનો બનાવ
  • પોલીસે છેક રાજસ્થાન જઈ ટ્રક ડ્રાઇવરને પકડ્યો
  • હત્યારાનો બચાવઃ મૃતકે મારો કોલર પકડતા મેં ટ્રક ભગાવતા તે કચડાયો

અમદાવાદ: રામોલ રિંગ રોડ પર ટોલટેક્સ (Toll tax) પર ચાર દિવસ અગાઉ બોલેરો જીપને અકસ્માત કરી નુકશાન કરનાર ટ્રક ડ્રાઈવર (Truck driver) પાસે જીપ ચાલકે પૈસા માંગ્યા હતા. ઉશ્કેરાયેલા ટ્રક ડ્રાઇવરે યુવકની ટ્રક નીચે કચડી હત્યા કરી નાંખી અને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ચોંકી ગયેલા પોલીસ અધિકારીઓએ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીને ગણતરીના દિવસોમાં રાજસ્થાન (Rajasthan)થી ઝડપી લીધો હતો.

આ પણ વાંચોઃ નિવૃત મહિલા પ્રોફેસરના બંગલોમાંથી તસ્કરો રૂ.10 લાખના દાગીના ચોરી ફરાર

વિવાદ ક્યાં થયો

ખેડા જીલ્લાના ફતેપુર ગામનો રહેવાસી રાજેશ રમેશ પરમાર (ઉં,32) તેના કાકાના દીકરા અલ્પેશ પરમાર જોડે બોલેરો જીપ લઈને ગત 5મીના રોજ મહેસાણા મકાઈ ડોડાની ડિલિવરી કરવા ગયો હતો. રામોલ (Ramol) રિંગરોડ ટોલટેક્સ પર સવારે 6.15 વાગ્યે વાહનોની લાંબી કતાર હોવાથી રાજેશ જીપ લઈને લાઈનમાં ઉભો હતો. તે સમયે આવેલી ટ્રકે રાજેશની જીપને પાછળથી ટક્કર મારતા 10 હજારનું નુકશાન થયું હતું.

આ પણ વાંચોઃ ગાંધીનગર ટીચર્સ યુનિવર્સિટી IITEમાં સામાન્ય ફી છતાં 50% જ બેઠકો ભરાઇ

બોલાચાલી કેમ થઈ

ટ્રક ડ્રાઈવર પાસે રાજેશે નુકશાન માંગતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ટોલટેક્સ કર્મચારીઓએ બન્નેને વાહનો આગળ લઈ વાતચીત કરવા જણાવતા રાજેશ જીપ આગળ લઈને પહોચ્યો અને સાઈડમાં ઉભી રાખી હતી. ટ્રક ચાલકને રોકવા રાજેશ રોડ પર ઉભો હતો. તે સમયે આવેલા ચાલકે પોતાના ટ્રક નીચે રાજેશને કચડી નાંખી તેની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. રામોલ પોલીસે મૃતક રાજેશના ભાઈ અલ્પેશની ફરિયાદ આધારે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ CM વિજય રૂપાણીનો દાવો: કોરોના કાળમાં પણ ગુજરાતની વિકાસકૂચ જારી

પોલીસે આરોપીને કેવી રીતે શોધ્યો

રામોલ પોલીસે ટ્રકના નંબર આધારે તેના માલિકની શોધખોળ કરી બિકાનેરમાં પૂછપરછ કરી હતી. તપાસમાં રાજેશની હત્યાં કરનાર ટ્રક ડ્રાઈવર ડુંગરપુર જિલ્લાનો રહેવાસી રામનિવાસ શ્રીરામદાસ સ્વામી (ઉં,23) હોવાનું ખુલ્યું હતું. રામોલ પિલસે રામનિવાસને ઝડપી લીધો અને પૂછપરછ હાથ ધરી હતી. આરોપીએ પોતાના બચાવ માટે પોલીસ સમક્ષ એવું કારણ આપ્યું કે, રાજેશ ટ્રકની ડ્રાઈવર સાઈડ પર ચડયો અને મારો કોલર પકડ્યો હતો.આથી પોતે ભાગવા માટે ટ્રક ભગાવી હતી. દરમિયાન રાજેશ રોડ પર પટકાતા તેની પર ટ્રકનું વ્હીલ ફરી ગયું હતું. રામોલ પોલીસે આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી પૂરાવા એકત્ર કરવાની તજવીજ શરૂ કરી છે.