Gujarat Exclusive > દેશ-વિદેશ > મુંબઈ પોલીસને મોટી સફળતા, દાઉદના ભત્રીજા રીજવાન કાસકરની ધરપકડ

મુંબઈ પોલીસને મોટી સફળતા, દાઉદના ભત્રીજા રીજવાન કાસકરની ધરપકડ

0
349

મુંબઈ પોલીસ દ્વારા અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભત્રીજા રીજવાન કાસકરની ખંડણી વસૂલવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ પોલીસના એક અધિકારીએ ગુરૂવારે 18 જુલાઈ જણાવ્યું કે, દાઉદના ભાઈ ઈકબાલ કાસકરના પુત્ર રીજવાન કાસકરની મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી બુધવાર રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. આ સમય રીજવાન દેશમાંથી ફરાર થવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

2 દિવસ પહેલા એક વિશ્વાસુની ધરપકડ

ક્રાઇમ બ્રાન્ચના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, બે દિવસ પહેલા જ મુંબઈ પોલીસે દાઉદ ગેંગના સભ્ય ફહીમ મચમચના વિશ્વાસુ અહમદ રઝા વઢારિયાની વસૂલીના એક કેસમાં ધરપકડ કરી હતી.

પૂછપરછમાં સામે આવ્યું રિઝવાનનું નામ

પોલીસ ઓફિસરે જણાવ્યું કે, પૂછપરછ દરમિયાન રીજવાનકાસકરનું નામ સામે આવ્યું હતું. જે બાદ માહિતીના આધારે પર એક ટીમ ગોઠવીને બુધવારે રાત્રે મુંબઈના એરપોર્ટ પર રીજવાનદેશ છોડીને ફરાર થાય તે પહેલા જ તેની ધરપકડ કરવામાં આવી હતી.

એહમદ દાઉદના હવાલાના કારોબારને સંભાળી રહ્યો હતો, જેની પણ બુધવારે ધરપકડ કરી હતી. જે બાદ તેને મુંબઈ પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. પોલીસ અનુસાર, એહમદ રઝા દાઉદ ઈબ્રાહિમના હવાલાના કારોબારને સંભાળી રહ્યો હતો.

જેલમાં છે રીજવાનના પિતા ઈકબાલ

ઉલ્લેખનીય છે કે, દાઉદ ઈબ્રાહિમના ભાઈ અને રીજવાનના પિતા ઈકબાલ કાસકર પણ જેલમાં છે. તેમની થોડા દિવસો પહેલા જ ખંડણીના કેસમાં ધરપકડ કરવમાં આવી હતી. જણાવી દઈએ કે, રિઝવાનની ધરપકડ કરીને મુંબઈ પોલીસે મોટી સફળતા મેળવી છે.

અયોધ્યા કેસમાં 31 જુલાઈ સુધી મધ્યસ્થતા, બીજી ઓગસ્ટે વધુ સુનાવણી