Gujarat Exclusive > દેશ-વિદેશ > મુંબઈમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું, અનેક ફ્લાઈટો રદ્દ

મુંબઈમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું, અનેક ફ્લાઈટો રદ્દ

0
352

દેશના આર્થિક પાટનગર મુંબઈમાં મૉનસૂને ધમાકેદાર વાપસી કરતા બે કલાક સુધી મુશળધાર વરસાદ વરસ્યો હતો, જેના પહલે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. મુંબઈ ઉપરાંત કાંઠા વિસ્તારના કોંકણ અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ, મુંબઈના PROએ જણાવ્યું કે, છેલ્લા 2 કલાકથી ભારે વરસી રહેલા ભારે વરસાદને પગલે અનેક ફ્લાઈટો તેના નિર્ધારીત સમય કરતા મોડી પડી રહી છે, તો 7 જેટલી ફ્લાઈટો રદ્દ કરવામાં આવી છે.


સ્થાનિક હવામાન વિભાગ દ્વારા ‘ઓરેન્જ એલર્ટ’
મુંબઈ સ્થિત સ્થાનિક હવામાન વિભાગે શુક્રવારે ઠાણ અને પૂણેમાં ઓરેન્જ એલર્ટ આપ્યું હતું. કેન્દ્રના પૂર્વાનુમાન પ્રમાણે, રાજધાની મુંબઈ ઉપરાંત ઠાણે અને રાયગઢમાં ભારે વરસાદની સંભાવના છે. અગાઉ 26 અને 28 જુલાઈ માટે પાલઘરમાં રેડ એલર્ટ આપવામાં આવી ચૂક્યું છે.


મુંબઈના માટૂંગા વિસ્તારમાં ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જુઓ વીડિયો

મુંબઈના અનેક વિસ્તારોમાં ગોઠણસમાં પાણી ભરાયેલા જોવા મળ્યા. માર્ગોસ રેલવેના પાટા અને નીચાણ ધરાવતા વિસ્તારો જળમગ્ન બની ગયા છે. પશ્ચિમ અને મધ્ય રેલવેની ઉપનગરીય લોકલ ટ્રેનો પર પણ અસર થઈ છે. પરેલ, દાદર, વડાલા, કુર્લા, સાયન, અંધેરી, સાંતાક્રુજ, ખાર, મલાડ જેવા વિસ્તારોમાં રોડ પર પાણી ફરી વળ્યા છે. જેને પગલે ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે.

ભારે વરસાદ બાદ બીએમસીના કર્મચારીઓ ઠેર-ઠેર પાણીનો નીકાલ કરતા જોવા મળ્યા.હવામાન વિભાગના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, 27 જુલાઈના રોજ ભારે વરસાદની આશંકાને પગલે લોકોને સતર્ક રહેવાનો આદેશ આપવામાં આવ્યા છે.

ગુજરાત વિધાનસભાનો ઐતિહાસિક રેકોર્ડ, મોડી રાત સુધી ચાલી ચર્ચા