Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > ધોનીના મેનેજરનો ખુલાસો, ધોની ભારત માટે હજુ ક્રિકેટ રમવા ઈચ્છે છે

ધોનીના મેનેજરનો ખુલાસો, ધોની ભારત માટે હજુ ક્રિકેટ રમવા ઈચ્છે છે

0
304

ભારત વર્લ્ડ કપથી બહાર થયા પછીથી જ મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃત્તિને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે. મીડિયામાં વહી રહેલા સમાચાર અનુસાર ક્રિકેટના કેટલાક દિગ્ગજો ધોનીને નિવૃત્તિ લેવાની સલાહ આપી રહ્યાં છે. જોકે, ધોનીનો નિવૃત્તિ લેવાનો કોઈ પ્રોગ્રામ નથી. આમ તેમના મિત્ર અને બિઝનેસ પાર્ટનર અરુણ પાંડેએ શુક્રવારે એક ઈંટરવ્યુ દરમિયાન કહ્યું હતુ. અરુણને જ્યારે ધોનીની નિવૃત્તિને લઈને પ્રશ્ન કરવામાં આવ્યો તો તેમણે કહ્યુ કે, ધોનીની હાલ નિવૃત્તિ લેવાની ઈચ્છા નથી, ભલે તેમના ભવિષ્યને લઈને અટકળો ચાલી રહી હોય. ભારત વર્લ્ડ કપમાં સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડથી મળેલી હાર બાદ ધોનીના ભવિષ્યને લઈને અટકળો વધી રહી છે. પાંડેએ કહ્યું કે, ‘ધોનીની હાલ નિવૃત્તિ લેવાની કોઈ યોજના નથી. તેમના જેવા મહાન ખેલાડીના ભવિષ્યને લઈને ચાલી રહેલી અટકળો ખૂબજ દુર્ભાગ્યપૂર્ણ છે.’ જણાવી દઈએ કે, પાંડેની આ પ્રતિક્રિયા વેસ્ટ ઈન્ડિઝ સામે થનારી સિરિઝના ટીમ સિલેકશન પહેલા આવી છે.

ધોનીના ભવિષ્યને લઈને સ્થિતિ સ્પષ્ટ થઈ જશે જ્યારે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમનો સિલેકશન થશે. પાંડે ઘણા લાંબા સમયથી ધોનીથી જોડાયેલો છે અને તેના બિઝનેસને પણ જુએ છે. વર્લ્ડ કપ પછી સિલેક્ટર્સ ભવિષ્યને લઈને વિચારી રહ્યાં છે તેવામાં 38 વર્ષના ખેલાડી ટીમમાં પ્રથમ પસંદ નહી હોય.

જણાવી દઈએ કે, ધોનીની નિવૃત્તિને લઈને અટકળો દિવસેને દિવસે વધતી જાય છે. તેમના પ્રશંસકો ઈચ્છે છે કે તેઓ રમવાનું ચાલુ રાખે. કેટલાક લોકો તેમની બેટિંગને લઈને પ્રશ્નો ઉઠાવી રહ્યાં છે. ધોનીની કેપ્ટનશીપમાં ભારતે બધા જ આઈસીસી ઈવેન્ટમાં જીત મેળવી છે. અરૂણ પાંડેની વાતોથી સાફ થાય છે કે ધોની હાલ ભારત માટે ક્રિકેટ રમવા ઈચ્છે છે.

ગુજ. યૂનિ. કુલપતિ હિમાંશુ પંડ્યા PM મોદીને પણ નથી ગાંઠતા, આપે છે બોગસ સંસ્થાઓને માન્યતા