Gujarat Exclusive > દેશ-વિદેશ > લોકસભાના 17, રાજ્યસભાના 8 સાથે કુલ 25 સાંસદ કોરોના પોઝિટિવ

લોકસભાના 17, રાજ્યસભાના 8 સાથે કુલ 25 સાંસદ કોરોના પોઝિટિવ

0
98

નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્ર(Monsoon) ના પ્રારંભ થતાં સાંસદો(Parliamentarian)નો ફરજિયાત (Mandatory) કોરોના ટેસ્ટ (Corona test)  કરાવવામાં આવ્યો તેમા કુલ 25 સાંસદો કોરોના પોઝિટિવ આવ્યા છે. પોઝિટિવ સાંસદોમાં લોકસભાના 17 અને રાજ્યસભાના આઠ સાંસદ છે. સૌથી વધારે ભાજપના 12 સાંસદો ચેપગ્રસ્ત છે. તેના પછી વાયએસઆર કોંગ્રેસના બે, શિવસેના, ડીએમકે અને આરએલપીના એક-એક સાંસદ પોઝિટિવ આવ્યા હતા.

સંસદમાં 12 સપ્ટેમ્બરે કરવામાં આવેલા ટેસ્ટમાં કુલ સાંસદો અને અધિકારીઓ તથા બીજા હોદ્દેદારો સાથે કુલ 56 જણા પોઝિટિવ આવ્યા છે. ભાજપની સાંસદ મીનાક્ષી લેખીએ પણ પોતે કોરોના પોઝિટિવ હોવાનું ટવીટ કર્યુ છે. લોકસભા અને રાજ્યસભા શરૂ થતા પહેલા જ નિયમ બનાવાયો હતો કે કુલ 785 સાંસદો અને કર્મચારીઓ થઈને 2,000 લોકોએ પરીક્ષણ કરાવવુ પડશે અને તેના પછી જ તેને ગૃહમાં પ્રવેશ મળશે.

લોકસભાના સભ્યોનું સંસદના ગૃહમાં 13 અને 14મી સપ્ટેમ્બરના રોજ પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ, એમ સૂત્રોએ જણાવ્યું હતું. તેમા ચેપગ્રસ્ત સાંસદોમાં એક ભાજપના સુકાંતા મજુમદારે ગઇકાલે જ તેમના પોઝિટિવ સ્ટેટસ અંગે ટવીટ કર્યુ હતુ. બાકીનાના પરિણામ પછી આવ્યા છે. કુલ 785 સાંસદોમાથી 200થી વધારે સાંસદ 65થી વધુ વયના છે, આ વયના લોકો માટે કોરોના એકદમ જોખમી માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં તૈનાત જવાનો સહિત કુલ 50 લોકો કોરોના પોઝિટિવ

અગાઉ સાત કેન્દ્રીય પ્રધાનો અને લગભગ 25 વિધાનસભ્યો અને સાંસદો આ રોગના સંપર્કમાં આવી ચૂક્યા છે. તેમા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ છે. તેમણે સંસદના સત્રનો પ્રારંભ પૂર્વે તેમની તબીબી ચકાસણી કરાવી હતી.

આ વખતનું સંસદીય સત્ર બધા કરતા અલગ છે અને તેમા એકદમ સાવધાની રાખવામાં આવી રહી છે. સંસદમાં સંસદીય કાર્યવાહી દરમિયાન પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટેની વ્યવસ્થા કરાઈ છે અને સંસદીય કાર્યવાહી દરમિયાન તેને જાળવવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો છે. સાંસદોની હાજરી પણ મોબાઇલ રજિસ્ટર દ્વારા લેવામાં આવી છે.

આ પણ વાંચોઃ લોકડાઉનના લીધે 29 લાખ કેસો અટકાવી શકાયાઃ ડો. હર્ષવર્ધન

ગૃહની બેઠકોને પોલીકાર્બન શીટથી અલગ પાડવામાં આવી છે. સરકારે આ સત્રના પ્રારંભ પહેલા જ બધા સભ્યોને કોરોના ટેસ્ટ કરાવવાની વિનંતી કરી હતી. સત્તાધીશ ભાજપના સૌથી વધારે સાંસદો કોરોના પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત ગૃહની કાર્યવાહી દરમિયાન પણ કોઇને કોરોના ન લાગે તેનું ધ્યાન રાખવા તકેદારી રાખવામાં આવી છે. હવે કોરોના પોઝિટિવ આવેલા સાંસદો સ્વાભાવિક રીતે હવે ક્વોરેન્ટાઇન થશે અને તે ગૃહની કાર્યવાહીમાં આગળ ભાગ નહી લઈ શકે તથા સંસદનું ચોમાસુ સત્ર ગુમાવશે.  આશ્ચર્યની વચ્ચે વિપક્ષ કોંગ્રેસનો એકપણ સાંસદ કોરોના પોઝિટિવ આવ્યો નથી.