Gujarat Exclusive > દેશ-વિદેશ > મુસ્લિમ ડિલિવરી બોયને જોઇને ગ્રાહકે કહ્યું- ઓર્ડર કેન્સલ કરો, Zometoએ જડબાતોડ જવાબ આપતા થઇ પ્રશંસા

મુસ્લિમ ડિલિવરી બોયને જોઇને ગ્રાહકે કહ્યું- ઓર્ડર કેન્સલ કરો, Zometoએ જડબાતોડ જવાબ આપતા થઇ પ્રશંસા

0
4996

ઓનલાઈન ફૂડ ડિલીવરી સર્વિસ આપતી કંપની Zomato ધાર્મિક ભેદભાવ અને કટ્ટરતા બતાવનારા ગ્રાહકનો શાનદાર રીતે મુકાબલો કર્યો છે. કંપનીની આ પહેલની સોશિયલ મીડિયા પર પ્રશંસા થઇ રહી છે. Zomatoના વખાણ કરતા લોકોમાં જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફ્રેન્સના નેતા ઉંમર અબ્દુલ્લા અને પૂર્વ મુખ્ય ચૂંટણી અધિકારી એસવાય કુરેશી જેવા દિગ્ગજો પણ શામેલ છે.

આ છે પૂર્ણ ઘટના

કંપનીએ પોતાના નેટવર્ક પર ભોજન પેકેટ પહોંચાડતા યુવકના ઘર્મને લઈને ગ્રાહકની ફરિયાદ સાંભળવાનો ઈનકાર કરી દીધો હતો.આ મામલો મધ્ય પ્રદેશના જબલપુરનો છે. અહી રહેતા અમિત શુક્લા નામના એક ગ્રાહકે Zomato માંથી ફુડ મંગાવ્યું હતું. જ્યારે શુક્લાએ જોયું કે ફુડ પહોંચાડનાર શખ્સ મુસ્લિમ છે તો તેણે Zomatoને અલગ ડિલિવરી બોયને મોકલવાનું કહ્યું હતું.

શુક્લાએ મંગળવારે (30 જુલાઈ)ની રાત્રે ટ્વીટ કર્યું કે, ‘અત્યારે Zomatoમાંથી ઓર્ડર કેન્સલ કર્યુ છે, તેમણે મારૂ ભોજન ગેર-હિન્દૂ વ્યક્તિના હાથે મોકલાવ્યુ અને કહ્યું કે તે તેને ના તો બદલી શકે છે કે ના તો ઓર્ડર રદ કરવા પર પૈસા પરત કરી શકે છે. મે કહ્યું કે તમે મારૂ ભોજન લેવા માટે બાંધી શકતા નથી. મારે પૈસા પરત નથી જોઇતા, માત્ર ઓર્ડર રદ કરો.’તેણે Zomatoના કસ્ટમર કેરથી કરવામાં આવેલી વાતચીતનો સ્ક્રીનશૉટ પણ મુક્યો હતો અને કહ્યું કે તે પોતાના વકીલ સાથે આ મામલે વાતચીત કરશે.

Zomatoએ આ ટ્વીટના જવાબમાં લખ્યું ‘ભોજનનો કોઈ ધર્મ નથી હોતો, ભોજન ખુદ જ એક ધર્મ છે.’ કંપનીએ ડિલિવરી બોય બદવાનો ઇનકાર કરી દીધો હતો.’ Zomatoના સંસ્થાપક દીપેન્દ્ર ગોયલે પણ ટ્વીટ કર્યું ‘અમે ભારતના વિચાર, અમારો શાનદાર ગ્રાહકો અને તેમના ભાગીદારોની વિવિધતા પર ગૌરવ છે. અમારા મૂલ્યોને કારણે જો અમારા બિઝનેસને નુકસાન થાય છે તો અમને તેનો અફસોસ નથી.’

ઉમર અબ્દુલ્લાએ Zomatoના વખાણ કરતા કહ્યું કે,‘ સમ્માન,મને તમારી એપ્લિકેશન પસંદ છે. આભાર’ જે તમે લોકોએ આ એપ્લિકેશનનું સંચાલન કરતી કંપનીને પસંદ કરવાનું કારણ આપ્યું. એસવાય કુરૈશીએ લખ્યું કે, ‘સલામ દીપેન્દ્ર ગોયલ, તમે ભારતની વાસ્તવિક તસવીર છો. અમને તમારા પર ગર્વ છે.’ સૂત્રો અનુસાર, ગોયલે કંપનીના સિદ્ધાતો અને મૂલ્યો પર ટકી રહેવા માટે સબંધિત ટીમની પ્રશંસા કરી હતી.

કેબિનેટ મીટિંગમાં PM નરેન્દ્ર મોદીના ઐતિહાસિક નિર્ણય, ખેડૂતો સહિત સામાન્ય લોકોને અનેક ફાયદા