Gujarat Exclusive > આપણી જરૂરિયાત > ટ્રાફિક નિયમ તોડ્યો તો હવે ભરવો પડશે 10 ઘણો વધુ દંડ, જાણો નવા નિયમની ખાસ વાતો

ટ્રાફિક નિયમ તોડ્યો તો હવે ભરવો પડશે 10 ઘણો વધુ દંડ, જાણો નવા નિયમની ખાસ વાતો

0
1434

મોટર વ્હીકલ (સંશોધન) બિલ 2019 લોકસભા પછી રાજયસભામાં પણ પાસ થઇ ગયુ છે. બિલમાં ટ્રાફિક નિયમોને તોડનારાઓ વિરૂદ્ધ કડક કાર્યવાહીની જોગવાઇ છે. દંડની રકમ 10 ઘણી વધારી દેવામાં આવી છે, એટલે કે હવે જો તમે બેદરકારી દાખવી તો ટ્રાફિક નિયમ તોડવા પર મોટી રકમ ચુકવવી પડી શકે છે.

લોકસભામાં મોટર વ્હીકલ સંશોધન બિલને ધ્વનિમતથી પસાર કરી દેવામાં આવ્યો હતો, જેની પર લાવવામાં આવેલા તમામ સંશોધનોને સદને ધ્વનિમતથી નકારી દીધા હતા. કેન્દ્રીય સડક અને પરિવહન મંત્રી નિતિન ગડકરીએ સંસદમાં કહ્યું કે સરકાર દરેક હાલતમાં રસ્તા પર દૂર્ઘટના પર લગામ લગાવવા માંગે છે.

આંકડા જણાવે છે કે અમારા દેશમાં દરેક વર્ષે આશરે દોઢ લાખ લોકોના રોડ અકસ્માતમાં મોત થાય છે. ટ્રાફિક નિયમો છતા મોટા ભાગના લોકો તેનું પાલન કરી શકતા નથી. પરિણામ મોત અને વિકલાંગતા હોય છે. ટ્રાફિક નિયમોનું પાલન મજબૂતીથી કરવામાં આવે, તેની માટે મોટર વ્હીકલ એક્ટ 1988માં બદલાવ કરી તેની પર સંસદની મોહર લગાવવામાં આવી છે. મોટર વ્હીકલ એક્ટમાં બદલાવ બાદ હવે વિવિધ પ્રકારના ટ્રાફિક નિયમોને તોડવા પર વધુ સજા થશે અને દંડ પણ ભરવો પડશે.

હેલ્મેટ વગર હવે 1000 રૂપિયાનો દંડ

દેશમાં સૌથી વધુ હેલ્મેટ વગર ટૂ વ્હીલર ચલાવવાની ઘટના સામે આવે છે. અત્યાર સુધી હેલ્મેટ વગર પકડાતા 100 રૂપિયાનો દંડ ભરવો પડતો હતો પરંતુ હવે રસ્તા પર હેલ્મેટ વગર પકડાયા તો સીધા 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે, સાથે જ નવા નિયમમાં ત્રણ મહિના માટે લાયસન્સ જપ્ત કરવાની જોગવાઇ છે.

લાયસન્સ વગરના ડ્રાઇવરે ચેતવુ પડશે

ટ્રાફિક પોલીસ સામે મોટી સંખ્યામાં લાયસન્સ વગરની ઘટના પણ રોજ સામે આવે છે. અથવા ચાલક પાસે લાયસન્સ નથી હોતું તો પછી પકડાતા કહે છે કે ઉતાવળમાં લાયસન્સ ઘરે જ ભૂલી ગયો. આવી ઘટનામાં અત્યાર સુધી કલમ 181 હેઠળ 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવતો હતો પરંતુ હવે લાયસન્સ વગર ડ્રાઇવિંગ પકડાતા 5000 રૂપિયાનો દંડ ભરવો પડશે.

યોગ્યતા વગર ઓવરસાઇઝ વાહન ચલાવવા પર 5000નો દંડ

આ સિવાય લાયસન્સ વગર અનધિકૃત વાહન ચલાવવા પર કલમ 180 હેઠળ પહેલા 1000 રૂપિયાનો દંડ લાગતો હતો, હવે 5000 રૂપિયા લાગશે. જ્યારે યોગ્યતા વગર ગાડી ચલાવવા પર કલમ 182 હેઠળ પહેલા 500 રૂપિયાનો દંડ ભરવો પડતો હતો, જે હવે વધીને 10 હજાર રૂપિયા કરી દેવામાં આવ્યો છે. આ સિવાય આ વખતે એક નવો કાયદો બન્યો છે. ઓવરસાઇઝ વાહન ચલાવવા પર કલમ 182 બી હેઠળ 5000 રૂપિયાનો દંડ ભરવો પડશે.

ડ્રાઇવિંગ દરમિયાન ફોન પર વાત કરવા પર 5 હજાર રૂપિયાનો દંડ

ભારતમાં અવાર નવાર લોકો કાયદાને નજરઅંદાજ કરી ગાડી-બાઇક ચલાવતા ફોન પર વાત કરતા જોવા મળશે પરંતુ હવે આવુ કરવા પર ભારે દંડ ભરવો પડી શકે છે. ગાડી ચલાવતા સમયે મોબાઇલથી વાત કરતા પકડાયા તો પહેલા 1000 રૂપિયાનો દંડ ભરવો પડતો હતો પણ તેને વધારીને 5 હજાર રૂપિયા કરી દેવામાં આવ્યો છે.

સ્પીડમાં ગાડી ચલાવનારા હવે સાવધાન

ભારતમાં રોડ અકસ્માત માટે સ્પીડ એક મોટી સમસ્યા છે. અત્યાર સુધી નક્કી સીમાથી વધુ ગતિમાં ગાડી ચલાવવા પર કલમ 182 હેઠળ પહેલા 400 રૂપિયાનો દંડ લાગતો હતો પરંતુ હવે વજનની ગાડીઓ પર 1000 રૂપિયા અને મધ્યમ દરજ્જાના પેસેન્જર ગાડીઓ પર 2000 રૂપિયાનો દંડ લાગશે. બીજી તરફ ખતરનાક રીતે ગાડી ચલાવવા પર કલમ 184 હેઠળ પહેલા 1000 રૂપિયાનો દંડ લાગતો હતો, હવે 5 હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. ઝડપી ગાડી ચલાવવા અથવા રેસ પર કલમ 189 હેઠળ પહેલા 500 રૂપિયાનો દંડ ભરવો પડતો હતો હવે 5 હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે.

દારૂ પીને ગાડી ચલાવતા હવે 10 હજારનો દંડ

અવાર નવાર દૂર્ઘટના બાદ ખબર પડે છે ડ્રાઇવર દારૂના નશામાં હતો પરંતુ હવે દારૂ પીને ગાડી ચલાવવા પર કલમ 185 હેઠળ 10 હજાર રૂપિયા દંડ વસૂલવામાં આવશે. પહેલા દારૂ પીને ગાડી ચલાવતા પકડાવા પર 2000 રૂપિયાનો દંડ ભરવો પડતો હતો જેને હવે પાંચ ઘણો વધારી દેવામાં આવ્યો છે.

સીટ બેલ્ટ લગાવ્યા વગર ડ્રાઇવિંગ પર 1000 રૂપિયાનો દંડ

ડ્રાઇવિંગ દરમિયાન અવાર નવાર જાણી જોઇને લોકો સીટ બેલ્ટ નથી લગાવતા. હવે સીટ બેલ્ટ વગર રસ્તા પર પકડાતા કલમ 194 બી હેઠળ પહેલા 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે, પહેલા માત્ર 100 રૂપિયાનો દંડ હતો.

ટિકિટ વગર મુસાફરી કરવા પર હવે 500 રૂપિયાનો દંડ

અત્યાર સુધી તમે સરકારી બસોમાં ટિકિટ વગર મુસાફરી કરતા હો તો હવે ખબર રાખજો. હવે પકડાતા (કલમ-178) હેઠળ 500 રૂપિયાનો દંડ ભરવો પડશે, જ્યારે પહેલા ટિકિટ વગર 200 રૂપિયાનો દંડ ભરવો પડતો હતો.

સગીરના ડ્રાઇવિંગ પર કડક કાયદો

સગીરના ડ્રાઇવિંગ પર કાયકો વધુ કડક બની ગયો છે. હવે સગીર ડ્રાઇવિંગ કરતા પકડાયા તો ગાડીના માલિક દોષી ગણાશે. જે બાદ દંડ તરીકે 25000 રૂપિયા વસૂલવામાં આવશે અને 3 વર્ષની જેલની સજા પણ થઇ શકે છે.

બાઇક પર ઓવરલોડિંગ તો 2 હજાર રૂપિયાનો દંડ

ટૂ વ્હીલર વાહનોની ઓવરલોડિંગ પર કલમ 194 સી હેઠળ પહેલા 100 રૂપિયાનો દંડ ભરવો પડતો હતો હવે તેને વધારીને 2000 રૂપિયા કરી દેવામાં આવ્યો છે, સાથે જ ત્રણ મહિના માટે લાયસન્સ રદ કરી દેવામાં આવશે, માટે હવે ટૂ-વ્હીલર પર 2 લોકો સવારની ટેવ પાડવી પડશે.

મુસાફરી વાહનમાં ઓવરલોડિંગ પર ભારે દંડ

મુસાફરી વાહનમાં ઓવરલોડિંગ કરવા પર કલમ-194 એ હેઠળ પ્રતિ વધારાના મુસાફર 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે. વાહન માલિકના વાહનમાં ઓવરલોડિંગ પર કલમ-194 હેઠળ પહેલા 2000 રૂપિયા અને 1000 રૂપિયા પ્રતિ ટનના હિસાબથી દંડ હતો. તેને વધારીને 20 હજાર અને 2000 રૂપિયા પ્રતિ ટન કરી દેવામાં આવ્યો છે.

એમ્બ્યુલન્સનો રસ્તો રોકવા પર 10 હજાર રૂપિયાનો દંડ

એમ્બ્યુલન્સને રસ્તો આપી દેવો જોઇએ, જો જાણી જોઇને કોઇ એમ્બ્યુલન્સને રસ્તો નથી આપતા તો પછી હવે મોટો દંડ ભરવો પડી શકે છે. હવે એમ્બ્યુલન્સને રસ્તો ના આપવા પર કલમ 194 ઇ હેઠળ પ્રથમ વખત 10000 રૂપિયાના દંડની જોગવાઇ કરવામાં આવી છે.

ટ્રાફિક વિભાગનો આદેશ ના માનવા પર 2000 રૂપિયાનો દંડ

જોકે, સામાન્ય (કલમ-177) અને (નવી કલમ-177A) હેઠળ ટ્રાફિક નિયમ તોડવા પર પહેલા 100 રૂપિયાનો દંડ લાગતો હતો, હવે 500 રૂપિયાનો દંડ ભરવો પડશે. બીજી તરફ ટ્રાફિક વિબાગ સબંધિત અધિકારીઓને આદેશ ના માનવા (કમલ-179) પર પહેલા 500 રૂપિયાનો દંડ ભરવો પડતો હતો, હવે 2000 રૂપિયા લાગશે.

રોડ અકસ્માતમાં વળતરની રકમ વધી

ઇંશ્યોરન્સ વગર ગાડી ચલાવવા પર કલમ-196 હેઠળ પહેલા 1000 રૂપિયાનો દંડ લાગતો હતો, હવે તેને વધારીને 2000 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. હિટ એન્ડ રનના મામલે સરકાર 2 લાખ રૂપિયા અથવા તેનાથી વધુ વળતર મૃતકોના પરિવારજનોને આપશે, અત્યાર સુધી આ રકમ 25 હજાર હતી.

ઓટો કંપનીઓ પર શિકંજો

નવા એક્ટમાં નક્કી માનકથી ઓછુ એન્જિન બનાવવા પર ગાડી બનાવનારી ઓટો કંપનીઓ પર 500 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઇ છે. હવે ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા અથવા વાહનનું રજિસ્ટ્રેશન કરવા માટે આધાર કાર્ડ જરૂરી હશે. સરકારનું માનવુ છે કે દંડની રકમ ઓછી હોવાને કારણે લોકો ટ્રાફિકના નિયમનું પાલન કરતા નહતા.

મુસ્લિમ ડિલિવરી બોયને જોઇને ગ્રાહકે કહ્યું- ઓર્ડર કેન્સલ કરો, Zometoએ જડબાતોડ જવાબ આપતા થઇ પ્રશંસા