Gujarat Exclusive > દેશ-વિદેશ > ભારતમાં પ્રથમ વખત 24 કલાકમાં કોરોનાના 50 હજારથી વધુ કેસ પોઝિટિવ

ભારતમાં પ્રથમ વખત 24 કલાકમાં કોરોનાના 50 હજારથી વધુ કેસ પોઝિટિવ

0
142
  • દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 15.83 લાખને પાર

  • આંધ્ર પ્રદેશમાં 24 કલાકમાં 10 હજારથી વધુ કેસ નોંધાયા

  • કોરોનાથી અત્યાર સુધી દેશમાં 34,968 લોકોના મોત

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં જીવલેણ કોરોના વાઈરસ (Corona Virus) હાહાકાર મચાવી રહ્યો છે. દુનિયામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1.70 કરોડને પાર પહોંચી ચૂકી છે, જ્યારે 6.64 લોકોથી વધુ પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. ભારતમાં પણ કોરોનાના પોઝિટિવ કેસોમાં (Corona Positive Case) ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં પ્રથમ વખત 50 હજારથી વધુ કેસ સામે આવ્યા છે.

આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 52,123 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળામાં વધુ 775 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 15,83,792 પર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધી 34,968 લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા છે.

આ પણ વાંચો: કરદાતાઓને મોટી રાહત, ITR ફાઈલ કરવાની ડેડલાઈન ફરીથી વધી

જો દેશના વિવિધ રાજ્યોમાં 24 કલાકમાં સામે આવેલા કેસોની વાત કરીએ તો

→ આંધ્ર પ્રદેશમાં 10,093 નવા કેસ અને 65ના મોત
→ ઉત્તર પ્રદેશમાં 3,458 કેસ અને 41ના મોત
→ ઓડિશામાં 1203 કેસ નવા કેસ
→ છત્તીસગઢમાં 314 નવા કેસ, 4 ના મોત
→ આસામમાં 1348 નવા કેસ
→ ઝારખંડમાં 226 નવા કેસ
→ મધ્ય પ્રદેશમાં 917 કેસ અને 14ના મોત

આજ રીતે દેશના ટોપ-15 રાજ્યોમાં કોરોનાની સ્થિતિ જોઈએ તો…

 ક્રમ રાજ્ય કુલ એક્ટિવ કેસ કુલ કેટલા કેસ? કુલ કેટલા મરણ?
1 મહારાષ્ટ્ર 146433 400651 14463
2 કર્ણાટક 67456 112504 2147
3 દિલ્હી 10770 133310 3907
4 ગુજરાત 13535 59126 2396
5 આંધ્ર પ્રદેશ 63771 120390 1213
6 મધ્ય પ્રદેશ 8357 30134 843
7 રાજસ્થાન 10745 38964 650
8 તમિલનાડુ 57490 234114 3741
9 ઉત્તર પ્રદેશ 29997 77334 1530
10 તેલંગાણા 14663 58906 492
11 પંજાબ 4372 14946 361
12 પશ્ચિમ બંગાળ 19652 65,258 1490
13 બિહાર 15482 46080 278
14 જમ્મુ-કાશ્મીર 7749 19,419 348
15 હરિયાણા 6798 33631 26420