Gujarat Exclusive > દેશ-વિદેશ > દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 17.50 લાખને પાર, 24 કલાકમાં 853ના મોત

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 17.50 લાખને પાર, 24 કલાકમાં 853ના મોત

0
31

નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ 50 હજારથી વધુ નવા પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 54,736 નવા કેસ મળી આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 853 લોકોના મરણ નોંધાયા છે.

આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, નવા કેસ ઉમેરાવા સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 17,50,724 પર પહોંચી ચૂક્યો છે. જ્યારે 37,364 લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા છે.

આ સાથે રાહતની વાત એ પણ છે કે, દેશમાં કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. અત્યાર સુધી 11,45,630 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. જ્યારે હાલ દેશમાં કુલ 5,67,730 એક્ટિવ કેસો છે.

આ પણ વાંચો: કોંગ્રેસમાં યૂથ અને ઓલ્ડ બ્રિગેડ વચ્ચે મતભેદ! મનમોહન સિંહના સમર્થનમાં અનેક પૂર્વ મંત્રીઓ

કોરોનાથી સૌથી પ્રભાવિત મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 2,66,883 લોકો રિકવર થઈ ચૂક્યાં છે. છેલ્લા 24 કલાકમાં 10,725 લોકો કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ ચૂક્યાં છે. જ્યારે 1,49,520 લોકોની સારવાર ચાલી રહી છે. રાજ્યમાં અત્યાર સુધી 15,316 લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા છે.

જો તમિલનાડુના વાત કરીએ તો, અહીં 56,738 એક્ટિવ કેસ છે. જ્યારે 1,90,966 દર્દીઓ રિકવર થઈ ચૂક્યાં છે. અહીં છેલ્લા 24 કલાકમાં 7010 લોકો સ્વસ્થ થયા છે. જ્યારે 4034 લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા છે.

આજ રીતે દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો, અહીં સ્થિતિ સતત સુધરી રહી છે. દિલ્હીમાં હવે માત્ર 10,596 એક્ટિવ કેસ છે. જ્યારે 1,22,131 લોકો સ્વસ્થ થઈ ચૂક્યાં છે. શનિવારે જ 1201 લોકોએ કોરોનાને માત આપી છે. રાજધાનીમાં અત્યાર સુધી 3989 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

ઉત્તર પ્રદેશમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. અહીં 36,037 એક્ટિવ કેસ છે. આ ઉપરાંત 51,334 લોકો સ્વસ્થ થઈ ચૂક્યાં છે. રાજ્યમાં મૃતકોની સંખ્યા વધીને 1677 પર પહોંચી ગઈ છે.