Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાત વિધાનસભામાં વાંદરા ઘૂસ્યા, ધારાસભ્યો પર ખતરો

ગુજરાત વિધાનસભામાં વાંદરા ઘૂસ્યા, ધારાસભ્યો પર ખતરો

0
2749

હિતેશ ચાવડા, ગાંધીનગર: આજે ગુજરાત વિધાનસભાના મકાનમાં વાંદરા ઘુસી આવ્યા હતા. વિધાનસભાના 200 કરોડથી વધુનો ખર્ચ કરીને વિધાનસભાનું બિલ્ડિંગ એકાદ વર્ષ પહેલાં જ રીનોવેટ કરવામાં આવ્યું છે. પરંતુ અમુક જગ્યાએ પ્રવેશનો માર્ગ મળી જતાં આજે વાંદરાઓનું ટોળું વિધાનસભામાં ઘુસી આવ્યું હતું.

વિધાનસભાના બિલ્ડીંગમાં ઘુસેલું ટોળું અલગ અલગ જગ્યાએ ફરતું હતું. આ વાંદરા ટોળું અમુક સમયે આક્રમક મુદ્રામાં હોય છે અને એ સમયે માણસ પર હુમલો અને વસ્તુઓ તોડવાની પણ હરકતો કરતાં હોય છે , જો ઓફિસની અંદર ઘુસી જાય તો કમ્પ્યુટર અને અન્ય ઓફિસ સામગ્રીને પણ નુક્સાન પહોંચાડતા હોય છે.

ગાંધીનગરમાં વૃક્ષો ઓછાં થવાને કારણે અને પૂરતું ભોજન ન મળવાને કારણે આ વાંદરાંઓ હવે બિલ્ડિંગમાં ઘૂસતા હોય છે. આ વાંદરાંઓ વિધાનસભા સિવાય, જુના સચિવાલય અને MLA કવાટર્સમાં પણ અવાર નવાર જતાં હોય છે અને ભોજન લઈને ત્યાંથી ક્યાંક ભાગી જતાં હોય છે.

ગુજ. યૂનિ. કુલપતિ હિમાંશુ પંડ્યા PM મોદીને પણ નથી ગાંઠતા, આપે છે બોગસ સંસ્થાઓને માન્યતા