Gujarat Exclusive > દેશ-વિદેશ > મોઇન કુરૈશી કેસ: હૈદરાબાદના વેપારી સતીશ સનાની ધરપકડ

મોઇન કુરૈશી કેસ: હૈદરાબાદના વેપારી સતીશ સનાની ધરપકડ

0
348

દેશના ચર્ચિત મટનના નિકાસકાર મોઇન કુરૈશીના (Moin Qureshi) વિરૂદ્ધ ચાલી રહેલા મની લોન્ડ્રિંગ કેસ સંદર્ભે પ્રવર્તન નિર્દેશાલયે શનિવારે સતીશ બાબૂ સનાની ધરપકડ કરી છે.

આ અંગે EDના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, સતીશ સનાની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ તેમણે વધારે માહિતી આપવાનો ઈન્કાર કર્યો છે. સનાની દીલ્હીથી મની લોન્ડ્રિંગ અધિનિયમ અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે.

હૈદરાબાદી બિઝનેશમેન સના મટન નિકાસકાર મોઇન કુરૈશીનો વિશ્વાસુ માનવામાં આવે છે. આ મામલે તેની ભૂમિકા ત્યારે સામે આવી હતી, જ્યારે તેણે ગત વર્ષે ભ્રષ્ટાચાર કેસમાં મદદ કરવાના બદલ વરિષ્ઠ CBI અધિકારીઓ પર લાંચ લેવાનો આરોપ લગાવતી કલમ 164 અંતર્ગત પોતાનું નિવેદન આપ્યું હતું.

જણાવી દઈએ કે, સનાએ પોતાનું આ નિવેદન તત્કાલીન CBI નિર્દેશક આલોક વર્મા અને વિશેષ નિર્દેશક રાકેશ અસ્થાના વચ્ચે મતભેદ દરમિયાન આપ્યું હતું.

મુંબઈ વરસાદ: રેલવે ટ્રેક પાણીમાં ડૂબતા 2000 મુસાફરો ટ્રેનમાં ફસાયા, એરફોર્સની લેવાઈ મદદ