Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > ટી-20 શ્રેણી માટે મોહમ્મદ શમીને ના મળ્યા અમેરિકાના વિઝા, BCCIએ પત્ર લખવો પડ્યો

ટી-20 શ્રેણી માટે મોહમ્મદ શમીને ના મળ્યા અમેરિકાના વિઝા, BCCIએ પત્ર લખવો પડ્યો

0
1250

ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ક્રિકેટથી વધુ વિવાદને કારણે ચર્ચામાં રહે છે. શમીની પત્ની હસીન જહાં અવાર નવાર આરોપ લગાવતી રહે છે. પત્ની દ્વારા લગાવવામાં આવેલા આરોપોને કારણે શમી પર પોલીસ રેકોર્ડમાં અનેક કેસ દર્જ છે. શમી પર ઘરેલુ હિંસા અને વ્યાભિચાર જેવા આરોપ છે જેને કારણે અમેરિકાએ તેને વીજા આપવાનો ઇનકાર કરી દીધો છે. જોકે, બાદમાં બીસીસીઆઇએ આ મામલે વચ્ચે પડતા તેને વીજા મળ્યા હતા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સીઇઓ રાહુલ જોહરીએ યૂએસ એમ્બેસીને એક પત્ર લખ્યો હતો જે બાદ તેને વિઝા મળ્યા હતા.

રાહુલ જોહરીએ અમેરિકન એમ્બેસીને એક પત્ર લખીને દેશ માટે તેની સિદ્ધિ અને પત્ની હસીન જહાં સાથે તેના વૈવાહિક ઝઘડાનો પુરો પોલીસ રિપોર્ટ રજૂ કર્યા બાદ બંગાળના આ ફાસ્ટ બોલરને મંજૂરી મળી હતી. ભારતીય ખેલાડીઓને પી 1 શ્રેણી હેઠળ પોતાનો વીજા મળ્યો છે. આ શ્રેણી હેઠળ જો કોઇ ખેલાડી આંતરરાષ્ટ્રીય ટીમનો સભ્ય છે તો તેને અમેરિકા માટે શોર્ટ ટર્મ વીજા મળે છે. મહત્વપૂર્ણ છે કે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 3 ઓગસ્ટથી 3 મેચની ટી-20 સિરીઝ રમાશે, જેની પ્રથમ બે મેચ ફ્લોરિડામાં રમાશે.

બીસીસીઆઇ સૂત્રએ નામ ના જણાવવાની શરત પર જણાવ્યુ, ‘હાં, શમીના વીજા અરજીને શરૂઆતમાં અમેરિકન દૂતાવાસે નકારી દીધી હતી. જેમાં એમ કહેવામાં આવ્યુ કે તેનું પોલીસ રેકોર્ડ અધુરો છે. જોકે, હવે તેને સુલજાવી લેવામાં આવ્યો છે અને તમામ જરૂરી દસ્તાવેજોને યોગ્ય કરવામાં આવ્યા છે. સૂત્રએ જણાવ્યુ કે એક વખત વીજા અરજી નકારવામાં આવ્યા બાદ સીઇઓ રાહુલ જોહરીએ અનુરોધ પત્ર લખ્યો હતો, જેમાં શમીના કેટલાક વર્લ્ડકપમાં ભાગીદારી સહિત સિદ્ધિનો હવાલો આપ્યો હતો. મહત્વપૂર્ણ છે કે 2018ની શરૂઆતમાં શમી અને તેની પત્ની વચ્ચે વિવાદના સમાચાર આવ્યા હતા. બાદમાં હસીન જહાંએ તેની પર ઘરેલુ હિંસા અને વ્યાભિચારનો આરોપ લગાવ્યો હતો અને તેની વિરૂદ્ધ કોલકાતામાં એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી.

આ એક્ટ્રેસે એન્જિનિયરિંગ છોડી બૉલિવૂડમાં મુક્યો હતો પગ, પ્રથમ ફિલ્મથી જ મચાવી ધમાલ