Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > Royal Enfield Asura: બાઇકને મૉડિફાઇ કરી આપ્યો અસુર અવતાર! લુક અને સ્ટાઇલ જોઇ થશે ખરીદવાનું મન

Royal Enfield Asura: બાઇકને મૉડિફાઇ કરી આપ્યો અસુર અવતાર! લુક અને સ્ટાઇલ જોઇ થશે ખરીદવાનું મન

0
497

Royal Enfieldની બાઈક્સ મોડિફિકેશન માટે સૌથી સારી માનવામાં આવે છે. એક આવી જ મોડિફિકેશન મરાઠા મોટરસાઈકલ્સ દ્વારા કરવામાં આવી છે. તેની રોયલ એનફિલ્ડની બાઈકને એક અસુર એટલે કે, દેત્યનો લુક આપવામાં આવ્યો છે. ફ્રન્ટથી જોતા આ બાઈક કોઈ અસુર જેવી લાગે છે. તો આવો જાણીએ આ આકર્ષક અને મોડિફિકેશન બાઈક વીશે.

આ મોડિફિકેશનમાં Royal Enfield 500નો ઉપયોગ કરવમાં આવ્યો છે. જેનો લુક પૂર્ણ રીતે બદલી નાખવામાં આવ્યો છે. આ ફ્રન્ટમાં કસ્ટમ બિલ્ટ LED હેડલાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો છે સાથે તેમાં મોટા ફ્યૂલ ટેન્કનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેની ક્ષમતા 20 લીટરની છે. સીટ પર સારૂ કુશન આપવામાં આવ્યું છે જે લોંગ ડ્રાઈવ દરમિયાન આરામદાયક સફર પ્રદાન કરે છે.

આ બાઈકના ફ્રન્ટમાં અપ ફોર્ક અને પાછળના ભાગમાં મોનોશોક સસ્પેન્શન આપવામાં આવ્યું છે તેમાં ક્રુઝર સ્ટાઈલ ફુટ પેગ્સ અને ડ્રેગ સ્ટાઈલ હેન્ડલબાર આપવામાં આવ્યું છે જે બાઈકને અગ્રેસિવ લુક પ્રદાન કરે છે. સ્વીંગઆર્મનો કલ્ટ બિલ્ટ સિંગલ સાઈટ યૂનિટથી રિપ્લેસ કરવામાં આવ્યો છે સાથે આ બાઈકમાં ચેનની જગ્યાએ બેલ્ટનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જે આ ક્લાસિક લુક પ્રદાન કરે છે.

બાઈકમાં મરાઠા મોટરસાઈકલ્સના મોટા અને પહોળા ટાયરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે બાઈકના અસુર લુકને પૂર્ણ રીતે ફિટ બેસે છે. તેના ફ્રન્ટમાં 120/70 સાઈજ અને પાછળ ભાગમાં 240/45 સાઈજના ટાયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બાઈકની પાછળની સાઈડમા ટાયરની પાસે નંબર પ્લેટ આપવામાં આવી છે.

Maruti Ertiga નવા BS-6 એન્જિન સાથે થઇ લોન્ચ, આપશે વધુ માઇલેજ અને વધશે પરફોર્મન્સ