Gujarat Exclusive > દેશ-વિદેશ > Mob Lynching: PM મોદીને પત્ર લખનાર 49 હસ્તિઓ વિરૂદ્ધ ફરિયાદ

Mob Lynching: PM મોદીને પત્ર લખનાર 49 હસ્તિઓ વિરૂદ્ધ ફરિયાદ

0
984

બેકાબુ ભીડ દ્વારા હિંસા (Mob Lynching)ને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ને પત્ર લખનારા ફિલ્મી કલાકારો અને બુદ્ધિજીવીઓ વિરૂદ્ધ મુજફ્ફરપુલની એક અદાલતમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ફરિયાદ સુધીર કે ઓઝા નામના વકીલે મુજફ્ફરપુરના CJP એસકે તિવારીની કોર્ટમાં નોંધાવી છે, જેની સુનાવણી આગામી 3 ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે.

વકીલ સુધીરકુમાર ઓઝાની ફરિયાદમાં અભિનેત્રી અર્પણા સેન, અડૂર ગૌપાલ કૃષ્ણન, શુભા દુગ્ગલ, સુમિત્રા ચેટર્જી, રેવતી, કોંકણા સેન, શ્યામ બેનેગલ, મણીરત્નમ અને ઈતિહાસકાર રામચંન્દ્ર ગુહા સહિત 49 બુદ્ધીજીવીઓના નામ સામેલ છે.

 

કલાકારો અને બુદ્ધીજીવીઓના ઉદ્દેશ પર ઉઠાવ્યા સવાલ
સુધીર ઓઝાએ પોતાની ફરિયાદમાં મોબ લિંચિંગના મુદ્દે વડાપ્રધાન મોદીને પત્ર લખનાર કલાકારો અને બુદ્ધીજીવીઓ પર સંગીન આરોપ લગાવ્યા છે. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન મોદીને પ્રશ્ન પૂછનાર કલાકારોનો ઉદ્દેશ્ય દેશની છભી ખરડાવવાનો છે. પત્ર લખનારા લોકો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી ખરાબ કરવા માંગે છે. આ લોકોનો ઉદ્દેશ્ય દેશના ટૂકડા-ટૂકડા કરવાનો છે.

સેલેબ્સએ વડાપ્રધાનનો જવાબ માંગ્યો
જણાવી દઈએ કે, 25 જુલાઈના રોજ મોબ લિંચિંગની ઘટનાને લઈને દેશના 49 કલાકારો અને બુદ્ધીજીવીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે PM મોદીને જણાવ્યું હતું કે, માત્ર સંસદમાં મોબ લિંચિંગની નિંદા કરવાથી કામ નથી ચાલે. તેના વિરૂદ્ધ એક્શન લેવામાં આવે. આવા લોકો માટે આકરી સજાની જોગવાઈ હોવી જોઈએ. આવી રીતે હત્યા કરનારા લોકોને આજીવન કારવાસની સજા મળવી જોઈએ.

સરકારે ભ્રષ્ટ લોકોની મદદ માટે RTI એક્ટને નબળો પાડ્યો: રાહુલ ગાંધી