Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > નાના દુકાનદારોને મળશે મોટી ભેટ! મોદી સરકારે પૂરી કરી લીધી તૈયારી

નાના દુકાનદારોને મળશે મોટી ભેટ! મોદી સરકારે પૂરી કરી લીધી તૈયારી

0
1138

નાના દુકાનદારોને દર વર્ષે રજિસ્ટ્રેશનને રિન્યુઅલ કરાવવાના ઝંઝટથી છૂટકારો મળવાનો છે. CNBC આવાજના સૂત્રોથી મળતી જાણકારી અનુસાર કેન્દ્રની મોદી સરકાર દેશમાં વન ટાઈમ લાઈસન્સ આપવાની નીતિની ટૂંક સમયમાં જ જાહેરાત કરી શકે છે. આ હેઠળ એક વખત રજિસ્ટ્રેશન કરાવવા પર એક સાથે 10 વર્ષનું લાયસન્સ મળશે. હાલમાં અલગ-અલગ બિઝનેસ માટે અલગ-અલગ કાનૂન હેઠળ રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. તે માટે વન કન્ટ્રી-વન ટાઈમ રજિસ્ટ્રેશનની પોલિસીની જાહેરાત કરશે.

એલર્ટ! કાર અને બાઇક ખરીદનારાઓ માટે જરૂરી સમાચાર, સરકારે બદલી નાખ્યા નિયમ

મોદી સરકારની તૈયારી પૂરી

– હવે બિઝનેસ અને બિઝનેસ માટે વન ટાઈમ લાયસન્સ મળશે. આનો અર્થ સ્પષ્ટ છે કે, તમારે દર વર્ષે લાયસન્સ રિન્યૂ કરાવવું પડશે. એક વખત રજિસ્ટ્રેશન કરાવવા સંપૂર્ણ 10 વર્ષનો લાયસન્સ મળશે.

– વર્તમાન સમયમાં અલગ-અલગ બિઝનેસ માટે અલગ-અલગ કાયદા હેઠળ રજિસ્ટ્રેશન કરાવવું પડે છે.
– વર્તમાન કાયદા શોપ એન્ડ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટ ઉપરાંત લગભગ બે ડઝન રજિસ્ટ્રેશન કરાવવું પડે છે.
– એવામાં વ્યાપારીઓની મુશ્કેલીઓ વધી જાય છે. વ્યાપાર સરળ કરવા માટે સરકાર વન કન્ટ્રી-વન ટાઈમ રજિસ્ટ્રેશનની પોલીસીની જાહેરાત કરશે.
-વાણિજ્ય મંત્રાલયે નેશનલ રિટેલ ટ્રેડ પોલિસી હેઠળ નવી નીતિ ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ માટે શ્રમ મંત્રાલયને ભલામણ મોકલી છે. સાથે જ, શોપ એન્ડ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટમાં પરિવર્તન માટે ભલામણ મોકલવામાં આવી છે.

ખરીદદારોને મળી તાકાત, મોદી સરકારે આપ્યા પાંચ નવા શક્તિશાળી અધિકાર