Gujarat Exclusive > દેશ-વિદેશ > મોદી સરકારે પાછલા પાંચ વર્ષમાં એક કરોડથી વધારે વૃક્ષો કાપવાની આપી પરવાનગી

મોદી સરકારે પાછલા પાંચ વર્ષમાં એક કરોડથી વધારે વૃક્ષો કાપવાની આપી પરવાનગી

0
147

પર્યાવરણ મંત્રાલયે પાછલા પાંચ વર્ષમાં એક કરોડથી વધારે વૃક્ષો કાપવાની પરવાનગી આપી છે. પાછલી 26 જૂલાઈએ કેન્દ્ર દ્વારા લોકસભામાં આપવામાં આવેલી માહિતીથી આનો ખુલાસો થયો છે.

ભાજપા સાંસદ રવિ કિશન અને રાજીવ પ્રતાપ રૂડી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનના જવાબમાં પર્યાવરણ રાજ્ય મંત્રી બાબૂલ સુપ્રિયોએ જણાવ્યું કે, વર્ષ 204થી 2019 વચ્ચે પર્યાવરણ મંત્રાલયે વિકાસ કાર્યો માટે 1.09 કરોડ વૃક્ષ કાપવાની પરવાનગી આપી હતી.

આમાં સૌથી વધારે વર્ષ 2018-19માં 26.91 લાખ વૃક્ષ કાપવાની પરવાનગી આપવામાં આવી હતી. બાબુલ સુપ્રિયોએ કહ્યું કે, જંગલમાં આગ લગાવાના કારણે નષ્ટ થયેલ વૃક્ષોની માહિતી મંત્રાલય દ્વારા રાખવામાં આવી નથી.

સુપ્રિયોએ કહ્યું, વિભિન્ન કાયદાઓમાં નિર્ધારિત પ્રક્રિયા અનુસાર સક્ષમ અધિકારીઓની પરવાનગીથી વિભિન્ન વિકાસ કર્યો માટે વૃક્ષ કાપવામાં આવે છે જોકે, જંગલની આગના કારણે નષ્ટ થયેલ વૃક્ષોના આંકડા મંત્રાલય પાસે નથી.

સરકાર દ્વારા સંસદમાં આપવામાં આવેલ આંકડાઓ અનુસાર વર્ષ 201-4-15માં 23.30 લાખ, વર્ષ 2015-16માં 16.90 લાખ, વર્ષ 2016-17માં 17.01 લાખ અને વર્ષ 2017-18માં 25.50 લાખ વૃક્ષોને કાપવાની પરવાનગી પર્યાવરણ મંત્રાલય દ્વારા આપવામાં આવી.

સુપ્રિયોએ જણાવ્યું કે, પાછલા ચાર વર્ષોમાં 12 રાજ્યોને ગ્રીન ઈન્ડિયા મિશન હેઠળ 87113.86 હેક્ટર ભૂમિ પર વનીકરણ માટે 237.07 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

તે ઉપરાંત રાષ્ટ્રીય વનીકરણ કાર્યક્રમ હેઠળ, પાછલા ચાર વર્ષોમાં (2015-16થી 2018-19) દરમિયાન રાજ્યોને 94,828 હેક્ટરના નવા વિસ્તારમાં વૃક્ષ ઉગાડવા માટે 328.90 કરોડ રૂપિયાની રાશિ આપવામાં આવી છે.

જ્યારે, કોંગ્રેસે પાછલા પાંચ વર્ષમાં વૃક્ષ કાપવાના પક્ષ પર પર્યાવરણ રાજ્ય મંત્રી બાબૂલ સુપ્રિયો તરફથી લોકસભામાં આપેલ એક લેખિત ઉત્તરના હવાલો આપતા પાછલા શનિવારે આરોપ લગાવ્યો કે, મોદી સરકારે એક કરોડથી વધારે વૃક્ષ કપાવીને દેશના ભવિષ્ય સાથે છેડછાડ કર્યો છે.

પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કર્યો, “વૃક્ષ જીવન છે. વૃક્ષ ઓક્સીજન આપે છે. વૃક્ષ કાર્બન ડાયોક્સાઈડનું શોષણ કરે છે. વૃક્ષ પર્યાવરના રક્ષ છે. પરંતુ મોદી સરકારે પાછલા પાંચ વર્ષમાં 1,09,75,844 વૃક્ષ કપાવી નાંખ્યા.”

તેમને પ્રશ્ન કર્યો, “શું મોદી સરકાર ભવિષ્ય સાથે છેડછાડ કરી રહી છે?”

જોકે, પાછલા શુક્રવારે લોકસભામાં પ્રશ્નોના ઉત્તરમાં સુપ્રિયોએ કહ્યું હતુ કે, વિકાસ કાર્યો માટે એક વૃક્ષ કાપવાના બદલામાં તેની જગ્યાએ ઘણા બધા છોડવા લગાડવામાં આવ્યા છે.

જળ સંકટથી જજૂમી રહ્યું છે રાજસ્થાન, ગમે ત્યારે ખતમ થઈ શકે છે ભૂગર્ભજળ