Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > મોદી સરકારનો દાવો, 4 લાખ નોકરીઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ

મોદી સરકારનો દાવો, 4 લાખ નોકરીઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ

0
475

કેન્દ્ર સરાકરે પોતાના વિભિન્ન વિભાગોમાં પાછલા છ વર્ષો દરમિયાન ખાલી પદો પર ભરતીના સતત પ્રયાસોના કારણે ખાલી જગ્યાઓમાં ઘટાડો આવ્યાનો દાવો કર્યો છે. લોક ફરિયાદ તથા પેન્સન મંત્રાલયમાં રાજ્યમંત્રી ડો. જિતેન્દ્ર સિંહે ગુરૂવારે રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે, પાછલા છ વર્ષોમાં ખાલી પદોની જગ્યાઓ 16 ટકાથી ઘટીને 11 ટકા પર આવી છે.

સિંહે ખાલી પડેલી જગ્યાઓના આંકડાઓના હવાલાથી જણાવ્યું કે, 2013-14માં સ્વીકૃત પદોમાં ખાલી જગ્યાઓ 16.2 ટકા હતી. તે પછી આમાં સતત ઘટાડો આવ્યો અને 2014-15માં આ 11.57 ટકા થઈ ગયો. જ્યારે 2015-16માં આ 11.52 ટકા, 2016-17માં 11.36 ટકા રહ્યું.

તેમને જણાવ્યું કે, 2017-18માં કુલ ખાલી જગ્યાઓની સંખ્યા 6,83,823 હતી. આમાં મોટાભાગના પદ, રેલવે બોર્ડ, કર્મચારી પસંદગી આયોગ અને સંઘ લોકસેવા આયોગ દ્વારા ભરવાના છે. આમાંથી લગભગ અડધાથી વધારે એટલે કે, 4 લાખ ખાલી પડેલી જગ્યાઓને ભરવાની પક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.