Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > ગ્રાહકોને મળી તાકાત, મોદી સરકારે આપ્યા પાંચ નવા શક્તિશાળી અધિકાર

ગ્રાહકોને મળી તાકાત, મોદી સરકારે આપ્યા પાંચ નવા શક્તિશાળી અધિકાર

0
3923

હવે સાચા અર્થમાં ગ્રાહકોને કિંગ કહી શકાશે. ગ્રાહક પ્રોટેક્શન બિલ 2019 ગઈકાલે એટલે મંગળવારે લોકસભામાં પાસ થઈ ચૂક્યો છે. આ બિલમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે, જેનાથી ગ્રાહકોને સાચા અર્થમાં તાકાત મળવાની છે. આમાં એક ખુબ જ ખાસ જોગવાઈ ફરિયાદને ઉકેલવાને લઈને છે. નવા બિલમાં સેન્ટ્રલ કંઝ્યુમર પ્રોટેક્શન ઓર્થોરિટી એટલે સીસીપીએ બનાવવામાં આવશે. બિલમાં ની જોગવાઈ અનુસાર, આ સીસીપીએ એક રાષ્ટ્રીય સ્તરનું રેગ્યુલેટર હશે. આ કંઝ્યુમર મામલાને જોશે. જૂના બિલમાં આવા કાયદા નહતા. નવા કાયદામાં કટેલાક મહત્વપૂર્ણ પરિવર્તન કરવામાં આવ્યા છે.

ગ્રાહકોની ફરિયાદને ઝડપી દૂર કરવા માટે કરવામાં આવશે આ કામ

આમાં કંપનીઓના ભ્રામક જાહેરાતો વિરૂદ્ધ ફરિયાદ કરવાની જોગવાઈ છે. સેલિબ્રિટીઝને પણ જાહેરાત કરવા પહેલા હવે વિચારવું પડશે. તેમને પણ જાહેરાત માટે જવાબદાર માનવામાં આવશે. નવા કાયદામાં પ્રોજેક્ટ લાઈટબિલિટીનું ક્લોજ જોડવામાં આવ્યું છે. સીસીપીએને ખુબ જ શક્તિશાળી અધિકાર આપવામાં આવ્યા છે. તેમને ડીઝીની અધ્યક્ષતાવાળી એક વિંગ મળશે, તેમની પાસે તપાસ અને જપ્ત કરવાનો અધિકાર પણ હશે. નવો ગ્રાહક પ્રોટેક્શન બિલ કંઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1986ની જગ્યા લેશે. નવી જોગવાઈમાં ખતરનાક અને અસુરક્ષિત પ્રોડક્ટને રીકોલ કરવાનો ગ્રાહકને અધિકાર હશે.

કેબિનેટ મીટિંગમાં PM નરેન્દ્ર મોદીના ઐતિહાસિક નિર્ણય, ખેડૂતો સહિત સામાન્ય લોકોને અનેક ફાયદા

હવે ગ્રાહકને મળશે આ અધિકાર

1. ઓર્થોરોટી પાસે હશે તપાસ અને જપ્તીનો અધિકાર: આ હેઠળ ગ્રાહકો સંરક્ષણ ઓર્થોરિટીની સ્થાપના થશે, જેનું કાર્યલય દિલ્હીમાં થશે. જિલ્લા રાજ્ય સ્તર ફોરમની રચના કરવામાં આવશે. ઓર્થોરિટીમાં એક તપાસ શાખા પણ હશે, જેનો પમુખ એક મહાનિર્દેશક હશે. તપાસ શાખાને તપાસ અને જપ્તી કરવાનો અધિકાર પણ હશે.

2. ખરાબ સામાન પર વિક્રેતા અને નિર્માતા બંને ફસાસે: કોઈપણ ઉપકરણ અથવા સામાનની ખરાબી પર વિક્રેતા અને નિર્માતા બંને પર શિકંજો કસાસે. કોઈ ઉત્પાદનથી મોટી સંખ્યામાં ગ્રાહકોને નુકશાન પહોંચ્યુ છે તો ક્લોસ સૂટ એક્શન શરૂ કરવામાં આવશે. એટલે બધા જ ગ્રાહકો તરફથી કંપની પર કેસ ચાલશે. દંડની સાથે-સાથે ખરાબ વસ્તુ પણ પરત લેવી પડશે.

3. ખરાબ ઉત્પાદન વેચવા પર 5 વર્ષ સુધીની સજા થશે: જો ખરાબ અથવા ડિફેક્ટિવ ઉત્પાદનથી કોઈને પણ શારીરિક હાનિ અથવા મોત થાય છે તો આમાં વિનિર્માતા, સેવા પ્રદાન કરનાર અને વિક્રેતા ત્રણેયની જવાબદારી નક્કી થશે. આમાં થર્ડક્લાસ ઉપકરણોના ઉત્પાદન, આપૂર્તિ અને ખોટી રીતે આના વેચાણને લઈને કંપની પર શિંકજો કરવામાં આવશે.

એલર્ટ! કાર અને બાઇક ખરીદનારાઓ માટે જરૂરી સમાચાર, સરકારે બદલી નાખ્યા નિયમ

4. ગ્રાહકોની ફરિયાદની સુનાવણી વધારે લાંબી ચાલશે નહીં: ગ્રાહકો ફરિયાદની સુનાવણી લાંબી ચાલશે નહીં, જિલ્લા, રાજ્ય અથવા રાષ્ટ્રીય સ્તરમાં એક જ જગ્યાએ સુનાવણી થશે. ઉપરના સ્તર પર માત્ર નિર્ણય પર પુનવિચાર થઈ શકશે. ગ્રાહક અને આરોપી કંપની વચ્ચે સમજાવટ માટે પણ તંત્ર હશે, જેથી વિવાદોને સરળતાથી ઉકેલી શકે.

5. ભ્રામક જાહેરાત પર જેલ અને દંડ સંભવ: જાહેરાતમાં કોઈ ઉત્પાદનની ખોટી ગેરંટી આપવી અથવા દાવો કરવો મોંઘો પડશે. ભ્રામક જાહેરાત પર બે વર્ષ જેલ અથવા દસ લાખ દંડની જોગવાઈ છે. જાહેરાત કરનાર સેલિબ્રિટી પ દંડ થશે. કંપની અથવા વિક્રેતાની ખોટી ફરિયાદ પર 50 હજાર રૂપિયા સુધી દંડ થશે.

એક ઝાટકે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 30થી 35 રૂપિયાનો થઈ જશે ઘટાડો