Gujarat Exclusive > દેશ-વિદેશ > 70 વર્ષના થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીઃ એક સામાન્ય કાર્યકરની અસામાન્ય સફર

70 વર્ષના થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીઃ એક સામાન્ય કાર્યકરની અસામાન્ય સફર

0
178
  • પ્રજાના પ્રશ્નો દૂર કરીને દેશના PM બની શકાય છે તે પુરવાર કર્યુ છે  મોદીએ
  • હિમાલયમાં વસવાટની ઇચ્છા ધરાવતા મોદીના ભાગ્યમાં હિમાલયનું રક્ષણ 

અમદાવાદ, વિશાલ જાનીઃ જ્યારે પણ કોઈના માટે કંઇક કરી છૂટવાની ભાવના વિકસે છે ત્યારે તે વ્યક્તિમાં નરેન્દ્ર મોદી પ્રગટ્યો છે તેમ કહેવાય છે, બોલવામાં તો આ લાઇન ફિલ્મી ડાયલોગ લાગે છે પરંતુ આ જ બાબતને આધાર બનાવીને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra modi birthday) આ સ્તરે પહોંચ્યા છે. મોદીના જીવનનું ધ્યેય જ એ છે કે દરેક ભારતીય આત્મવિશ્વાસભર બને, ઉન્મુક્ત બને, આશાવાન બને. તેઓ પોતે નિરાશાને પસંદ કરતા નથી. તેથી તેમની આસપાસ નિરાશાને ફરકવા પણ દેતા નથી.Narendra modi birthday

તેઓ પોતે એકદમ ચુસ્ત શિસ્તબદ્ધ સૈનિક જેવુ જીવન જીવે છે. ગુરુવારે 70 વર્ષ (Narendra modi birthday) પૂરા કરનારા વડાપ્રધાન મોદીની ઊર્જા કોઈપણ યુવાનને શરમાવી દે તેવી છે. તેથી જ તો 2014ની ચૂંટણીમાં કોંગ્રેસના 44 વર્ષના પ્રમુખ રાહુલ ગાંધી ગણતરીની રેલીઓને સંબોધતા હાંફી ગયા હતા ત્યારે મોદીએ કદાચ ભારતના સંસદીય ઇતિહાસની સૌથી વધુ રેલીઓ સંબોધી હતી. તેઓએ ચૂંટણી વખતે દિવસની ચાર-ચાર રેલી સંબોધી હતી.

આ પણ વાંચોઃ દેશના વીર જવાનો સાથે પૂરી સંસદ એકસાથે એક અવાજે ઊભી છેઃ વડાપ્રધાન

જનસેવાની ભાવના પહેલેથી

જનસેવાની ભાવના ધરાવતા મોદી (Narendra modi birthday) એક સમયે હિમાલયમાં વસવાટની ઇચ્છા ધરાવતા હતા, પરંતુ તેમનું ભાગ્યમાં કદાચ હિમાલયમાં વસવાટ નહી પણ હિમાલયનું ચીન સામે રક્ષણ કરવાનું લખાયેલું હતું. તેથી જ તો રાજકીય પક્ષના સામાન્ય કાર્યકરથી વડાપ્રધાન પદ સુધીની અસામાન્ય સફર તે કાપી ચૂક્યા છે.

જાહેર જીવનમાં ભ્રષ્ટાચારનું એક પણ કલંક નહીં-birthday

વ્યક્તિગત જીવનને અત્યંત સાદગીસભર પણ સાફસૂફરુ રાખનારા મોદીની રાજકીય છબી પણ તેટલી જ ઉજળી છે, તેથી જ તો જાહેર જીવનમાં આટલા સમયગાળા છતાં પણ તેમના પર કોઈપણ પ્રકારના કૌભાંડનો આરોપ લાગ્યો નથી. હાલના સમયમાં કોર્પોરેટર જેવો રાજકારણી પણ ભ્રષ્ટાચારથી અળગો હોતો નથી ત્યારે એક સમૃદ્ધ રાજ્યના મુખ્યપ્રધાન તરીકે 14 વર્ષ સુધી રહવા છતાં પણ તેમની છબીને કોઈ ઉની આંચ આવી નથી. આજે પણ મોદીના ( Narendra modi birthday) હરીફો મોદી પોતે વ્યક્તિગત રીતે ભ્રષ્ટાચાર કરે તે માનતા નથી. મોદીના કટ્ટર હરીફ એવા શંકરસિંહ વાઘેલા પણ સ્વીકારે છે કે મોદી ભ્રષ્ટાચારી નથી.

લોકોનું જીવનધોરણ ઊંચુ લાવવાનું મોદીનું ધ્યેય

પણ સાદગીસભર જીવવાની ઇચ્છા ધરાવતા મોદી પોતે સમગ્ર દેશની પ્રજાનું જીવનધોરણે ઊંચું લાવવાનું ધ્યેય ધરાવે છે. તેમના જીવનનું ધ્યેય જ છે કે દરેક ભારતીયનું જીવનધોરણે ઊંચુ આવે. દરેક ભારતીય આત્મનિર્ભર બને, કોઈના પર આધારિત ન રહે. આજે સ્ટાર્ટઅપને તેમની સરકાર દ્વારા જે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે તેની પાછળનું આ જ કારણ છે.

આ પણ વાંચોઃ રાહુલ ગાંધીનો સરકાર પર કટાક્ષઃ પોતાનો જીવ જાતે બચાવો, PM મોર સાથે વ્યસ્ત

રાજકારણીની જેમ નહી સૈનિકની જેમ જીવે છે મોદી

મોદી પોતે ઊર્જાસભર અને ખૂબ જ કામ કરનારા છે અને આજે પણ દિવસના 18 કલાક કામ કરે છે. ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા ત્યારથી એટલે કે 19 વર્ષથી તેમણે એક દિવસની પણ રજા લીધા વગર કામ કર્યુ છે. તેથી જ તો તેમણે 2014ની ચૂંટણીમાં કહ્યું હતું કે મારા જેવો મજૂર નંબર-1 ભારતને નહીં મળે. આ રીતે તેમણે દેશના કરોડો મજૂરોની સાથે પોતાને જોડી દીધા હતા.

નબળાના સમર્થનમાં ઉતરવું મોદીની ખાસિયત

આરએસએસના પ્રચારકમાંથી મોદીને જ્યારે ભાજપમાં લાવવામાં આવ્યા ત્યારે હંમેશા નબળાને મજબૂત બનાવવાની ખાસિયત ધરાવતા મોદીએ (Narendra modi birthday) પોતાને લાવનારા શંકરસિંહ વાઘેલાનો હાથ છોડીને ગુજરાતના ભાજપના જૂના ખેલાડી કેશુબાપાનો હાથ ઝાલ્યો હતો. ગુજરાતમાં ભાજપને સૌપ્રથમ વખત અમદાવાદના શહેરમાં સત્તા મળી હતી તે પણ મોદીના લીધે મળી હતી. મોદીએ તેના પછી એક પછી એક સફળ રાજકીય સોગઠા ચાલીને 1989માં તો ભાજપને ગુજરાતના રાજકારણમાં મહત્ત્વનું ખેલાડી બનાવી દીધુ હતુ.

તેની સાથે-સાથે તેમણે ભાજપના પ્રમુખ બનેલા લાલકૃષ્ણ અડવાણી માટે સોમનાથથી અયોધ્યા સુધીની કૂચની યાત્રાનું સફળ આયોજન કરીને અડવાણીને રાષ્ટ્રીય રાજકારણના મહત્ત્વના ખેલાડી બનાવી દીધા હતા. 1995માં ગુજરાતમાં ભાજપને સત્તા મળી ત્યારે તેના પડદા પાછળના સુકાની મોદી હતા.

પડકારને ઝીલવા મોદીની ટેવ

આતંકવાદીઓએ જ્યારે 1991માં કાશ્મીર ખીણમાં ભારતીય ઝંડો ફરકાવવાનો પડકાર ફેંક્યો ત્યારે મોદીએ આ જ પડકાર ઝીલીને ત્યાં સુધીની કૂચ કરીને શ્રીનગરના લાલચોકમાં ઝંડો ફરકાવી બતાવ્યો હતો. કદાચ આતંકવાદને તેની જ ભાષામાં જવાબ આપવો તે મોદી ત્યારથી જ જાણી ગયા હતા. તેના લીધે મોદી (Narendra modi birthday) કદાચ આજે જમ્મુ-કાશ્મીરમાંથી 370ની નાબૂદી અને સિટિઝનશિપ અમેન્ડમેન્ટ બિલ જેવા આકરા પગલાંઓ લઈ શક્યા છે.Narendra modi birthday

આફતને અવસરમાં પલટવાની કુનેહ

તેમણે આફતને અવસરમાં પલટવાની જબરજસ્ત કુનેહ કેળવી છે. તેની સાથે રાજકારણના વિપરીત વલણોના પ્રવાહમાં સામા પ્રવાહે તરવાનું પણ તે શીખી ગયા છે. આના લીધે જ વિશ્વભરના મોટાભાગના નેતાઓએ નોટબંધી કર્યા પછી સત્તા ગુમાવી તેવો ઇતિહાસ છે, પણ મોદીએ તેનાથી વિપરીત અગાઉ કરતાં પણ વધારે બેઠકો જીતીને ભારતમાં કોંગ્રેસ સિવાય પ્રથમ વખત બીજા કોઈ પક્ષના નેતાએ બે-બે વખત કેન્દ્રમાં સરકાર બનાવી હોય તેવી સિદ્ધિ મેળવીને ઇતિહાસ સર્જ્યો હતો. આજે ભાજપ કેન્દ્રમાં બીજી વખત સત્તાના ફળ ચાખી રહ્યુ છે તે મોદીની મહેનતનું પરિણામ છે.

આ પણ વાંચોઃ ચીનની સાથે સરહદી વિવાદ અંગે મોદી સરકાર સંસદમાં આપી શકે છે નિવેદન

આજે પણ માતાને ભૂલ્યા નથી

આજે લોકો થોડી સફળતા મળે તો પણ માબાપને ઘરના ખૂણામાં મૂકી દે છે તો મોદી આટલા હોદ્દા પર પહોંચ્યા પછી પણ પોતાની માતા હીરાબા (modi mother)ને ભૂલ્યા નથી. તેઓ ગુજરાત આવેે ત્યારે અચૂક માને મળવા જાય છે અને તેના આશીર્વાદ લે છે. તેમના લગ્ન નાની વયે નક્કી થઈ ગયા હતા, તે સમયે તેમની ઉંમર નાની હતી અને તેમની મરજી વિરુદ્દ લગ્ન નક્કી થયા હતા, તેમના પત્નીનું નામ જશોદાબહેન (modi wife) છે. પણ તે લગ્નના બીજા જ દિવસે ઘર છોડીને નીકળી ગયા હતા. આજે પણ તેમના પત્ની વડાપ્રધાનના પત્નીનો દરજ્જો ધરાવે છે, પરંતુ મોદીએ અને તેમના પત્નીએ લગ્નજીવન ભોગવ્યું નથી.

જો કે મોદી આજે જે સ્થિતિ પર પહોંચ્યા છે તેના પર તેમની મા અને પત્ની બંનેને ગર્વ છે. તેમના પાંચ ભાઈઓ અને બે બહેન છે, પરંતુ આજે પણ તેમનામાંથી કે તેમના પુત્રોમાંથી (modi family) કોઈએ મોદીનું નામ વટાવ્યું નથી. નહીતર સામાન્ય રાજકારણીનો દૂરનો સગો (PM narendra modi family) પણ ફાંકા રાખીને ફરતો હોય છે.

દેશના ગામડે-ગામડે વીજળી જ નહી ઇન્ટનેટ પહોંચાડવાનું પણ ધ્યેય

ગુજરાતમાં શાસન દરમિયાન તેમણે ગામડે-ગામડે વીજળી પહોંચાડીને ઇતિહાસ રચી દીધો હતો. પહેલા એવું મનાતું હતું કે ગામડા સુધી તો વીજળી જાય જ કેવી રીતે. ગામડાવાળા તો બિલ જ ભરે જ નહી. તેઓ મફતમાં વીજળી ઉપયોગમાં લે તેનું બિલ કોણ ભરે.

મોદીએ આ બધી અટકળોથી વિપરીત જઈને પણ ગામડાને 24 કલાક વીજળી પૂરી પાડી અને આજે ગુજરાતના મોટાભાગના ગામડા વિદ્યુતીકરણ પામ્યા છે. આજે તેઓ આ જ ધ્યેય દેશના દરેક ગામડા માટે ધરાવે છે. ગામડાને ફક્ત વીજળી જ નહી પણ ઇન્ટરનેટથી પણ તે જોડવા માંગે છે. તેમા પાંચ લાખ ગામડામાંથી દોઢ લાખ ગામડાને નેટથી જોડવાનું કામ પૂરુ થઈ ગયું છે.

અઠંગ રાજકારણી મોદી

મોદી પોતે પૂર્ણકાલીન અને અઠંગ રાજકારણી (Politician) છે. કદાચ વર્તમાન સમયમાં મોદી જેટલી ચીવટવાળા અને અભ્યાસુ રાજકારણીઓ બહુ ઓછા હશે. તેઓ દરેક બાબત માટે પૂર્વતૈયારી કરે છે. આ તૈયારી સાથે તેમની આગવી વાક્છટામાં તે બાબતોને લઇને તે રજૂઆત કરે છે ત્યારે હરીફોના છક્કા છૂટી જાય છે.

તેથી મોદીને સવાલ કરનારા રાજકારણીઓ જ નહી પરંતુ તેમને સવાલ કરનારા પત્રકારોએ પણ સારી એવી તૈયારી કરવી પડે છે.

આ પણ વાંચોઃ PM મોદીએ બિહારમાં પેટ્રોલિયમ સેક્ટરના ત્રણ પ્રોજેક્ટ રાષ્ટ્રને અર્પણ કર્યા

કોંગ્રેસના વંશ કે સિન્ડીકેટની સામે મોદી એકલા ભારે પડેNarendra modi birthday

આના કારણે કોંગ્રેસના વંશવાદ કે સિન્ડિકેટ રાજકારણની સામે લોકોને મોદીની જનસામાન્ય અપીલ વધુ અસર કરી જાય છે. સામાન્ય પ્રજાને મોદી પોતાનામાનો એક લાગે છે. તેના કારણે આ જ પ્રજા જરૂર પડે ત્યારે મોદીની આકરી ટીકા પણ કરે છે, પરંતુ છેવટે મત તેને આપી આવે છે. આના લીધે પરિસ્થિતિ એવી ઊભી થઈ ગઈ છે કે લોકસભા ચૂંટણીમાં દરેક બેઠક પર બીજો કોઈ ઉમેદવાર નહી પણ જાણે દરેક બેઠક પર પ્રજા પોતે જાણે નરેન્દ્ર મોદીને ચૂંટતી હોય તે રીતે મતદાન કરે છે.Narendra modi birthday

જનસંવાદ સાધવાનુ અદભુત કૌશલ્યNarendra modi birthday

આ સિવાય તેમની બીજી ખાસિયત એ છે કે તેઓ લોકો સાથે ઝડપથી જોડાઈ જાય છે. ભારતના નેતાઓમાં જોઈએ તો ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને અટલબિહારી વાજપેયી પછી લોકો સાથે જોડાઈ શકે, તેમની સાથે સંવાદ કરી શકે અને તેમની સાથે તાદાત્મ્ય સાધી શકે તેવો નેતા આપણને મળ્યો જ નથી, જે આજે આપણને મોદીના સ્વરૂપમાં મળ્યા છે.

જનસામાન્ય સાથે સંવાદ સાધવાની અદભુત કુનેહ મોદી પાસે છે. તેના લીધે તો લોકોએ મોદીને તેમના નોટબંધી અને જીએસટી જેવા નિર્ણય માફ કરીને પણ ફરીથી જીતાડ્યા હતા. હેપી બર્થડે મોદી જી. (Happy birthday modiji)Narendra modi birthday

Narendra modi birthday