Gujarat Exclusive > દેશ-વિદેશ > ફેસબુક પોસ્ટે લીધો 8 લોકોનો જીવ, બે મહિલા સહિત 30 લોકો પર ટોળાએ કર્યો હુમલો

ફેસબુક પોસ્ટે લીધો 8 લોકોનો જીવ, બે મહિલા સહિત 30 લોકો પર ટોળાએ કર્યો હુમલો

0
274

ઢાકા: બાંગલાદેશમાં બ્રિજ નિર્માણ માટે બાળકોના અપહરણ કરીને બલિ ચઢાવવાની સોશિયલ મીડિયા અફવા આગની જેમ ફેલાઇ ગઇ હતી. આ અફવાના કારણે ટોળાએ 8 લોકોની માર મારીને હત્યા કરી છે. પોલીસે આની જાણકારી આપી છે.

પોલીસ પ્રમુખ જાવેદ પટવારીએ કહ્યું કે મૃત્યુ પામેલાઓમાં 2 મહિલાઓ પણ શામેલ છે. તેમણે આ હત્યા પાછળનું મુખ્ય કારણ ફેસબુક મારફતે ફેલાવેલી એક અફવાને ગણાવ્યો છે.

પટવારીએ ઢાકાના પત્રકારોને કહ્યુ કે, “અમે આ 8 લોકોની હત્યાઓના મામલાની તપાસ કરી રહ્યાં છીએ. ટોળાએ જે લોકોને માર મારીને હત્યા કરી છે તેમાંથી કોઈ પણ બાળકોના અપહરણ કરનાર ન હતા.” અફવાને લઈને 30 અન્ય લોકો ઉપર પણ હુમલાઓ થયા હતા.

પટવારીએ કહ્યું કે, દેશના બધા જ પોલીસ સ્ટેશનને અફવાને પહોંચી વળવાનો આદેશ આપ્યો છે અને ઓછામાં ઓછા 25 યૂ-ટયૂબ ચેનલ, 60 ફેસબુક પેજ અને 10 વેબસાઈટોને બંધ કરી દેવામાં આવી છે.

પોલીસે કહ્યું કે, મૃતકોમાં બે બાળકોની માતા છે, એક બહેરો વ્યક્તિ પણ હતો.

પોલીસે કહ્યું કે અફવા ફેલાવવાના મામલામાં પાંચ લોકોની ધરપકડ થઈ છે. જે પૂલને લઈને અફવાહ ફેલાવવામાં આવી હતી તેનું નિર્માણ ગંગા નદીની એક મુખ્ય સહાયક નદી પદ્મા પર થઈ રહ્યું હતુ.

ડેટા લીક યૂજર્સ સામે ખોટુ બોલાવના આરોપમાં FB પર 5 અરબ ડોલરને દંડ