Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > મૉબ લિંચિંગ પર PM મોદીને પત્ર લખનાર વિરૂદ્ધ વધુ 14 હસ્તિઓ મેદાનમાં, અમદાવાદથી મોકલાયો પત્ર

મૉબ લિંચિંગ પર PM મોદીને પત્ર લખનાર વિરૂદ્ધ વધુ 14 હસ્તિઓ મેદાનમાં, અમદાવાદથી મોકલાયો પત્ર

0
295

તાજેતરમાં દેશના 49 બુદ્ધીજીવીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને મૉબ લિંચિંગની ઘટનાઓને વખોડી હતી અને સરકારને આ દિશામાં આકરા પગલા ભરવાની માંગ કરી હતી. જેના થોડા દિવસો બાદ 62 અન્ય બુદ્ધીજીવીઓએ મોબ લિંચિંગના મુદ્દે વડાપ્રધાન મોદીને લખેલા પત્રની આલોચના કરતા સરકાર પ્રત્યે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું. હવે વધારે 14 હસ્તિઓએ પત્ર લખીને સરકારને સમર્થન આપ્યું છે.

PM મોદીના ટેકામાં તાજેતરમાં લખેલ પત્રમાં પદ્મશ્રી સમ્માનિત ઈતિહાસકાર વિષ્ણુ પંડ્યા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર રહી ચૂકેલા કમલેશ જોશીપુરા અને કલ્પક ત્રિવેદી, પદ્મશ્રી સમ્માનિત કેન્સર સર્જન દેવેન્દ્ર પટેલ, વરિષ્ઠ પત્રકાર તરૂણ દાત્તાની અને મશહૂર નૃત્યાંગના સ્મિતા શાસ્ત્રીનું નામ પણ શામેલ છે. આ પત્ર અમદાવાદથી મોકલવામાં આવ્યો છે અને વિષ્ણુ પંડ્યાએ આ પત્રની પુષ્ટી આપી છે.

આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, 49 સેલિબ્રિટીઓએ PM મોદીને પત્ર લખીને દેશની શાંતિ ડહોળવાનો અને સાંપ્રદાયિક ભાવનાને બગાડવાનો પ્રયત્ન કર્યો છે. એક પત્ર અનુસાર વડાપ્રધાન સતત મૉબ લિંચિંગની ઘટનાઓ વિરૂદ્ધ પોતાની ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. આ સાથે જ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને આવી ઘટનાઓ રોકવા માટે આદેશ આપ્યા છે. એવામાં આ 49 સેલિબ્રિટીના પગલાથી લાગે છે કે, આ બુદ્ધીજીવી અથવા કલાકારે નકારાત્મક માનસિક્તાનું પ્રદર્શન કરી રહ્યા છે.

‘હમ તો ફકીર આદમી હૈ…! PM મોદીના અવાજમાં અમદાવાદના પોલીસનો TikTok વીડિયો વાયરલ