Gujarat Exclusive > દેશ-વિદેશ > મૉબ લિંચિંગ: અનુરાગ કશ્યપ સહિત 49 હસ્તીઓએ PM મોદીને લખ્યો પત્ર

મૉબ લિંચિંગ: અનુરાગ કશ્યપ સહિત 49 હસ્તીઓએ PM મોદીને લખ્યો પત્ર

0
322

મૉબ લિંચિંગની વધતી ઘટનાઓ વચ્ચે ફિલ્મ જગતની 49 હસ્તીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. પત્રમાં દેશમાં ભીડ દ્વારા લિંચગના વધતા ચલન પર ઉંડી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. પીએમ મોદીને લખેલા લેટરમાં મણિરત્નમ અદૂર ગોપાલકૃષ્ણન,રામચંદ્ર ગુહા, અનુરાગ કશ્યપ જેવી હસ્તીઓની સહી છે, તેમણે પીએમ મોદીને એક એવો માહોલ બનાવવાની માંગ કરી છે, જ્યાં અસહમતિને કચડવામાં ના આવે. આ હસ્તીઓએ કહ્યું કે અસહમતિ દેશને વધુ તાકાતવર બનાવે છે.

આ પત્રમાં લખવામાં આવ્યુ છે કે અમારૂ બંધારણ ભારતને એક સેક્યુલર ગણતંત્ર બનાવે છે, જ્યાં દરેક ધર્મ, સમૂહ, લિંગ, જાતિના લોકોનો બરાબરનો અધિકાર છે.

આ પત્રમાં માંગ કરવામાં આવી છે કે મુસ્લિમો, દલિતો અને બીજા લઘુમતીઓની લિંચિંગ રોકવામાં આવે. પત્રમાં નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના આંકડાના આધાર પર કહેવામાં આવ્યુ છે કે 1 જાન્યુઆરી, 2009થી લઇને 29 ઓક્ટોબર 2018 વચ્ચે ધર્મની ઓળખ પર આધારિત 254 ગુના દર્જ કરવામાં આવ્યા છે, આ દરમિયાન 91 લોકોની હત્યા થઇ છે અને 579 લોકો ઘાયલ થયા છે. પત્ર અનુસાર મુસ્લિમ જે ભારતની વસ્તીના 14 ટકા છે તે એવા 62 ટકા ગુનાના શિકાર બન્યા, જ્યારે ક્રિશ્ચયન, જેમની વસ્તીમાં 2 ટકા ભાગ છે તે આવા 14 ટકા ગુનાના શિકાર બન્યા છે. પત્રમાં કહેવામાં આવ્યુ છે કે આવા 90 ટકા ગુના મે 2014 પછી થયા હતા જ્યારે નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા હતા. પત્રમાં લખવામાં આવ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં લિંચિંગની ઘટનાની ટિકા કરી છે પરંતુ આ ઘણુ નથી. પત્રમાં લખવામાં આવ્યુ છે, ‘આવા ગુના કરનારાઓ વિરૂદ્ધ શું પગલા ભરવામાં આવ્યા છે, અમે આવો અનુભવ કરીએ છીએ કે ગુનાને બિન જામીન બનાવવામાં આવે અને દોષીતોને એવી સજા આપવામાં આવે જે યાદ રાખવામાં આવે. જ્યારે હત્યાના દોષીઓને પેરોલ વગર આજીવન કેદની સજા આપવામાં આવે તો લિંચિંગની ઘટના ઘટી શકે. અમારા દેશના કોઇ નાગરીકને ડર અને ખૌફમાં રહેવાની જરૂર ના હોય.’

ગટર સાફ કરતી વખતે ગુજરાતમાં 156 લોકોના મોત, દેશમાં 6 મહિનામાં થયા 50 કર્મીના મોત