Gujarat Exclusive > દેશ-વિદેશ > ઉત્તર પ્રદેશ: પીલીભીતમાં લોકોએ વાઘણને મોતને ઘાટ ઉતારી, વીડિયો વાયરલ

ઉત્તર પ્રદેશ: પીલીભીતમાં લોકોએ વાઘણને મોતને ઘાટ ઉતારી, વીડિયો વાયરલ

0
1902

ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને જોઈને સોશિયલ મિડિયામાં લોકો પોતાનો આક્રોશ ઠાલવી રહ્યાં છે.

આ અંગે ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે, ખુંખાર વાઘણે લોકો ઉપર હુમલો કર્યો હતો, જેમાં 9 લોકોને ઈજા પહોંચી હતી. આથી ગુસ્સે ભરાયેલા ગામના લોકોએ વાઘણને માર માર્યો હતો. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, લોકો લાકડીઓ વડે વાઘણ પર તૂટી પડે છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત વાઘણ ત્યાંથી નીકળવાનો પ્રયાસ કરે છે, જેને જોઈને ગામના લોકો ડરીને ભાગી ગયા હતા. ડો તે બાદમાં વાઘણ ત્યાં ફસડાઈ પડે છે અને ત્યાંજ તે પોતાના અંતિમ શ્વાસ લે છે.

આ ઘટનાની જાણ થયા બાદ, પીલીભીત ટાઇગર રિઝર્વના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વાઘણ દર્દથી રાતભર કણસતી રહી અને તડપી તડપીને આજે સવારે મોતને ભેટી હતી. હાલ તો પીલીભીત ટાઇગર રિઝર્વ ટીમે તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરશે. બીજી તરફ જિલ્લા અધિકારીએ આરોપી ગ્રામજનો વિરૂદ્ધ વનવિભાગને કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ આપી દીધા છે.

મોબ લિંચિંગ પર ‘લેટર વૉર’: PM મોદીને લખેલા પત્રના વિરોધમાં 61 હસ્તિઓનો ઓપન લેટર