Gujarat Exclusive > યુથ > મનોરંજન > ભારતીય સપનાને સાચા કરવાની વાર્તા, અક્ષય કુમારની ‘મિશન મંગલ’નું ટ્રેલર રિલીઝ

ભારતીય સપનાને સાચા કરવાની વાર્તા, અક્ષય કુમારની ‘મિશન મંગલ’નું ટ્રેલર રિલીઝ

0
634

15 ઓગષ્ટના રોજ અક્ષય કુમાર ‘મિશન મંગલ’ (Mission Mangal) લઈને આવી રહ્યા છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે વિદ્યા બાલન, તાપસી પન્નૂ, શરમન જોશી, કીર્તિ કુલ્હારી, સોનાક્ષી સિન્હા, નિત્યા મેનન, લીડ રોલમાં જોવા મળશે. ‘મિશન મંગલ’ને જગન શક્તિએ ડાયરેક્ટ કર્યું છે. ફિલ્મનું ટ્રેલર ગુરૂવારે રિલીઝ કરવામાં આવ્યુ હતું.

ફિલ્મ ‘મિશન મંગલ’ સત્ય ઘટના પર આધારીત છે. ‘મિશન મંગલ’માં બતાવવામાં આવ્યું છે કે, ભારતના બે સ્પેસ સાઈન્ટિસ્ટ રાકેશ ઘવન (અક્ષય કુમાર), તારા શિંદે(વિદ્યા બાલન) અને તેની ટીમે તેના પ્રથમ પ્રયત્નથી સેટેલાઈટને મંગળ પર મોકલીને સફળતા મેળવી હતી.

ફિલ્મના ટ્રેલરમાં શું છે

અક્ષય કુમારે ટ્રેલરને સોશિયલ મીડિયા પર શેર કરીને લખ્યું કે, આ એક સ્ટોરી જ નથી પરંતુ એક મિસાલ છે. તે અસંભવ સપનાને સંભવ કર્યું છે ભારતે. ફિલ્મના ટ્રેલરની શરૂઆત થાય છે બે મિનિટના કાઉન્ટડાઉનથી. તે બાદ અક્ષય કુમારનો અવાજ સંભળાય છે. રાકેશ ધવન (અક્ષય કુમાર) કહે છે કે, એક્સપેરિમેન્ટ નહીં કરો તો પોતાને સાઈન્ટિસ્ટ કહેવાનો કોઈ અધિકાર નથી. ત્યાર બાદ શરૂ થાય છે ‘મિશન મંગલ’ની શરૂઆત. આ એક એવુ મિશન છે જે પૂર્ણ થવાનો ચાન્સ ખાલી 1 ટકા હોય છે. સંસાધનોની કમી હોય છે. પરંતુ આ સપનાને દેશના નવા વૈજ્ઞાનિકોની ટીમે સાચુ સાબિત કરી બતાવ્યુ છે. આ સત્ય કહાનીને શાનદાર રીતે રજૂ કરવામાં આવી છે.