Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સોલાના ગોતા હાઉસિંગમાંથી સાત વર્ષની બાળકી ગુમ: પોલીસની સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ

સોલાના ગોતા હાઉસિંગમાંથી સાત વર્ષની બાળકી ગુમ: પોલીસની સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ

0
174
  • ગોતા હાઉસિંગ ખાતેથી 7 વર્ષની બાળકી ગુમ થતા પરિવારમાં ચિંતાનો માહોલ
  • સમગ્ર વિસ્તારમાં પોલીસ દ્વારા બાળકીને શોધવાના સઘન પ્રયાસો શરૂ
  • બાપુનગરમાં 11 વર્ષ અગાઉ ઘર પાસેથી 7 વર્ષની બાળકી ગુમ થઈ હતી

અમદાવાદ : સોલા વિસ્તારમાં આવેલા ગોતા હાઉસિંગ ખાતેથી 7 વર્ષની બાળકી ગુમ (Missing seven year old girl Ahmedabad) થઈ જતાં સોલા પોલીસે અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે સમગ્ર વિસ્તારમાં બાળકીને શોધવા પ્રયત્નો શરૂ કર્યા છે. પોલીસે કેટલાક લોકોની પૂછપરછ પણ હાથ ધરી છે.

2009માં બાપુનગરમાં થી ગુમ 7 વર્ષની બાળકીની લાશ ઘર પાસે આવેલી મ્યુનિસિપલ સ્કૂલના ટોઇલેટમાંથી મળી હતી. ઘટનાના 11 વર્ષ બાદ પણ બાળકીના રેપ વિથ મર્ડરના આ કેસના આરોપીનો પતો લાગ્યો નથી. જો કે સોલા પોલીસે ઘટનાના ગણતરીના સમયમાં બનાવની ગંભીરતાને ધ્યાને લઇ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ કોવિડ-19 દવાના બોક્સમાં દારૂની બોટલોની હેરફેર! 19 લાખનો દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું

સોલાના ગોતા હાઉસિંગ વિસ્તારમાં રહેતાં રાજેશ રાઠોડ પત્ની અને 7 વર્ષની બાળકી ખુશી સાથે રહે છે. રાજેશભાઇ અને તેમના પત્ની મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રાજેશભાઈની 7 વર્ષની પુત્રી ખુશી શનિવારે સાંજે ઘર પાસે રમતી હતી.જો કે મોદી સણ સુધી દીકરી ઘર ના આવતા પરિવારજનોએ તપાસ કરી હતી. જોકે બાળકીનો કોઈ પતો ના લાગતા બનાવની જાણ સોલા પોલીસને કરવામાં આવી હતી.

સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.પી.જાડેજાએ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ બાળકીના અપહરણ અંગે ગુનો નોંધવાની કાર્યવાહી કરી તો બીજી પોલીસ ટીમને બાળકીની શોધખોળ માટે લગાવી હતી. પોલીસ તપાસમાં ઘર પાસે રમતી બાળકી ખુશી અચાનક ગુમ (Missing seven year old girl Ahmedabad) થઈ ગઈ હતી. પોલીસે સમગ્ર ગોતા હાઉસીંગ વિસ્તારમાં તપાસ શરૂ કરી છે. બાળકીની શોધખોળ માટે મોટા ભાગના સ્ટાફને કામે લગાડવામાં આવ્યો છે.

ગોતાની ઘટના અગાઉ ખુશીની જેમ જ બાપુનગરમાં 11 વર્ષ અગાઉ ઘર પાસેથી 7 વર્ષની બાળકી ગુમ થઈ હતી. બાપુનગર વિસ્તારમાં ગત તા. 3મી ફેબ્રુઆરી,2009ની સાલમાં ઘરેથી ગુમ બાળકીની ડેડબોડી મ્યુન્સીપલ સ્કૂલના ટોઈલેટમાંથી મળી હતી. બાળકી પર દુષ્કર્મ આચરી હત્યારાએ તેની હત્યા કરી હતી. ઘટનાના 11 વર્ષ બાદ પણ દુષ્કર્મ વિથ મર્ડરના ગુનાનો ભેદ ઉકેલાયો નથી. સોલા પોલીસે ખુશીના ગુમ થવા અંગે તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપ સિંહ જાડેજાનું કદ વધ્યું, હવે Z કેટેગરીની સુરક્ષા