Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > પોરબંદરમાં ચોરીના આરોપમાં સગીરોને બેરહમીથી માર મારવામાં આવ્યો, વીડિયો વાયરલ

પોરબંદરમાં ચોરીના આરોપમાં સગીરોને બેરહમીથી માર મારવામાં આવ્યો, વીડિયો વાયરલ

0
438

પોરબંદર શહેરના કુછડી ગામમાં 2 સગીર વયના બાળકોને ચોરીના આરોપમાં કુતરા રાખવાના પાંજરામાં પુરી બેફામ માર મારવામાં આવ્યો હોવાની ચોકાવનારી ઘટના સામે આવી છે.

 

કુછડીમાં ચોરીના આરોપસર 2 સગીર વયના બાળકોને આરોપી વેજા જીવા કુછડિયાના ઘરે કુતરા રાખવાના પાંજરામાં પુરી ઢોર માર મારવામાં આવ્યો હતો ત્યાર બાદ પાંજરાની બહાર કાઢી પ્લાસ્ટિકના પાઈપ વડે બેફામ માર માર્યો હતો અને ઈલેક્ટ્રીક શોર્ટ આપવાની ધમકી આપી હતી. જેથી બાબુભાઈ મીઠાભાઈ ખરાએ ત્રણેય આરોપી વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ બંને બાળકોને ઢોર માર મારી રહ્યો છે અને બંને બાળકો તેની સામે કરગરી રહ્યાં છે કે બસ હવે માર ના મારો. તેમ છતાં આ શખ્સ પાંજરામાંથી બહાર કાઢીને પણ પ્લાસ્ટિકના પાઈપ વડે બેફામ માર મારે છે.