Gujarat Exclusive > દેશ-વિદેશ > અનોખી શરૂઆત! આ ટ્રાન્સજેન્ડર સુંદરીને મળ્યો મિસ મેક્સિકોનો ખિતાબ

અનોખી શરૂઆત! આ ટ્રાન્સજેન્ડર સુંદરીને મળ્યો મિસ મેક્સિકોનો ખિતાબ

0
355

બ્યૂટી કોન્ટેસ્ટમાં અત્યાર સુધી તમે મહિલાઓ અને યુવતીઓને જ જીતતા જોઈ હશે, પરંતુ મેક્સિકોમાં બ્યૂટી કોન્ટેસ્ટમાં અનોખી શરૂઆત જોવા મળી રહી છે. જ્યાં એક ટ્રાન્સજેન્ડર સુંદરીએ મિસ મેક્સિકોના ખિતાબથી નવાજવામાં આવી છે.

રેડ બાથિંગ સૂટની સાથે પરેડ કોન્ટેસ્ટની રાત્રે પરેડ કરતી સ્પર્ધકે માનવાધિકાર અને જળવાયુ પરિવર્તન પર પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન સ્ટેજ પર હારેલ સ્પર્ધક દ્વારા થોડો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. આ પરેડ અને વિરોધની વચ્ચે પશ્ચિમ મેક્સિકો રાજ્યના કોલામાથી શ્યામલ રંગનીસ્પર્ધક મિસ ટ્રાન્સ બ્યૂટી મેક્સિકો 2019ની વિજેતા બની છે. ઈવાન્ના કેજારેસ પોતાનું નામ સાંભળતા હસવા માંડી અને તેમને આ બ્યૂટીનો તાજ ગ્રહણ કર્યો હતો. બ્યૂટી કોન્ટેસ્ટની આ બીજી આવૃતિ હતી.

ઉલ્લેખનીય છે કે, મેક્સિકો ટ્રાન્સજેન્ડર માટે ખૂબ ખતરનાક માનવામાં આવે છે. એક સ્થાનિય LGBT પાઈટ્સ ગ્રુપ લેટ્રાના અનુસાર, 2013થી 2018 લુધી 261 ટ્રાન્સજેડર મહિલાની હત્યા કરવામાં આવી હતી. બ્યૂટી કોન્ટેસ્ટનો વિકેન્ડ શાનદાર રહ્યો હતો. પ્રતિયોગીઓના ક્ષેત્રિય વેશભૂષા અને મેકઅપની સાથે પોત-પોતાનું પ્રદર્શન કર્યું હતું. મિસ કોલિમાએ દિપડાની છાપ વાળું કોસ્ચુમ પહેર્યું હતું. મિસ બજાજ કેલિફોનિર્યાની કોસ્ટ્યૂમ પર અલગ જ આકૃતિઓ બની હતી. જોકે તેના રાજ્યની દ્રાક્ષની દારૂ ખૂબ પ્રખ્યાત છે.

એક રિપોર્ટ અનુસાર, તમામ 21 ટ્રાન્સજેન્ડર બ્યૂટી ક્વિન્સે મેક્સિકોની અલગ-અલગ રાજ્યોની પ્રતિનિધિત્વ કર્યું હતું. આ પ્રતિયોગીતા 3 તબક્કામાં રાખવામાં આવી હતી. પ્રતિયોગીતાને બિકીની વિયર, ક્ષેત્રિય કેસ્ટ્યૂમ અને ઓપચારકિ પહેરવેશના આધાર પર મુલ્યાંકિત કરવામાં આવ્યું હતું. 27 વર્ષીય ઈવાન્ના કૈજારેલે બીજા સ્થાનની મિસ બજાજ કેલિઉફોર્નિયા અને ત્રીજા નંબર પર મિસ મેક્સિકો સિટીને હરાવીને તાજ પતાના નામે કર્યું હતું.

જીત મેળવ્યા બાદ ઈવાન્ના કેજારેસે જણાવ્યું કે, તેમના બદલાવનો સૌથી કઠિન સમય તેના બદલાવનો લોકો દ્વારા સ્વીકાર કરવાનું હતું. ઉલ્લેખનિય છે કે, ઈવાન્ના કેજારેસને કમ્યૂનિકેશનમાં ડિગ્રી પ્રાપ્ત કરી છે અને એક બ્યૂટી પાર્લર પણ ચલાવી રહી છે. પોતાની જીત લઈને કહે છે કે, તે ખુદને ટ્રાન્સજેન્ડર સમુદાયના આવાજના રૂપમાં જોઈ રહી છે.

ગુજરાત યૂનિ.ના કુલપતિ હિમાંશુ પંડ્યાએ ‘નીડ કમિટી’ના રિપોર્ટના ધજાગરા ઉડાવ્યા