Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી,2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ

ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી,2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ

0
234

રાજ્યભરમાં વરસાદની ફરી એન્ટ્રી થઇ છે. અમદાવાદ સહિત અમરેલી,જૂનાગઢ,રાજકોટ સહિતના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે લોકોએ ગરમીમાંથી રાહતનો શ્વાસ લીધો હતો.ત્યારે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ગાજવીજ સાથે ધમાકેદાર એન્ટ્રી મારી છે

રવિવારની મોડી રાત્રેથી ઉત્તર ગુજરાતમાં વરસાદે એન્ટ્રી મારી હતી. ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા જિલ્લાના અનેક તાલુકમાં વરસાદ થયો હતો. અરવલ્લીમાં ગાજવીજ સાથે ખાબકેલા વરસાદના પગલે 3 તાલુકામાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો હતો.
સાબરકાંઠા જિલ્લામાં રાત્રી દરમિયાન વરસાદી માહોલ જામ્યો હતો. જિલ્લાના અનેક તાલુકમાં વરસાદ પડતા પાકને નવજીવન મળ્યું હતું. હિંમતનગરમાં વહેલી સવારે 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જિલ્લાના ખેડબ્રહ્મા, પોશીનામાં એક એક ઇંચ વરસાદ પડ્યો હતો.
અરવલ્લીના બાયડ, માલપુર, મોડાસામાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ધનસુરામાં બે કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો. જિલ્લાના ભિલોડા, મેઘરજમાં પણ સામાન્ય ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.

સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર યથાવત રહી છે. સૌરાષ્ટ્રમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે તુલસીશ્યામ અને ખાંભા પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે ગીર પંથકના તાંતણીયા, ધવાડિયા, ગીદારડી, ભણીયા, પાતળા સહિત ગીર જંગલ ગામડાઓમાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. મુરજાતા પાકો પર કાચુ સોનુ વરસતા ખેડૂતોમાં ખુશી પ્રસરી ગઇ છે.

રાજ્યભરમાં વરસાદી માહોલ, અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર થયુ પાણી-પાણી