Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > ડોક્ટરની અનોખી કરતબ, કેદીઓને ખોટા મેડિકલ સર્ટિ. બનાવી આપ્યા

ડોક્ટરની અનોખી કરતબ, કેદીઓને ખોટા મેડિકલ સર્ટિ. બનાવી આપ્યા

0
67
  • એક જ આરોપીને પાંચ મેડિકલ સર્ટિફિકેટ બનાવી અપાયા
  • આરોપી ડોક્ટર ધીરેન ઘીવાલાની જામીન અરજી ફગાવાઈ

અમદાવાદઃ જેલમાં રહેલા કેદીઓને ખોટા મેડિકલ સર્ટિફિકેટ (Medical certificate) બનાવી આપવાનું કૌભાંડ (Scam) પ્રકાશમાં આવ્યુ છે. આ કૌભાંડમાં સંડોવાયેલા ડો. ઘીવાલા (Dhiran Ghivala)એ ધરપકડથી બચવા માટે કરેલી આગોતરા જામીન અરજી અમરેલીના સેશન્સ કોર્ટ (Sessions court judge) ના જજે ફગાવી દેતા આરોપીની ધરપકડનો માર્ગ મોકળો થયો છે.

ડો. ઘીવાલાએ તો મેડિકલ સર્ટિ.ની રીતસરની હાટડી જ માંડી

સામાન્ય રીતે કોઈપણ દર્દીની તબીબી તપાસ કર્યા વગર મેડિકલ સર્ટિફિકેટ બનાવી આપવું ગુનો બને છે, પરંતુ અમરેલીના ડો. ધીરેન ઘીવાલાએ તો કેદીઓના ખોટા મેડિકલ સર્ટિફિકેટ બનાવવાની તો રીતસર હાટડી જ માંડી દીધી હતી. તેના લીધે સ્થિતિ એવી આવી કે તેમણે બનાવેલા સર્ટિફિકેટના આધારે આરોપીઓ કોર્ટમાંથી જામીન અને પેરોલ જેવા બીજા ફાયદા મેળવતા થઈ ગયા.

આ પણ વાંચોઃ રાજ્યમાં 24 કલાકમાં નોંધાયા સૌથી વધુ કોરોના કેસ, કુલ મૃત્યુઆંક 3108

કૌભાંડ કેવી રીતે બહાર આવ્યું?

જો કે એક જ જેલમાંથી વધુને વધુ કેદીઓ આ પ્રકારના મેડિકલ સર્ટિફિકેટ મેળવવા લાગતા અને તેનો ઉપયોગ જામીન તથા પેરોલ માટે કરવા માંડયો હતો. ઘીવાલાના મેડિકલ સર્ટિફિકેટવાળા આવા એક કેસની તપાસ કરાતાં સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો. જેલના એક કેદી મૂળજીભાઈ વાળાએ જેલમાંથી ડો. ધીરેન ઘીવાલાનો સંપર્ક કરી પોતાની સાથે જેલમાં રહેલા કેદી રણજીત ધીરુભાઈવાળાના જામીન માટે મેડિકલ સર્ટિફિકેટ બનાવી આપવા કહ્યુ હતુ.

આ પણ વાંચોઃ સુત્રાપાડા તાલુકાના ખેતરોમાં ડેમનું પાણી ફરી વળ્યું : 200 હેકટર ખેતીને નુકસાન

ડો. ધીરેને આ સર્ટિફિકેટ બનાવી પણ આપ્યુ હતુ. ખૂન તથા ખૂનના પ્રયાસના ગુનામાં જેલની સજા ભોગવતા ધીરુભાઈએ આ મેડિકલ સર્ટિફિકેટના આધારે સેશન્સ જજ સમક્ષ વચગાળાના જામીનની અરજી દાખલ કરી હતી અને તેમા ડો. ઘીવાલાનું મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યુ હતુ. કોર્ટે આ સમયે પોલીસનો અભિપ્રાય માંગતા પોલીસે ધીરુભાઇનું નિવેદન લીધુ હતુ. તેમણે કહ્યું હતું કે તેમને પક્ષાઘાતનો હુમલો આવ્યો હોવાથી અમરેલીના ડોક્ટરની દવા ચાલુ છે. તેના પછી પોલીસે તપાસ કરતા બહાર આવ્યું કે ધીરુભાઈ ક્યારેય ડો. ધીરેન ઘીવાલાને ત્યાં ગયા જ નથી અને તેમણે ફક્ત રૂપિયા લેવા માટે જ આ પ્રકારનું સર્ટિફિકેટ બનાવી આપ્યું હતું. તેમા પણ તેમણે એક જ આરોપીને પાંચ મેડિકલ સર્ટિફિકેટ બનાવી આપ્યા હતા તે જોઈ પોલીસ ચોંકી ઉઠી હતી.

પોલીસે આના આધારે અમરેલીના ડો. ધીરેન ઘીવાલા સામે છેતરપિંડી (Fraud) સહિત ખોટા મેડિકલ સર્ટિફિકેટ બનાવવાનો અને કોર્ટ સમક્ષ ખોટા દસ્તાવેજો રજૂ કરવાનો કેસ નોંધ્યો છે. આ કેસમાં ધરપકડ ટાળવા ડો. ધીરેન ઘીવાલાએ કરેલી આગોતરા જામીન અરજીને કોર્ટે નકારી કાઢી હતી.