Gujarat Exclusive > દેશ-વિદેશ > મેડિકલ એડમિશન કૌભાંડ: પ્રથમ વખત HCના વર્તમાન ન્યાયધિશ વિરુદ્ધ દાખલ થશે કેસ

મેડિકલ એડમિશન કૌભાંડ: પ્રથમ વખત HCના વર્તમાન ન્યાયધિશ વિરુદ્ધ દાખલ થશે કેસ

0
209

અલ્હાબાદ હાઈકોર્ટના જજ એસએન શુક્લા વિરુદ્ધ સીજેઆઈ રંજન ગોગોઈએ સીબીઆઈને એફઆઈઆર દાખલ કરવાની મંજૂરી આપી દીધી છે. મેડિકલ એડમિશન કૌભાંડમાં સામેલ થવાના પૂરાવા મળ્યા બાદ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસે સીબીઆઈને કેસ દાખલ કરવાની મંજૂરી આપી છે. તે પહેલા પણ ચીફ જસ્ટીસે વડાપ્રધાનને પત્ર લખીને આ મામલામાં સંસદમાં કાર્યવાહી કરવા માટે પણ કહ્યું હતુ. પૂર્વ ચીફ જસ્ટીસ દીપક મિશ્રાએ ફરિયાદ મળ્યા બાદ ત્રણ જજોની કમેટી બનાવી હતી, આ કમિટીની તપાસમાં જસ્ટિસ શુક્લાનો કૌભાંડમાં હાથ હોવાનું માન્યું હતું. ત્યાર બાદ જસ્ટીસ શુક્લા પાસેથી તેમનો હોદ્દો છીનવી લેવામાં આવ્યો હતો.

તત્કાલીન સીજેઆઈ મિશ્રાએ તેમને રાજીનામા આપવા અથવા ઈચ્છાથી સેવા નિવૃત્તિ લેવાનું કહ્યું હતું પરંતુ જસ્ટિસ શુક્લાએ તેમ કરવાની ન પાડી હતી. ત્યાર બાદ જસ્ટિસ શુક્લાએ ન્યાયિક કાર્ય પાછો આપવા માટે સીજેઆઈને વિનંતી કરી હતી પરંતુ તેમની વિનંતીને ચીફ જસ્ટીસે નજર અંદાજ કરી દીધી હતી. કોઈ વર્તમાન જજ વિરુદ્ધ સીજેઆઈની અનુમતિ વગર એફઆઈઆર દાખલ થઈ શકતી નથી તેથી સીબીઆઈએ સીજેઆઈની પરવાનગી માંગી હતી.

સીબીઆઈએ પ્રસાદ ઈન્સિટટયૂટ ઓફ મેડિકલ સાયન્સમાં મેડિકલ એડમિશન કૌભાંડને લઈને ઓડીસા હાઈકોર્ટના રિટાયર્ડ જજ આઈએમ કુદ્દસી, પ્રસાદ એજિયુકેશનલ ટ્રસ્ટના માલિક બીપી યાદવ, પલાશ યાદવ અને વચેટિયા વિશ્વનાથ અગ્રવાલ, ભાવના પાંડેય સહિત મેરઠના એક મેડિકલ કોલેજના સુધીર ગિરિ અને અન્ય અજાણ સરકારી અને પ્રાઈવેટ સંસ્થાથી જોડાયેલા લોકો ઉપર કેસ દાખલ થયો હતો. સુપ્રિમ કોર્ટ દ્વારા 46 મેડિકલ કોલેજ પર અનિયમિત્તાઓને લીધે આગલા એક-બે વર્ષ સુધી વિદ્યાર્થીના પ્રવેશ પર રોક લગાવવમાં આવી હતી.તેમાં પ્રસાદ ઈન્સિટટ્યુટ ઓફ મેડિકલ કોલેજનો નામ પણ શામેલ હતો.

મંદીથી પરેશાન, જાણીતા ઉદ્યોગપતિએ PM મોદીને પૂછ્યું, ‘શું સ્વર્ગથી ઉતરશે વિકાસ?’