Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > SG હાઈવે MD ડ્રગ્સનું પોકેટ :ગુજરાત હાઈકોર્ટ, અપના અડ્ડા અને ખેતલા આપા નજીક વેચાણ!

SG હાઈવે MD ડ્રગ્સનું પોકેટ :ગુજરાત હાઈકોર્ટ, અપના અડ્ડા અને ખેતલા આપા નજીક વેચાણ!

0
270
  • શહેઝાદ વોન્ટેડ હોવાથી  ફિરોઝ નાગોરી પેડલરોને એમડી પહોંચાડવાનો હતો
  • એક કરોડના એમડી ડ્રગ્સ સાથે પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ઘટસ્ફોટ

અમદાવાદ: અમદાવાદનો એસજી હાઈવ એમડી ડ્રગ્સ(md drugs)નું મેઈન પોકેટ હોવાનો ઘટસ્ફોટ ક્રાઈમબ્રાન્ચની તપાસમાં થયો છે. એસજી હાઇવેના કારગીલ પંપ – ગુજરાત હાઇકોર્ટ, અપના અડ્ડા અને ખેતલા આપા નજીક આરોપીઓ ખુલ્લેઆમ એમડી ડ્રગ્સ (md drugs) વેચતા હોવાનું ખુલ્યું છે. 1 કરોડના એમડી ડ્રગ્સ સાથે ઝડપાયેલા પાંચ આરોપીઓની પૂછપરછમાં આ ઘટસ્ફોટ થયો છે.

ક્રાઈમબ્રાન્ચે આરોપીઓ સાથે સંકળાયેલા પેડલરોને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અગાઉ એમડી ડ્રગ્સમાં પકડાયા બાદ ફરાર થઈ ગયેલા શહેઝાદ તેજાબવાલા અને ઇમરાન અજમેરી હૈદ્રાબાદમાં બેઠા બેઠા એમડીનું નેટવર્ક ચલાવી શકે તે માટે પોલીસકર્મી ફિરોઝ નાગોરીને ઉભો કર્યો હતો.ફિરોઝ અમદાવાદના ડ્રગ્સ પેડલરોને એમડી ડ્રગ્સ પહોંચાડવાનો હતો.

આ પણ વાંચોઃ ખૂન કેસમાં જેલમાં બંધ ભાઈને છોડાવવા પૈસા ન આપતા પતિને પત્નીએ ડંડાથી ફટકાર્યો!

અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે રૂ.1 કરોડના એમડી ડ્રગ્સ (md drugs) સાથે એક્સપ્રેસ વે પરથી પોલીસકર્મી ફિરોઝ નાગોરી સહીત 5 આરોપીઓને ત્રણ દિવસ અગાઉ ઝડપી લીધા હતા. જેમાં મુંબઈથી અલ્ટો કારમાં ડ્રગ્સનો જથ્થો લઈને આવતા જમાલપુર હજારીની પોળમાં રહેતાં પોલીસવાળા ફિરોઝ મહંમદખાન નાગોરી (ઉં,50) અને મહંમદ આરીફ ઉર્ફ મુન્નો જમાલુદ્દીન કાઝી (ઉં,48) અને જમાલપુરમાં બીસ્મિલ્લાહનગરમાં રેહતાં ઇમરાન ઉર્ફ ઇમ્મો ઇબ્રાહિમ પઢીયાર (ઉં,28)ને અટક કરી પૂછપરછ કરી હતી.

પોલીસ તપાસમાં અગાઉ એમડી ડ્રગ્સ (md drugs)માં પકડાયેલા શહેઝાદ તેજાબવાલા અને ઇમરાન અજમેરી હાલમાં વચગાળાના જામીન પર છૂટી ફરાર થઈ ગયા છે. જે બંને હૈદરાબાદમાં પોલીસથી બચવા માટે છુપાયા છે. આ બન્ને આરોપીઓ મુંબઈ ગયા ત્યાંથી એમડી ડ્રગ્સ (md drugs) ખરીદયુ હતું.

આ પણ વાંચોઃમાનવતા નેવે મૂકાઈઃ સગા મામાએ 9 માસના માસૂમ બાળકને માથામાં લાકડી મારી

શહેઝાદ અને ઇમરાનએ દાણીલીમડા પોલીસ સ્ટેશનના આસી.સબ.ઈન્સ્પેકટર ફિરોઝ નાગોરી અને ઇમરાન ઉર્ફ ઇમ્મો પઢીયારને મુંબઈ બોલાવ્યા હતા. અમદાવાદમાં ડ્રગ્સ પેડલરોને એમડીનો જથ્થો પહોંચાડવા માટે જણાવ્યું હતું. આથી ફિરોઝ પોલીસ ડ્રેસમાં અલ્ટો કારમાં એમડી (md drugs)નો જથ્થો મુંબઈથી ઇમરાન અને ડ્રાઈવર મુન્ના સાથે લઈ એક્સપ્રેસ હાઇવે પર પહોંચ્યો હતો. આ ખુલાસાને પગલે ક્રાઈમબ્રાન્ચની ટીમ મુંબઈ પહોંચી હતી. એમડીના મુખ્ય સૂત્રધાર ઇમરાન અજમેરી અને શહેઝાદ મઝહર તેજાબવાલા ને મુંબઈથી ક્રાઈમબ્રાન્ચે ઝડપ્યા હતા.

પોલીસે પાંચે આરોપીને ઝડપી કોર્ટમાં રજૂ કરતા તમામને 17મી સુધીના રિમાન્ડ પર સોંપવાનો હુકમ થયો હતો. આરોપીઓની પૂછપરછમાં એસજી હાઇવે એમડી ડ્રગ્સનું મેઈન પોકેટ હોવાનું અને ડ્રગ્સ પેડલરો એસજી હાઇવેના ગુજરાત હાઈકોર્ટ કારગીલ પંપ, અપના અડ્ડા અને ખેતલા આપા નજીક ડ્રગ્સનું ખુલ્લે આમ પેડલરો વેચાણ કરતા હોવાનું ખુલ્યું છે.આ ત્રણ જગ્યાએ આવતા યુવાનોમાં એમડી ડ્રગ્સની ભારે માંગ છે.